ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!
બર્ફીલી ચાદર હમણાં જ પથરાઇ છે જળની લહેરો પર,
એક શાશ્વત સ્પર્શનું ગીત રજૂ થાવા તત્પર છે અધરો પર,
આંખો દ્રારા અપેક્ષાઓને તાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!
પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે,
ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!
ગજબનું કાવ્ય છે. મજા આવી ગઇ. આભાર.
સુંદર મજાનું ગીત…
માણવું ગણગણવું ગમ્યું.
સરસ ગીત અને સ્વરબધ્ધ થયુ હોત તો આનંદ આનં થઈ જાત………..આભાર, શ્રી શોભિત દેસાઈને અભિનદન,,,,
અદભુત કાવ્ય !સરસ શબ્દો ! ગેીત ગવાયુઁ હોત
તો વધુ ગમત .આભાર બહેન-ભાઇનો …….
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !! ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !સુંદર ચિત્ર.આ સાથે રમેશ પારેખ ના કાવ્યો યાદ આવેીગયા.
પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે,
ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !
ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!
સરસ રચના અને સુંદર ચિત્ર…
સુ વાત , આજ વાત ને ફરિ ફરિ ચિત્ર ને બોલ પર વરિ જવાનુ મન ………………………….આભાર ……..ને ……ધન્ય્વાદ …….
આ કવિતાના શબ્દો બેનમુન છે. સન્ગીતબધ થયુ હોત તો સાભળ્વાની મઝા પડતે.
પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે,
ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!…ખુબ સરસ રચના..!
ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !આંખો દ્રારા અપેક્ષાઓને તાગે છે !સુન્દર ચિત્ર ને સુન્દર શબ્દોની સરવાળીમાં એક છોકરી કેવું અદભુત જાગે છે…!!!