સ્વર : શુભા જોશી
રસિલાં પ્રેમીના હૈયાં
રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં
સલુણાં શામના સપનાં નજરથી ના ઘડી ખસતાં
રસિલાં પ્રેમીના હૈયાં…
પ્રીતમ જો હોય પાસે તો બધુંય વિશ્વ પાસે છે
વસે જો નજરથી દૂર એ જગત આ શૂન્ય ભાસે છે
રસિલાં પ્રેમીના હૈયાં…
પ્રીતમ ઘેલા પ્રિયાના છે પ્રિયા ઘેલી પ્રીતમની છે
પ્રીતમનું જગ પ્રિયામાં છે પ્રિયાનું જગ પ્રીતમમાં છે
રસિલાં પ્રેમીના હૈયાં…
અધુરાં એ સવાલોના જવાબો પ્રેમીઓ ખોળે
અજબ એ પ્રશ્નના ઉત્તર એ પ્રશ્નોમાં સમાયા છે
રસિલાં પ્રેમીના હૈયાં…
– રઘુનાથ બ્રહ્મભટ્ટ
વર્સો જુનુ રન્ગ્ભુમિ નુ બહુજ ખ્ય્ત્નમ ………..સરસ મન્ભવાન …………સુન્દેર …..
સરસ…..
ખરેખર…રસકવિ શ્રેી રઘુનાથ બ્રહ્મભટ્ટ….ને સલામ
વાહ શુભા બહેન્ સરસ ખુબ જ સરસ ગેીત છે. આભર.
ઘણા જ વખત પછી નાટક શાલિવાહનનુઁ આ ગેીત
શ્રી.શુભા જોશી પાસેથી સાઁભળીને ઘણો જ આનઁદ
થયો !બહેના અને અમિતભાઇનો ખૂબ જ આભાર !
ગેીતના ગાનારને પણ શુભેચ્છા સહ અભિનન્દન !
કવિવર શ્રી.રઘુનાથજીને નમસ્કાર ને શ્રદ્ધાન્જલિ !
સરસ ગિત અને શબ્દો
utkat prem nu surilaa avaajmaa gavaayelu sundar git