ઢીંગલી મારી બોલતી નથી…

આજે આ મઝાનું બાળગીત સાંભળીએ..!! ઢીંગલી અને બાળકની દુનિયા પણ કેટલી અનોખી હોય છે? જેમ મમ્મી પપ્પા દીકરીની કાળજી રાખે, એમ દીકરી ઢીંગલીની કાળજી રાખે..! અને એક દિવસ જ્યારે વિચાર આવે, અરે! આ મારી ઢીંગલી તો ખાતી-પીતી નથી.. હું મમ્મી પપ્પા સાથે તો કેટલી વાતો કરું, પણ આ મારી ઢીંગલી મારી સાથે બોલતી પણ નથી..! પછી? ચિંતા તો થાય જ ને…! 🙂

સ્વર – ?
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી

અને થોડા વખત પહેલા ‘ડગલો’ના દિવાળી કાર્યક્રમમાં એક મઝાની ઢીંગલીએ આ બાળગીત રજૂ કર્યું હતું. અને મને ખાત્રી છે, અમારા ડગલોના હવે પછીના કાર્યક્રમોમાં આર્યહીને વારંવાર સાંભળવાનો મોકો મળતો રહેશે..! તો તમે પણ માણો આર્યહીની આ મઝાની પ્રસ્તુતિ..!!

સ્વર – આર્યહી વૈદ્ય

 

ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.
બોલ મમ્મી બોલ એને કેમ બોલાવુ, કેમ બોલાવુ
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ડોલ મા બેસાડી એને નવડાવુ,
ચંપા ના ફૂલની વેણી ગુંથાવું. (2)
તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી, બોલતી નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ઘંટી ને ઘુઘરો આપુ છું રમવા
સોનાના પાટલે બેસાડુ જમવા, (2)
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી, ખાતી રે નથી.
ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.

ચાંદામામા તો આકાશે રમતા,
બાબાગાડીમાં ઢીંગલી બેન ફરતા, (2)
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી, બોલવું નથી
બોલવું નથી.. બોલવું નથી.. બોલવું નથી..
હ્મ્મ……હ્મ્મ…….., હ્મ્મ……હ્મ્મ……..
લા …..લા…… , લા …..લા……

6 replies on “ઢીંગલી મારી બોલતી નથી…”

  1. જયશ્રીબેન આ ઞીતના કવિ નું નામ શક્ય હોય તો જણાવશો

  2. સુંદર બાલગીત,આજ કાલ ટહુકો પર નવી પોસ્ટ કેમ દેખાતી નથી?બહુ કામમાં છો કે?

  3. બહુજ સરસ્ પન ગેીત ના બધાજ અક્શર લખેલા નથિ એવુ કેમ ?
    ગનિ વાર એવુ જોવ મલે ચ્હે અહિયા.

  4. ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.
    બોલ મમ્મી બોલ એને કેમ બોલાવુ, કેમ બોલાવુ
    ખાતી નથી પીતી નથી , ઢીંગલી મારી બોલતી નથી.
    ખુબ સુન્દર બાલગીત…નાનપણમાં ગાતા હતા તે યાદ આવી ગયું…અને જયારે છેલ્લી લાઈન
    વાંચી મારી પોતાની સાચુકલી ઢીંગલીની જુની યાદ આપી ગઈ….મારી દિકરી પણ પોતાની જાતે
    પોતાને હા લા લા કરતા કરતા સુતી ..થેંક્યું ડીયર જયશ્રીબેન આ મુકવા માટે…તમને યાદ કરું છું…જો ટહુકાની સાઈટ ના મળી હોત તો હજુ પણ ગુજરાતી ટાઈપ કરતા શીખી ના હોત તો થેંક્યું ફરી વાર બહેના..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *