સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

15 replies on “સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે”

  1. સુખ અને દુઃખ એ તો આપણું જ સર્જન છે ને! સુખ માટે આપણે કેટલા બધા સીલેકટીવ હોઇએ છીએ. જેણે સુખ આપ્યું છે તે વિપદા પણ આપી શકે. આવું તાટસ્થય કેળવાય તો સહજ સૌન્દર્ય ગાન ઉદભવી રહે.

  2. This amazing poem gives me strength time and again and I heard Shri Sai Makarand Dave recite it at Nandigram along with many of his poems. Long live Shree Makarand Dave!

  3. અત્યંત ઉદ્દાત ભાવનાસભર આ કાવ્ય સાંઈ કવિશ્રી મકરંદ દવેની મનોસ્થિતિનુ નિરુપણ કરે છે.ખુબ ગમ્યું.ધન્યવાદ જયશ્રીબહેન!

  4. સરસ ભક્તિ -ભાવ ભર્યુ કાવ્ય, આભાર…………….

  5. સુન્દર ને આકર્ષક લખાણ.પચી જાય તેવી ભાષા.
    કવિનુઁ તો કહેવુઁ જ શુઁ?ફૂલોની સુવાસ એમનામાઁ છે.
    સમર્પિત જીવનની આ કથા દરેકે સમજવા જેવી છે.

    • Shri Makarand Dave was barely in his 20s when he wrote this Adbhoot kavya.

      Vandan to Shri Sai Makarand Dave!

  6. મકરન્દ દવે આપણા એક મર્મી કવિ. મિસ્ટીક પોએટ્ આ કવિતામા પ્રાર્થના પણ કેવા ઉચ્ચ પ્રકારની છે. ગમે તેટલી વિપત્તી આવે તો પણ મારુ મુખ હસતુ રાખ્જોઅને ખાસ અગત્યની વાત કે આ જગતને છોડી જવાનુ હોય ત્યારે પણ મુખ હસતુ રહે.

  7. વિરક્તભાવનું ઈશ્વરપ્રેમનું આ સુંદર ગીત છે. ભલે મને પથ્થર મળે પણ હું ફૂલો આપીશ, મને દુખ પડે પણ હું બીજાને સુખ આપીશ એવો ભક્તિભાવ પ્રદર્શિત થાય છે.મને જીવનમાં ભલે મનગમતું ન મળે પરન્તુ હું અહીં આનંદથી રહીશ અને આનંદથી વિદાય લઈશ.મને કશો અફસોસ નથી, કશી ફરિયાદ નથી.મકરંદ દવેની આ સુંદર ભક્તિરચના (પ્રાર્થના) મૂકવા બદલ ધન્યવાદ.

  8. I was the fortunate one to be present at Nandigram when Shree Makrand Dave was awarded by renowned Narsinh Mehta award – thank you for posting this and make me recollect the old memories……

    Pls post one of his creations “Bhitar Bhagvo Lehre re”…..one of my favourites but evetually forgot few lines …

      • બહુ ખાસ માહિતી નથી એ વિષે પણ ગુગલ કરતા આ એડ્રેસ અને નંબર મળ્યો છે
        તમે ફોન કરીને પૂછી શકો
        Address: Dharampur, Gujarat 396050, Dharampur Bypass Rd, Valsad, Gujarat 396007
        Phone: 02632 291 245

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *