રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. અને આજકલ ભલે દિવાળીના દિવસો છે, પણ સાથે સાથે અહિં અમારા Bay Area માં ચોમાસું પણ આવું-આવું કરી રહ્યું છે..! તો એ જ બહાને માણી લઇએ આ મઝાની રચના..
(૧)
ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
તે બધું અંદર ખસેડો:
સૂક્વવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
આ કોલસાની ડોલ, સાવરણી વળી
– સળગે નહીં બળતણ, સડી જાશે સળી –
લીધું બધું ?
હાશ, હવે ભલે થાય
પ્રલે !
(૨)
આ વાદળાં આવી રહ્યાં ઓરાં
ટપ ટપ
સૂણો ફોરાં.
અગાશીમાં ચાલો
વાયરો કેવો લાગે છે
વ્હાલો !
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!
હાશ, હવે ભલે થાય
પ્રલે !
– જયંત પાઠક
I need kheti and
ખેદુત નa jivan par કવ્યો
એક કાવ્ય યાદ આવ્યુ – ” હાલો મારા શામળા ને હાલો મારા ધોળયા , આકાશે આવ્યો આ મેહુલો તુ જો.પરંતુ આખુ કાવ્ય જો કોઇ આપી શકે તો ખૂબ સારુ.
આ રહ્યું એ ગીત –
https://tahuko.com/?p=12017
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મહુલો, જી —– હાલો
તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !—–હાલો
રેખાબહેના ! સતાઁ સદ્ ભિઃ સઁગઃ કથમપિ પુણ્યેન ભવતિ /
..રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!…
sundar majana geet…
શૈલાબહેન,રેખાબહેનને નમસ્કાર !કવિશ્રેીને સલામ !
ભાઇ… આપણે તો રસહીણ નહીઁ,કાવ્યહીણ રહ્યા !
બધાઁ મને માફ તો કરશો જ ને ?….આભાર …!
મનુભાઈ તમે રસહીણ નથી અને તેથીજ સમજી શકો છો..કોઈ ગાય ને કોઈ સાંભળે તોજ મજા આવેને…?? દરેકમાં કંઈક નવીનતા.!!! તેના માટે ની દ્ર્ષ્ટી હોવી, ખુશ થાવું ને ખુશ કરવા..તે માટે પણ મોટુ મન હોવું જોઈયેને..?
પેહચાન ક્યું યે જાન હૈ? દિલમેં તો તેરી હી આન હૈ…
રેહને દે ભરમ યે માન હૈ, કદ્રદાનો કે બીચ થોડી શાન હૈ..
કવિશ્રી જયંત પાઠકને સલામ……………
બહુ સરસ અને સુંદર વાસ્તવિક કલ્પના. બસ હમણાં જ વાયરો ફુંકાય ને ટપટપ ફોરાંનો રોમાંચ માણવા મળે.
મારા “મોસમ” કાવ્યની બે પંક્તિ યાદ આવી ગઈ.
“નીતરતું એ નીર,નેવા ની ધારે ધારે,
ટપકંતા એ ટીપે ટીપે,ચાલ ને ટપકતાં જઈએ.”
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે? વાદળાં ‘નફફટ’ કહે છે?
કોણ જુએ, કોણ એને સાંભળે છે?
ટપ ટપ… કશી ટાઢક વળે છે!…સુન્દર વર્ષાગમનનું આબેહુબ વર્ણન…ધાબા પર સુતા હોઈએ ને ભરનિંદર માંથીએ ઉઠીને ભાગવું પડે..!!પણ પેહલા વરસાદની મિઠ્ઠી સોડમ બસ સુંઘ્યા જ ક્રરીએ..!!! મને મારું લખેલું ટચુકડું ગીત યાદ આવ્યું..તમારી સમક્ષ મુકું છું..!!
પરોઢનું બપોરીયું સળગ્યું’તું સવારનું, ક્યારનું અંધાર્યુ..વાદળું શું ગાજ્યું?
ડુંગર પછવાડે મેઘ-ધનુષ્ય છવાયું,મદારીના ખેલમાં મન ના મારું પરોવાયું
કળા કરે મોર..જોઈ ઘટા ઘનઘોર,ઢેલનું હૈયું પણ જરાંક વાં હરખાયું
મોરપીંછે બસ મન મારું મોહયું, સ્વપનું મિલનનું એક આંખમાં સમાયું
-રેખા શુક્લ(શિકાગો)