વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો
સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.
અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો
જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો
ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.
સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.
અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો
મનન કરવા લાયક પંકતિઓ ખુબ સરસ
ભિતર નિ વાત
મનોજ ખડેરિયા ની આ ગઝ્લ મા મરિઝ સાહેબ નિ વાતો પથરાયેલી લાગે છે…?
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
આલ્હાદક ચીત્ર…વાહ જયશ્રી બહેન્….
આખુ વર્ણન બેમિસાલ….
તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.
મરિઝ સાહેબ સલામ્……….
જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો. વાહ ક્યા બાત હૈ!
અટૂલા પાડી દે છે… કૈ વખત…….. પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો ………હાથ ઝાલીને…….. જરા નીકળો મરિઝ સાહેબ જિદગી ની ફિલ્સુફી બેમિસાલ્…………..
આખુ બાળપણ ઉભુ થઇ ગયુ!!!
પ્લીઝ ,મનોજ ખઢેરિયા નુ આ ગીત પતગિયુ તો ન્ર્યા રન્… આ ગિત સભાલાવ્ક્ષો…..
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
-સુંદર શેર… વાતાવરણનો હાથ પકડવાની અભિવ્યક્તિ જ કંઈ એવી નવી છે કે ભીનાં થઈ જવાય..