આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’

કવિ શ્રી મનોજ જોષીને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, અમારું ખૂબ જ ગમતું ગીત..! કાજલ ઓઝા લિખિત – અને વિરલ રાચ્છ દિગદર્શિત નાટક – સિલ્વર જ્યુબિલીનું આ title song.. જો કે ગીત એવું મઝાનું છે કે તમે નાટક નહીં જોયું હોય તો પણ માણવાની એટલી જ મઝા આવશે..

સ્વર – શૌનક પંડ્યા, જિગીષા ખેરડીયા
સ્વરાંકન – શૌનક પંડ્યા

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું!
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

– ડૉ. મનોજ જોષી ‘મન’

24 replies on “આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’”

  1. khubaj sundar rachnaa chhe.eakdam vastaviktaathi najdik chhe.jingino gudhhartha mali jaaya chhe.jindagi naa be samaantar kinaaraanu malavu eatale shu teno marma batave chhe.khub majaa aavi.

  2. હેલ્લો..વિન્કલભાઈ..!! તમારી હાજરી અહીં જોઈ ને ખુબ આનંદ થયો…આભાર…

  3. સૌલ ફુલ ગિત શૌનક ભૈ…મઝા પદિ ગૈ …જ્ન્મ દિન ની શુભેછ્હઅ..દિલિપ ઘાસવાલા

  4. આભાર…વિવેકભાઈ અને સુરેશકુમારજી…

  5. વાહ… ખૂબ જ મજાનું ગીત.. એટલું જ મસ્ત સંગીત, સ્વરાંકન અને ગાયકી…

    કવિશ્રીને જન્મદિવસની મોડી મોડી (મોળી મોળી નહીં!) શુભકામનાઓ…

  6. આભાર…જયશ્રીબેન….અને કોમેન્ટ્સ તેમજ કોમ્પ્લિમેન્ટ્સ માટે તમામ મિત્રો/વાંચકોનો પણ હ્ર્દયપુર્વક આભાર્….(મુ.શ્રી જયશ્રીબેન,નમસ્કાર…ગીત જે હેડીંગ નીચે પોસ્ટ કર્યું છે તેમાં શરતચુકથી મનોજ મુનીનું નામ છપાયું છે,જે અંગે યોગ્ય કરવા વિનંતી…આભાર)

  7. સહજતાથી સભર લેખની કાવ્યનાં તેમણે અજમાવેલાં દરેક પ્રકારમાં આગવું આકર્ષણ રહ્યું છે…મારાં ઘરમાં આ શુભ દિવસે સાથે જમ્યાં તે વાત એક ટૂંકુ પણ યાદગાર સંભારણું થઇ ગયું, શૌનકભાઇએ આ ગીત સાથે ઉચિત ન્યાય કર્યો છે..અભિનંદન.

  8. મારુ પરીવાર તરફથી ડૉ. મનોજ જોષી ‘મન’ને જન્મદીનની અઢળક શુભેચ્છાઓ…

  9. સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
    ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…

    રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
    હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!

    આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના…
    ડો. મનોજ જોષી ની અતિસુન્દર રચના …!!

  10. રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
    હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
    આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! વાહ મનોજભાઈ….

    સાથે..સરસ અવાજ અને સ્વરાંકન પણ
    અભિનન્દન..શૌનક પંડ્યા ને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *