ખરા છો તમે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત

alone.jpg

.

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?

– કૈલાસ પંડિત
——-

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

– ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)
—- —–

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

26 replies on “ખરા છો તમે – કૈલાસ પંડિત”

  1. 323.
    In these twin compasses, O Love, you see
    One body with two heads, like you and me,
    Which wander round one centre, circlewise.
    But at the last in one same point agree.
    ઓમર ખય્યામ નિ ઇન્ગ્લિશ ટ્રાન્સલેશન મળ્યુ.

  2. આ ગઝલ પુરુશોત્તમ ઉપાધ્યાય ના અવાજ મા સામ્ભલાઈ હતેી એવુ યાદ આવે છે ઘણા વરસ પેલા.
    હજુ આવ્યા ,બેથા ત્યા ઉભા થયા,/અમારા થેી આવુ,
    ખરા છઓ તમે .

  3. પંકજભાઇ નાં એક માત્ર ગુજરાતી આલ્બમ…..
    મજા આવી.

  4. જનાબ કૈલાસ પંડિતની આ ગઝલ શ્રી મનહર ઉધાસના તાજેતરમાં લોંચ થયેલ આલ્બમ ‘અભિલાષા’ની છે જેમાં મારી લખેલી એક ગઝલ-
    લાગણી જેવું જરા પણ હોય તો -‘પાછા વળો’ને પણ સામેલ કરવામાં આવી છે જેનો મને આનંદ પણ છે અને ગૌરવ પણ્.

  5. હું એક સામાન્ય ગુજરાતી ,જેને ગઝલ ના વ્યાકરણનું જ્ઞાન નથી ,,તોય કૈલાસ પંડિતના શબ્દો ર્હદયની આરપાર ઉતરી ગયા,,,

  6. કાશ હાથ લઁબાવુ ને મારી હસ્તરેખા માઁ તારો હાથ ભળે , આથમતી હરેક સાઁજમાઁ તારા હોવાનો ખ્યાલ ભળે, તુઁ દેખાય નહી તો કેમ માની લઉ તુઁ નથી, મૃત્યુ પછી પણ છે જીવન ,જ્યારે સ્મરણોની ગલીયો માઁ તારી સાથે જ હોવાનો અહેસાસ ભળે.

  7. હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
    નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

    સરસ અભિવ્યક્તિ…….

  8. હું તમારો બહુ મોટો ચાહક છું મુકેશભાઈ.મને પહેલા માત્ર ગઝલ સાંભળવી અને વાંચવી ગમતી હતી .પણ ગઝલ સીવાય કોઇની કવિતાઓ વાંચવી ગમતી હોય તો એક તમે અને બીજા કૈલાશ પંડિત.ભગવાન કરે તમે આ જ રીતે લખતા રહો અને ગુજરાતી સાહિત્યને આવાજ કવિતા રુપી મોતી આપતા રહો.

  9. why panksj udhas has not sung many gazals in gujarati?
    he is much batter gujarati gazal singer than his brother for sure

  10. હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
    નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

    અદભૂત શેર … !!

  11. PANKAJ UDHAS NA MUKHE GAVAYELI KAILASH PANDIT NI BENMUN RACHNA CHHE. TAHUKO NE KHUBH KHUB DHANYAVAD. HU GHANA SAMAYTHI “RAJUAT” NI MP3 or C.D. SODHU CHHU SHU MANE E MELVAVA MATE KOI HEPL KARSO ?

  12. ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
    અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

    ફિરયાદ કરવાનો અનેરો ઢંગ..બહુ સુંદર

  13. આ તો અમારા જીવનમાં વણાયલું મધુરું ગીત
    આજે વારંવાર માણી મઝા આવી
    અવાર નવાર ઉચ્ચારાતી પંક્તીઓ!
    સૂરતનૂં ઘર વેચ્યા પછી એણે કહેલી પંક્તી
    હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
    નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

  14. બહુજ સુન્દર. ઘણા સમયથી આ ગઝલ સામ્ભળવી હતી, તે આપે પૂરી કરી. ખૂબ ખૂબ આભાર. એક નમ્ર સૂચન છેઃ ગુજરાતી ભાષાની શબ્દસમ્રુિદ્ધ તેની જોડણી થકી રહેલી છે. “િમલન” ના બદલે “મિલન” શબ્દ ઘણો ખૂન્ચે છે.

  15. ઘડીમાં….
    બીજી લાઈન હોવી જોઇએ-ફરીથી મનાવું, ખરા છો તમે
    સરસ ગીત

    • “હજૂ આવ્યાં, બેઠાં, ત્યાં ઊભાં થયાં,
      અમારાથી આવું!
      ખરા છો તમે!”

      આ શે’ર ભૂલાઈ ગયો લાગે છે!

      આ ગઝ઼લ પુ૦ઉ૦ પાસેથી ખાસ સાંભળવા જેવી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *