આમ તો મુંબઇ – વાપી – સુરતમાં ઘણા વખતથી મેઘરાજાની પધરામણી થઇ છે, પણ હમણા જ ખબર આવી કે અમદાવાદમાં હજુ ગઇકાલે જ મેહુલો આયો….
તો આજનું આ ગીત ખાસ અમદાવાદ માટે…. 🙂
પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઇ લઉં
વાદળ ને વીજના રુઆબ.
વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછુટ્યું બાણ;
ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;
ઊભા રહો તો, રાજ, પૂછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
– નીતા રામૈયા
આટઆટલી રાહ જોવડાવ્યા પછી આજે જ્યારે ગોરમ્ભાયેલા આકાશે થોડુક વરસવાનુ પસન્દ કર્યુ અને આપણને પલાળ્યા ત્યારે આ રચના માણવી ગમી… ખૂબ ગમી..
લતા
નીતાનું ભાવથી પલાળતું ગીત્
ઊભા રહો તો, રાજ, પૂછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
વાહ્
મોસમના મિજાજને માણ્યા પછી,
આકાશી રાજને મ્હાલ્યા પછી,
આજે-
ફરી વરસાદી કેફમાં ……!!
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ……
સુંદર વરસાદી ગીત!
અમદાવાદીઓને યાદ કરીને સુંદર ગીત આપવા બદલ આભાર!
સુંદર રચના…