શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર
સ્વર : નિનાદ મહેતા
સંગીત: અમીત ઠક્કર
લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..
પગલે પગલે રજ ગોકુળની, મારગ મારગ વેરી
ગગને છાઈ ઘન વાદળીઓ, શ્યામલ શ્યામલ ઘેરી
શ્વાસ શ્વાસ થઈ સૂર મુરલીનો, વને વહે અવિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..
માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું
મ્હોર્યું, મ્હેક્યું નામ શ્યામનું, અંતરમાં અભિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..
– વિહાર મજમુદાર
ક્રિશ્નન્ના ભજ્નો મદ્યે ………યમુના જ યદો નિ દુનિયા …..મુક્તિ જયે………માધવ …….આભાર
વિહારભાઈ અમારા સંગીત શિક્ષક છે એનૉ ગર્વ છે.
માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું………
સુંદર રચના અને ગાયકી પણ કર્ણમધુર…
વિહાર્ ભાઈ તથા નિનાદ ને ખુબ ખુબ અભિનન્દન્!
માધવ ક્યાય નથી મધુવનમાં,
રોમેરોમમાં શ્યામ.
બહુજ સરસ કાવ્ય રચના.
અદભુત સ્વરાંક્ન…..
મારા મુખેથી ચાહે સાંભળવા સાહેલી માધવનુ મધમિઠું નામ…લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ…રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું…..અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ…..મ્હારા રોમરોમમાં શ્યામ..
સુંદર રચના… ગાયકી, સંગીત અને સ્વરાંકન પણ કર્ણમધુર…
શ્રેી વિહાર ભાઈ અને નિનાદ્ ભાઈ ને અમારા હાર્દિક અભિનન્દન્ ગેીત ઘણુ ગમ્યુઁ.
માધવમય બનાવતુ સંગીતમઢ્યુ સરસ ગીત……….
ગમ્યુ…સારુ ચે ..
ખુબ સરસ