કિસ્મતોની સાથ તું ખોટો લડે છે,
શું ખબર કે કોણ કોને ક્યાં નડે છે.
શું હશે જે આંસુ થઈને નિકળે છે,
સ્વપ્ન ઇચ્છા કે બીજું શું પીગળે છે.
સૌને એક જ વાત અહિયા સાંકળે છે,
કોઈ રગ સૌની અહી કાયમ કળે છે.
આંખ જુદી,દિલ જુદુ,વિચાર જુદા,
શુ ખબર કે ક્યાં હવે લશ્કર લડે છે.
તું ઉભો છો જિંદગીના સ્ટેજ ઊપર,
કર અભિનય જેવો તુજને આવડે છે.
આ નથી અભિમાન કૈ ફિતરત છે આ તો,
ક્યાં કદી પણ સિંદરીના વળ બળે છે ?
રોજનિશી સાચવું દર્પણમાં ‘પાગલ’,
મારી વાતો એ જ કાયમ સાંભળે છે.
-અલ્પેશ પાગલ.
really this site is very very nice
First Two lines, really superb and also whole Gazal nice…
સુંદર મજાની ગઝલ…
પ્રજ્ઞાબેન, તમારી યાદદાસ્ત જોઈને લઘુતાગ્રંથિ જન્મે છે, હં…
આલ્પેશ સરસ ગઝલ આપે હમેશા. અભિનદ્દન…..કીરતિકાન્ત પુરોહિત.
બહુ સરસ
હર્ષદ જાંગલા
અલ્પેશ પાઠક, હેન્ડિકેપ્ડ છે પણ પાગલ ઉપનામથી સાહિત્યનું સર્જન કરે છે.મઝાની ગઝલોમાંની આ એક ગઝલ માણી.
કિસ્મતોની સાથ તું ખોટો લડે છે,
શું ખબર કે કોણ કોને ક્યાં નડે છે.
અમને પણ
જિંદગી ગુજરી રહી ફૂટપાથ પર.
કિસ્મતો ઘુરકી રહી ફૂટપાથ પર.
આ નથી અભિમાન કૈ ફિતરત છે આ તો,
ક્યાં કદી પણ સિંદરીના વળ બળે છે ?
વાહ
યે ખાકી અપની ફિતરત મેં ન નૂરી હૈ ન નારી હૈ.
વિવેક કહે છે
મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.