ધોવા નાખેલ જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ

જાણે આપણી જ વાત હોય એવી આ કવિતા… બ્લ્યુ જીન્સ કોણે ન પહેર્યું હોય, વારંવાર… વારંવાર.. ધોયા વગર.. ! અને જ્યારે ધોવા નાખો અને ખીસ્સા તપાસો તો શું મળે? સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!

કાવ્ય પઠન – RJ દેવકી (Red FM, અમદાવાદ)

ધોવા નાખેલ જીન્સ…

 

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક

મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક

રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ કરી
લેઘરના દોરાથી ડબ્બલ સીલ્વેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ
ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ
અને દુનિયા આખી એવી નરવસ થયેલ
પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ
એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની તેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક

ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી
ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું
કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું
કે એગમાર્ગ છાપ
મને ફિટોફિટ થાય
તને અપટુડેટ લાગે
બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું

વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
મેં જે ચોરી લીધેલ હોય એ બધું

પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઈક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
કે એવું કંઇક

મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ
ડિઝાઇનર લેબલનાં બિલ્સ
થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ
ફિલ્લમની અડધી ટિકીટો
ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ
આવું કંઇક

– ચંદ્રકાન્ત શાહ

33 replies on “ધોવા નાખેલ જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ”

  1. આ ગિત ને… પ્લે કરિ ને જ … વાન્ચવુ …. ક્લાસિક કવિતા અને સુપર્બ પ્રેઝનતેશન… મને ખાતરિ ચે કે તમે વારવાર સામભલશો… થેન્ક્સ ફોર ધ સેમ…

  2. Too good!! Have no words to describe how awestruck I am feeling right now…. Awesome poetry according to today’s era!! Salute to the poet!! Please keep giving more such beautiful poems!!

  3. Can’t have a voice better than Devaki’s one. She is poring breath in the poetry.
    Chandrakantbhai – hats off to you. Too good.

  4. મખમલનાં બિછાને સુંવાળા સ્વપ્ન જેવું classical combination….

  5. ખુબ જ સુન્દર કાવ્ય અને એટલું જ સુન્દર કાવ્ય પઠન. RJ દેવકીના આવા બીજા કાવ્ય પઠન ક્યાં સામ્ભળવા મળી શકે?

  6. Great .. enjoyed like anything … a masterpiece by a wonderful chandubhai and recited beautifully by Devaki…! Was fortunate to listen the recitation of Chandubhai at Jamnagar last year and now this recitation ..! majaa padi…!

  7. May be its due to the voice of RJ Devki or the poetry,or both but i like to listen it again and again
    thank u…

  8. ખૂબ સુંદર રચના અને પઠણ! વાંચવાની અને સાંભળવાની મઝા આવી.

  9. wah! still young & modern poetry,
    `Leatherna dorathi dubble civel koi geans jewo aapno sambadh`!- very good Chandrkantbhai, wanchwani
    maza aawi,dhanyawad !

  10. Thank u all for appreciating this….

    The poetry itself is so powerful…

    N i owe a lot to it as i recited it in my selection of being an rj ten years back…

    🙂

  11. So nicely rendered [BY કાવ્ય પઠન – RJ દેવકી] Modern Gujarati poem ..from Shree Chandrakant Shah… REALLY MARVELOUS !!! Thank s for Sharing…
    -La’ Kant / 3-9-12

  12. પહેલા પ્રેમની અભિવ્યક્તિનુ મઝાનુ ગીત.કાવ્યપઠન ઘણુ ભાવવાહી.

  13. પહેલા પ્રેમની યાદો ને મમળાવતું ‘બ્લુ જીન્સ” ના કવિ નું લખેલ; ફરી – બ્લુ જિન્સ ને કેન્દ્ર માં રખી રચેલ ખુબ જ સુંદર કાવ્ય વાંચવાની અને દેવકી ના મીઠા અવાજ માં સાંભળવાની મઝા અવી ગઈ

  14. wah.. CHANDRAKANT BHAI’S POETRY …MIND BLOWING AND DEVKI’S VOICE OHH MY GOD….. GREAT AS USUAL….THANKS JAYSHRE BEN…

  15. મજા આવ મનને વારે વારે સાભલવાનુ મન થાય એવો મધુર અવાજ અને સરસ કવિતા…..આ કામ ખુબ જ આગલ વધે તેવેી શુભ કામનઓ

  16. ખુબ સુન્દર.કવિતા અને પથન.જિન્સિ વાન્ચન.

    વિજય.

  17. સાવ અલ્લડ આ પ્રેમની રીત – છેક વીસ વર્ષ પહેલાના સમયમાં લઇ ગઈ
    અને ફરી પાછો અલ્લડ પ્રેમ કરવાની અદમ્ય ઈચ્છા થઇ ગઈ

  18. મહાન પ્રેમનુઁ મહાન સાતત્ય !કવિ ,તમે એક ઇચ્છા અને બે વાતો ફક્ત ના જણાવી.
    કાવ્યપઠન ઉત્તમ રીતે થયુઁ ,ભાઇએ લખ્યુઁ ને બહેને વાઁચ્યુઁ.સાભિનઁદન આભાર.

  19. કોઈપણ શેકાતાં રણ જેવા સૂકાભઠ્ઠ માણસમાં પ્રેમ જગાડવો હોય તો આ સંભળાવજો.. ગમ્મે એવા નીરસ માણસને પ્રેમ કરતો કરી મૂકે એવી પ્રેમાળ રચના અને એટલી જ પ્રેમાળ વ્યક્તિ દ્વારા કરાયેલું એનું પઠન. Simply class !

  20. પ્રેમિનિ ઓતોબયોગ્રાફિ કે જિન્સ નિ બાયોગ્રાફિ અન્ગ્રેજિ શબ્દોથિ સુશોભિત આધુનિક કવિતા . બિજિ ઘનિ આવિ જ ક્રુતિઓ વાન્ચ્વા મલે એવિ ભાવના
    કવિ ને ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *