આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલ

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

19 replies on “આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલ”

  1. આ વા તો વિચરો મલ્વવા શ્કય નથિ પન શુ ???????????????? આ નુ પાલન દરેક ગુજ્ર્રાતિ એ કરવુ

  2. બહુજ સુંદર રચના.સરળ જીવન અને સમતાભાવ.
    ખડક થવુ હોય તો ખડકઃ નહીતો નદી જેમ નિરાંતે વહેવુ.

  3. લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
    ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું

    life is not primarily all about give and take, it is
    about developing awarenwss of ‘self’ i.e. “who am i?”
    “why am i here?” માતે જ કવિ કહે ચે કે ‘હોવુ એ જોતા રહેવુ’ વાહ! ફ્ક્ત
    બે પન્ક્તિમા આવુ સનાતન સત્ય કહિ નાખ્યુ?

  4. ફુલડાઁને ફળમાઁ પરિણમવુઁ;વાદળને વરસી જળ બનવુઁ–
    જીવનને જનમી શુઁ કરવુઁ ?હસવુઁ કે રડવુઁ ?કોઇ કવિની ઉક્તિ.
    આ કાવ્ય ઘણુઁ ગમ્યુઁ …….આભાર !

  5. શ્રીયુત સુરેશભાઈ,

    જય હો!

    સવંદન આભાર!

    ” મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું ”
    ” લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું”— સુરેશ દલાલ

    આયુષ્યના આ મુકામે…..સરળ જીવન, સહજ જીવન માટે જરૂરી વાતો…
    આનંદ થી મનને પંપાળતા રહેવું…ખુશ રહીને અન્યનેની ખુશીમાં ઉમેરો કરવા પ્રયત્નશીલ રહેવું.

    ‘ પગલાં ભૂંસી ચાલતા થવું ‘???- આપણે તો આગળ વધતા જઈએ…એ
    પડી ગયેલાં પગલાં પાછળ આવનાર જુએ ,…..જે થાય તે ખરું!!!

    આમ સંવાદ આકસ્મિક… આનંદ…આવી આકાસ્મિક્તાનું થ્રીલ પણ…છે!

    {“૧૯૬૪-૬૫,ક.જે.સોમૈયા કોલેજ “ગુજ.હેડ.”.અમારા સાહેબ” અને મારા પ્રિય કવિ,
    આજે સવારના જ સદગત શ્રી વિપિન પરીખના પત્રો જોતાં પર તમારું ઘાટકોપર ( પુર્વ ) દેરાસર લેન પાસેનું એ સમય-કાળનું પ્રવચન યાદ આવેલું અને અચાનક આ કૃતિ સામે!!!

    “કવિતા”નો ૧૯૭૧ થી સભ્ય છું જ,શ્રી રવાસિયા પાસેથી તમારા કંઇક પુસ્તકો પણ
    મેળવ્યા છે…મારી અંગત લાયબ્રેરીમાં ઉમેરવા!!!
    હજી ૨૦-૮-૧૧ના ભાઈશ્રી હિતેન આનંદપરા ડોમ્બીવલી આવેલા ત્યારે “કંઇક” {જે નવનિતભાઈ,આશાપુરા ગ્રુપવાળા, દ્વારા મોકલેલું } તે નિમિત્તે તમને યાદ કરેલા…
    “હરિના હસ્તાક્ષર”નો કાલિદાસ,મુલુંડનો અનુભવ… વાતો… પણ સહજ યાદ આવી…} ફરીથી આભાર.

    -લા’કાંત ” કંઈક ” / ૨૭-૮-૧૧ .

  6. ખુબ જ સુદર કાવ્ય્.જિવન જિવવાનો સુદર મારગ મળ્યો…આભાર્….

  7. જયશ્રિ
    ખુબ જ સરસ કાવ્યરચના… ઉત્તમ્…
    આભાર્..
    રાજેશ વ્યાસ્
    ચેન્નૈ

  8. જીવનમા કેવી રીતે રહેવું એ આ ગીત દ્વારા કવિશ્રી સુરેશભાઈએ આપણને સંદેશ આપ્યો છે…………….. એમનો આભાર
    શ્રી જયશ્રીબેન સુંદર ગીતને અમારા સુધી લઈ આવવા બદલ આપનો આભાર્……………

  9. ..ફૂલની જેમ ખૂલવું
    અને ડાળની ઉપર ઝૂલવું
    ભમરાનું ગીત કાનમાં આંજી
    કાંટાનું રૂપ ભૂલવું…
    ..પગલાં ભૂંસી ચાલતા થવું
    પંથની ઉપર મ્હાલતા જવું
    આનંદ આનંદ વેરતાં વેરતાં
    આનંદને પંપાળતા જવું

    લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
    …આપણે આપણી રીતે રહેવું..

    સુખી થવા નો સરસ ઉપાય…

  10. ખુબ સરસ વાત કરી છે કવિએ આ કાવ્યમાં..
    ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !…

    મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
    ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

  11. જન્મભુમિ પ્રવાસીમા મારી બારીએથી વાચવા મળતુ..
    સુરેશ દલાલની રચનાઓ આગવિ જ હોય !

  12. very soul touching poem…
    when a poet is very close/too much involved in” BHAKTI” towards GOD(Eighter shrinathji/krishna/Ram/Meera/Amba/Kali…..you name it…)
    then only after Atma-gyan/true love towards any creature is developed within and therefore this type of wording is possible from poet’s heart…
    very nice sabda-rachna…
    Thank you Sureshbhai…..
    thanks jaishree too.
    Om shanti….shanti…shantihi…

  13. મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
    ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું
    આપણે આપણી રીતે રહેવું:
    અને આમ રહેવાય તો આનંદ આનંદ વેરતાં વેરતાં જિવય્.પ્રભુ આવ થવાનેી શક્તિ આપે એજ પ્રર્થના.
    સરસ બહુ સરસ જય્શ્રેીબેન.

  14. શ્રિ સુરેશ ભાઇના લેખો, કવિતાઓ અર્થ સભર અને માર્ગ દર્શક હોવાથિ ફ્ક્ત વાચવિ જ નહિ , પરન્તુ મમલાવવિ યે ગમે.

  15. Sometimes the words the poems are being felt by people in such a way that those are written for them.
    Like some real Saints while delivering the JYANOPDESH you feels many a time that he has come know the our situation and on that only The Saint is directing us by his saying at that moment.
    so, yes, good – very good postig.
    thanx.

  16. ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
    સુરેશ દલાલની કવિતઓ પણ નદીની જેમ વહેતી હોય છે.
    ખુબ સુંદર રચના

  17. આપણે આપણી રીતે રહેવું:
    ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
    લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું…… sundar shabdo….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *