ડો. મહેશ રાવલને એડવાન્સમાં એમના જન્મદિવસ ૪મી સેપ્ટેમ્બર પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, રોજિંદી વાતચીતની રદીફ લઈ ચાલતી આ ગઝલ વધુ સ્પર્શી જાય છે….શ્રી મનહર ઉધાસનું ૨૮મું આલબ્મ ‘અભિલાષા’માં થી જે ૨૦૧૧માં રિલીસ થયેલું….
સ્વર / સંગીત – મનહર ઉધાસ
આલબ્મ – અભિલાષા
લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !
જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !
આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !
ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !
ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !
આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !
ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !
આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !
હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !
– ડો. મહેશ રાવલ
શબ્દના હિસાબે સૂરમાં ઓછી મજા આવી.. શિરમોર જેવઓ ત્રીજો શે’ર ગવાયો જ નહીં.. અલબતા ગાયકની પોતાની પસંદ હોય.. 🙂
લો! આ પાછા વળ્યા!
હવે મનહર ઉધાસનો પરિચય બનાવી દે, તો મિત્રતા નિભાવી જાણું.
મારા જન્મદિન નિમિતે શુભેચ્છા પાઠવનાર તથા શ્રી મનહર ઉધાસના નવા આલ્બમ ‘અભિલાષા’માં લેવાયેલ મારી ગઝલ, -પાછા વળો- ને બિરદાવનાર તમામ કદરદાન મિત્રો,શુભેચ્છકોનો ખૂબ-ખૂબ આભાર.
સાથે-સાથે જયશ્રીબેનને પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.
આભાર ટહુકો ટીમ…!
ખુબજ સરસ અને સુન્દર રચના.
કેટલા બધા કારણ મેળવી આપ્યા પાછા વળવાના.
વીચારતા કરી મુકે તેટલા.
સરસ.
દેઅર સિર થિસ ગેીત ઇસ વરેી ગોૂદ સોપ્લો પ્ય ફો ં
ખુબ સરસ ગીત.. જન્મ દિવસ ની શુભેકામના …
ડૉ. મહેશ રાવળનો સુંદર ગીત બદલ આભાર.
કવિશ્રી લખતા રહે અને જયશ્રીબેન પિરસતા રહે – કવિશ્રી અને જયશ્રીબેનને જન્મદિનની શુભ કામના.
મનહર ઉધાસને પણ અભિનંદન.
કવિશ્રી ડૉ. મહેશભાઈ રાવલને જન્મ-દિવસના હાર્દિક અભિનંદન!
ખૂબ સુંદર ગઝલ અને એવી જ માતબર ગાયકી!
સુધીર પટેલ.
ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !
ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !
શ્રી મહેશભાઈ જન્મ દિવસ ખુબ ખુબ મુબારક આપ જીવનભર સાહિત્યની સેવા કરતા રહો
આપની કલમ સુંદર રચનાઓ આપતી રહે. જયશ્રી બહેન ને પણ આશીષ.
HAPPY BIRTHDAY DR. MAHESHBHAI.
PRAVIN GORADIA PARIVAR
અભિનન્દન્…
હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !
વિચાર કરજો, પાછા વળો !…કેહવુ ન પડે!
અફલાતુન ગઝલ છે. અભિનન્દન.
જન્મોત્સવની હાર્દિક વધાઇ….બન્નેને.
કાવ્ય સુન્દર …રચના રસિક..આભાર.
જયશ્રીને જન્મદિવસની અઢળક મબલખ મુબારકબાદી….
અલગ થનારાઓને ફેરવિચાર કરતા કરી દે ! એવી એક ખુબ સુંદર રચના!!!
સામાન્ય વાતચીતના શબ્દો પાસેથી પણ કેવુ સરસ કામ
લીધું છે.
જન્મદિન મુબારક જયશ્રીબેન.
અભિનન્દન્……….ગઝલ અને જ.દિ. ના
જે.ૅ કે. ના જે.કે. ..!!!
બહુ જ ભાવ-વાહી ચાલી નીકળેલ હમસફર -પ્રિયકરને સંબોધાયેલ…સમયનો તકાદો….વાસ્તવિકતા સ્વીકાર કરી ” કમ બેક માય લાવ” નું આવ્હાન આપતું. , {“આ લૌટકે આજા મેરે મિત”જેવા અર્થ-મર્મીલા સંદેશ જેવું હલાવી મૂકે એવું સરસ કર્ણપ્રિય,મુકેશનું એક જમાનાનું ખૂબ જ વખણાયેલું ગીત } ખરેખર માણી શકાયું… આનંદ….આભાર અને અભિનંદન પણ…
-લા’કાન્ત / ૧-૯-૧૨
કવિમિત્ર ડૉ. મહેશ રાવલને વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ….
વહાલી જયશ્રી ને પણ ડો.મહેશભાઈ સાથે જન્મદિન મુબારક
પટેલ
પરિવાર તરફથી
Dr. Maheshbhai Raval & Jayshreeben,
Happy Birthday to BOTH of U
કવિમિત્ર ડૉ. મહેશ રાવલને વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ… મનહર ઉધાસના આલ્બમ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન !
પણ એક વાત બીજી પણ ઉમેરવાની..
ટહુકો.કોમની જયશ્રીની પણ આજે વર્ષગાંઠ છે… જયશ્રીને પણ જન્મદિવસની અઢળક મબલખ મુબારકબાદી….
યોઉર સિદ ઇસ ગોૂદ ફોર આૂૃ આટી ળ્
કાબિલેતારીફ ગઝલ છે. આભાર ….ને …હર્દિક અભિનદન
કાબિલેતારીફ ગઝલ છે
આભાર ….ને …હર્દિક અભિનદન
ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !
બહુજ સરસ કવિતા છે