કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
http://spancham.wordpress.com/2011/08/15/aniljoshi_27aug2011/

 

અને સાથે માણો એમની એક રચના – એમના પોતાના સ્વરમાં..!!

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

10 replies on “કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)”

  1. ખરેખર અનિલ ભૈ તમર એક એક શબ્દ ને માન્ય
    આ. તમરો કવિતા મ રજ્વદિ થાથ ખોૂબ ગમ્યઓ.
    સનત

  2. કવિએ ગાયુ અને લોકોએ બિરદાવ્યુ.
    વાહવાહમાં પડી ગઈ છે એક ગાંઠ,
    મને આમાં નથી સમજાણું કંઈ ખાસ

  3. ટહુકો તો જાણે મને ભુલી જ ગયો હોય તેમ લાગ્યુ, નવી કોઇ મેઇલ નહી,નવી કોઇ રચના નહી કેમ આમ? જો યાદ આવેતો અચુક સમ્બાળશો……

  4. શ્રી અનિલભાઈને સાંભળવા એ એક લ્હાવો છે, પાણીમાં ગાંઠ એ એમની અવલોકન અને કલ્પન ને સાંકળતી સુંદર રચનાં છે, આભાર ‘ટહુકો’!
    આ “જાણતલ જોશીડા (બ્રિટનના)ઘાટે પધાર્યા” છે એનો આનંદ છે, એ અહીં બ્રિટનના ગુજરાતી સાહિત્ય રસિયાઓ માટે પ્રેરક છે જ.

  5. સબંધોમા ગાંઠ પડે તે પહેલા માણવા જેવી રચના………..
    કવિશ્રી અનિલ જોશીને અભિનદન………………..
    આપનો આભાર……………….

  6. વાહ !! વાહ !!! પુરિ રચના માટે ને સ્વર માટે તો શુ કહેવુન્?.જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી….સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.આવેી કેટલઈ પન્ક્તિ મુકવિ?બુસ વાહ વાહ વહ જ્.

  7. I am extremely sorry to say that I could not make out what Sri Anil Joshi wants to convey the message through the poetry

    મારા દિમાગમાં પડી ગઈ છે ગાંઠ કોઈ છોડી આપો

  8. DEAR PANCHAM, MY BEST WISHES N CONGRATULATIONS FOR ARRANGING D PROGRAMME OF SHRI ANIL JOSHI,A VERY GIFTED POET OF OUR TIME.

  9. અત્યન્ત પાણીદાર રચના…વારંવાર સાંભળ્યા પછી યે તરસ્યા રહી જવાય એવી રચના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *