શ્વાસમાં સૂંઘું તને ને સાંજ થઇ ઘૂંટું તને,
યાદરૂપે રોમેરોમે લે હવે ફૂંકું તને.
આંખથી અશ્રુરૂપે ખાલી કરી દિલમાં ભરું
આભ, પૃથ્વી જલ પરિબ્રહ્માંડમાં મૂકું તને.
ફૂલ તાજું બુંદ ઝાકલના સૂરજ કિરણો રમે
તું કહે, આવી ક્ષણે કેવી રીતે ભૂલું તને?
આવ, ઓઢીને મધુરપ સ્મિતકળશો ઝળહળાવ !
ગાઢ એકલતાના આશ્લેષમાં ચૂમું તને.
સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને
યાદ આવી ગઇ
સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને
સરસ……….
મસ્ત!!!!!!
Indescribable!!
સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને
-ક્યા બાત હૈ |
આવ, ઓઢીને મધુરપ સ્મિતકળશો ઝળહળાવ !
ગાઢ એકલતાના આશ્લેષમાં ચૂમું તને.
સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને
– સરસ !
નયન દેસાઈની સર્વાંગ સુંદર ગઝલ
તરન્નુમમાં રજુ થાય તો ઔર મઝા !
ફરી યાદ આવ્યો
મોમીનનો શેર (જેના પર ગાલીબ દિવાન આપવા તૈયાર હતા!)
तुम मेरे पास होते तो गोया,
जब कोई दूसरा नहीं होता ।
સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને
ગુંજી પંક્તી
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.