કવિ હર્ષ બ્રહ્મભટ્ટના ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી’ કાવ્યસંગ્રહમાંથી ચૂંટેલી ગઝલના ચૂંટેલા શેરો અને ચૂંટેલા ગીતો સારસ્વત સ્વરકારોએ ગુજરાતી વાતાવરણમાં પેશ કર્યા…
હંમેશા
ટહુકાથી તરબતર કરનારું
શબ્દનું પંખી…
કાયમ ચૂપ રહેનાર આકાશને
મૌનનો પ્રેમપત્ર લખીને
પાસે બોલાવે છે…
અને સર્જાય છે…
‘પાંખ ફૂટી આભને… ‘
સ્વર – સંગીત : નયનેશ જાની
આલ્બમ : પાંખ ફૂટી આભને…
.
મેં જ તો એને સતત ઝંખી હતી
વેદના મારી જીવનસંગી હતી
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા
જિંદગી હમણાં જ મેં રંગી હતી
મેં તરાપો પાણીમાં મૂક્યો અને
એકદમ વ્હેતી નદી થંભી હતી !
…મેં જ તો એને સતત ઝંખી હતી
વેદના મારી જીવનસંગી હતી…
…ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા
જિંદગી હમણાં જ મેં રંગી હતી..
ખૂબ જ સુંદર !!!
સરસ ગઝલ….સરસ….ગાયકી… સુન્દર કલ્પનાં…
gar8
amazing presentations and display of their imagination by all of poets.please keep up good work for mankind and lovers of Gujarati sahitya!
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા
જિંદગી હમણાં જ મેં રંગી હતી
ખૂબ જ સુંદર્ !
મેઁ તરાપો પાણીમાઁ મૂક્યો અને…!!
એકદમ વહેતી નદી થઁભી હતી !!….ક્યા બાત હૈ ?
મેં તરાપો પાણીમાં મૂક્યો અને
એકદમ વ્હેતી નદી થંભી હતી !
-ખૂબ જ લવચીક શેર… મજાનું કલ્પન… વાંસળીવાળી વાત પણ મજાની છે. માત્ર પોલાણ હોવું જરૂરી નથી, છેદનો અવકાશ પણ હોવો જોઈએ…
ગાયકી પણ સરળ અને સહજ લાગી…
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી
સરસ આજના માણસ પાસે વાજીંત્રોની કમી નથી કમી છે સુરોની
મેં તરાપો પાણીમાં મૂક્યો અને
એકદમ વ્હેતી નદી થંભી હતી !
ગાયકી પણ ખૂબ સુંદર્