સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા
સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા
નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા
ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા
– મનોજ ખંડેરિયા
———————-
આ ગઝલના સંદર્ભમાં કવિ શ્રી ની આ બીજી બે ગઝલો માણવા લાયક છે –
જરા નીકળો – મનોજ ખંડેરિયા
બહાર આવ્યો છું – મનોજ ખંડેરિયા
ખુબજ સરસ કવિતા. છેલ્લી પન્ક્તિ ” પડ્યા પડદાની સળમાથી અમે નીકળી નથી શકતા” તો લાજવાબ.
ફુલ્મા બિદાયેલા ભમ્રા જેવિ આપ્ નિ હાલત . સમજ્ વા ચ્હ્તા મજ્બુર
ખૂબ જ સુન્દર !મનોજ ખન્ડેરિયા ઉત્તમ કવિ !
ભલે બાપુ ભલે ! નીકળી ના શકાતુઁ હોય તો બીજુઁ શુઁ થાય ?
મઝા માણી.મનોજભાઇ ને સલામ !જ અને અ નો આભાર !
નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
બહુ સરસ
ખૂબ જ સુંદર ગઝલ…
બધા જ શેર સરસ પણ મત્લા જરા વધુ ગમી ગયો…
અણઉકેલ્યા છે કે અણઉકલ્યા?
બહુ જ સમજણવાળી કવિતા… આભાર.