ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ

 IMGP1518_resize

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

(આભાર : લયસ્તરો)
———————

Wishing Happy Anniversary..  to the special couple in the picture, and a special couple not in the picture 🙂

10 replies on “ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ”

  1. પ્રત્યેક દંપત્તિની લગ્નતીથિ એક અદ્વિતીય પ્રસંગ છે.લગ્નના માયરામાં એક્મેક્ને અપાયેલ બૉલ અને કૉલની યાદી અપાવનારો દિવસ.એની કવિતા હોય્/ન હોય કોઇ ફેર ન પડે.આ દિવસે બન્ને જણ ફરી નક્કી કરી લે કે પરસ્પર નુ સ્ન્માન જાળવવાનૂ કદી ભુલાય્.હેત્/પ્રેમ આપોઆપ ઉછરશે, ઉછળશે.
    સુરેશભાઈ નુ મઝાનુ કાવ્ય.

  2. મંગળફેરા ફરતા જીવોને લાગે કે
    જીવન હોય તો આવું સહિયારું;
    હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
    ને ફરી લઈએ જીવતરનો ફેરો;
    વાહ સુરેશ્ભાઈ વાહ…. પ્રેમ હોય તો આવો…િનર્મળ અને િન્ખાલસ…
    અિભનંદન……..

  3. […] આજે તો છે મારા મમ્મી-પપ્પાના લગ્નની ૨૯મી વર્ષગાંઠ… ઘણું વિચાર્યુ કે આજે તેમને ભેટમાં શું આપું.? પણ ઉત્તર ન મળ્યો. આખરે શોધતા શોધતાં સુરેશ દલાલ ની આ રચના ટહુકામાં મલી.અને જોતાવેંત જ ગમી ગઈ અને નક્કી કર્યુ કે આજે તેમના લગ્નની વર્ષગાંઠ મારા આ બ્લોગ પર સુરેશ દલાલ ની આ સુંદર રચના તેમને અર્પણ કરું. મમ્મા-પપ્પા તમને તમારા આ સુખી લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ.. તમારો સંસાર હંમેશા ફૂલોની જેમ મહેકતો રહે… … […]

  4. પ્રેમને ઉઁમર નથી.
    સોનલ કમળ અને રૂપેરી ભમરો છે ;
    અને બિલોરી આપણુઁ તળાવ !વાહ ભાઇ વાહ !
    આ તો સર્જનની એક કમાલ !

  5. સદા યુવાન ગીત
    … અને ફોટામા યુવાન(યુવાનીને ઉંમર સાથે સંબંધ નથી )દેખાતા કપલને અનેક શુભએચ્છાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *