આજે એક ગઝલ કવિના પોતાના અવાજમાં.. કવિના પોતાના સ્વરાંકન સાથે.. (સંગીતની ગેરહાજરી જરા ન સાલે એવી સરસ રીતે આ ગઝલ કવિશ્રીએ ‘અસ્મિતા પર્વ – ૨૦૦૫’ વખતે આ ગઝલ રજુ કરી હતી)
સ્વર : વિવેક કાણે ‘સહજ’
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે..
વિચારોમાં મારા સદાયે વસો
છતાંયે કદિ ક્યાં મળો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…
સ્મરણ બસ તમારું કરું રાત-દિન
નયનનાં ઝરુખે રહો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે…
ગુનો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે..
ખુબ સરસ અભિવ્યકિત છે
વાહ્….બહુજ સરસ ગઝલ.
બહુજ સરસ મજા પદેી ગૈ……
i am new here..but like this site a lot..
sunder gazal ane manmohak aavaz
વાહ ગઝલ અને વાહ વાહ આવાજ્
વાહ્….ગઝલ બહુ જ ગમી…
જય્શ્રીબેન,
એક્વધુ આફ્રીન…
વિવેક કાણેને રુબરુમાં અહિં શિકાગો માં આ ગઝલ તરન્નુમમા ગાતા સાંભળવનો લ્હાવો ડો. અશરફ ડાબાવાલા ના બંગલે બે એક માસ પહેલા મળેલો .ભારે મઝા આવેલી.બહુજ સરસ લખે છે અને ગાયછે.
એ વણી લેશે વાતમાઁ ધીરે ધીરે !
ટહુકાને ટહુકાભરી સલામ ! !
સુંદર ગઝલ… એવો જ મનમોહક કવિનો અવાજ અને અવાજની સરહદોને ય અતિક્રમી જાય એવું ધીરગંભીર માધુર્યસભર પઠન…
કવિના પોતાના અવાજમાં કવિતા… ટહુકાને ઊગેલું એક નવું મોરપિચ્છ… અભિનંદન, જયશ્રી…
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
કેટલી સહજતાથી વણી લીધેલી સહજની વાત્!