આ ગીતની થોડી પંક્તિઓ તો અમરભાઇ પાસેથી એમના સ્વરાભિષેક આબ્લમમાં ઘણીવાર સાંભળી છે. સાંભળતા જ ગમી ગયેલ અને વારંવાર મમળાવવું ગમે એવી આ ગીત, બાકીનો પંક્તિઓ સાથે ગઇકાલે ગોપાલકાકાના બ્લોગ પર મળ્યું, તો થયું તમારી સાથે વહેંચી લઉં..
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;
ધૂળીયે મારગ ખુબ અસરદાર અને સરળ ભાષામાં પ્રયોગ કરી ને કવી એ એ દીવસોની યાદ અપાવી, જેવી કે એસ ટી બસના કાચ, રસ્તા ની બન્ને બાજુ એ લચી ગયેલા ઝાડ ના પાંદડા પરનો ધુળનો થર, સાવ નવા બુટ ને આઠ દસ પગલા ચાલતા જ ધૂળ સાથે ઈ ગાઢ મૈત્રી, ખાલી ખીસ્સા માં રૂમાલ ની ગેરહાજરીમાં ચહેરા પર ધૂળ નો કબ્જો, અને સાથે ખીસ્સા માં પાંચીયુ ના હોવા છતા એ અમીરી નો ઠાઠ હ્દય માં, એ ધૂળ નો સ્વભાવ અને સંસ્કૃતિ, અને ધૂળ નઈ ઉદારતા પણ કેવી? જીવન ભર ઘર ના પામનાર ને પણ ધૂળ પોતાના અફાટ વિસ્તારમાં ગમે તે જગ્યા ને વરંડો વાળી લેવાની છૂટ આપતી ઉદારતા………. વાહ મકરંદ ભાઇ તમારા કાવ્ય ને તે સમયે આવું એનાલીસીસ અમને શિક્ષકે સમજાવ્યું નહી નહી તો તમારી પ્રશંસા ક્યારનીય કરી હોત
અહિયાં કોય ગરીબ નથી .અને કોઈ અમીર પણ નાથી….
કિવ કહે છે કે …..
કવિ ને ધૂળિયા મારગ કેમ ગમે છે
i want the composition of this song.if any one knows from which album this song is plz let me i m eagerly waiting.
અદ્ભુત કવિતા…ધુળિયે મારગ વાસ્ત્વિક્મા જમીની કવિતા ચે.
ખુબ ખુબ આભાર……..
મકરન્દ દવેનુ આ ગીત આજે ઘણે વખતે વાચ્વા મળ્યુ તેથી બહુ સારુ લાગ્યુ.
મારી મનગમતી રચના…
શાળાજીવનમાં આખી કંઠસ્થ હતી અને અવારનવાર ગાતો રહેતો…
khub j sundar
આજ માર્ગ શોધિ રહયા સહુ ગુનિ જનો …………….આભ્હ્રર્……..ને ….અભિનદન્દન
ધૂળિયે મારગ – મકરંદ દવે
By Jayshree, on October 17th, 2011 in મકરંદ દવે , ગીત. ખુબ સરસ. ગીત ખુબ ગમ્યું. જીવન ની હકીકત ને ફીલોસોફી સારી રીતે કહેવાઈ છે,
સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;
ચન્દ્રકાન્ત લોઢવિયા.
આ ગઝલ નથી. ગીત છે.
આભાર અશોકભાઇ.
ખુબજ સુંદર રચના આજના સમયની એ વાસ્તવિકતા છે. પરંતુ આ બધી પળોજણ છોડી કુદરતના ખોળામાં ઝુમી લેવુ જોઈએ
ધૂળિયો મારગ હુઁ ચાલ્યો હોવાથી મારો જાણીતો છે.
કવિ મને ગમતા કવિ છે.અમથા વહાલનો અનુભવ
કોને નથી હોતો ?……આભાર બહેન-ભાઇનો ..!
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;
નદીના પાણી બોટલે ભરાયા ને ક્યાંય ન મળે ધુળિયો મારગ…
નોટ ને સિક્કા પડ્યા રહે બેંકમા ને હાથમા ઓલુ ક્રેડીટ કાર્ડ..
જમાનો કેટલો બદલાઈ ગયો ?? તોયે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ..!!
આપણા જુદા આક રાખશુ તો જ જીવન જીવવા જેવુ લાગશે. બાકી સરખામણીમા પડી ગયા તો બધુ જ ઑછુ લાગશે.
ઘણુ જાણીતુ કાવ્ય.