‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )
હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )
સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.
ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે
વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.
ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.
જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.
કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.
છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.
મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.
એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.
જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
——————-
ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.
કોઈની પણ પાસે ગુજરાતી અલભ્ય ગીતો કે નાટકની LP Records હોઈ અને તેવો મુંબઈ કે ગુજરાતમાં રહેતા હોઈ અને તેમના ગીતોની CD બનાવવા માંગતા હોઈ તો મને એ કરવામાં ઘણો આનંદ થશે. હું બોરીવલી, મુંબઈ માં રહું છું અને star_amisha @yahoo.co.in પર મારો સંપર્ક થઇ શકે.
મન વખન કર્ય વગર રહિ નથિ શક્તુ,શુ કરુ જો મને આ સન્ગઇત જોઇતો હોય ?
ખુબજ રદય્સ્પર્શિ શબ્દો…અભિનન્દન્…..
ધબકાર-મુંબઈ ની બાવીસમી માસિક કાવ્ય ગોષ્ઠી આ વખતે ‘બેફામોત્સવ’ તરીકે ઊજવવાના છીએ, ત્યારે સૌને ઓન લાઈન આ ગઝલ સંભળાવવાનો એનેરો આનંદ માણશું.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
મહેબ્દ્રકાકા- તમરો આ એક નવો ભત્રિજો તમારો આભાર માને છે
પુ.નુ સન્ગીત અને બેગમનો અવાજ !પછિ કાંઈ પુછવાપણુ હોયજ નહી.
ભરત પન્ડ્યા ( ઉમર વર્શ ૭૨) ભાવ્નગર્.
dear jayshriben,
I am very much happy to have befam sab;s ghazals.its an opportunity to get together for all gujrati people wether they are in india or outside,they will enjoy this web site with heart.
thank you very much for your great contribution for the gujrati litterature.
ખુબ મજા પદિ.
કિરિત ભગત્
રેદિઓ પર ઘના વરસ પહેલા સાન્ભ્લિ હતિ બેગમ અખ્તરનિ આ ગઝલ્.
આજે ફરિ મજા પદિ.
આભર્
કિરિત ભગત્
મે આ બેફામ સાહેબ નિ ગઝલ વાચિ અનેલખિ લિધિ. ખુબ ખુબ આભાર્ આવિસરસ ગઝલ પ્રસ્તુત કર્વ બદલ્ મને બહુજ આનનદ થયો કે દિલ મા જન્મે લાભાવો અને લાગનિઓને કવિ એ કેવો સરસ ન્યાય આપ્યો ચ્હ. અને ગઝલ ગાયકિ નિ માહારાનિ જ્યારે ગાય તો પાચ્હિ કાહેવુ જ શુ. ધાન્ય્વાદ્
Jayshriben. first time on this site. at first thought this will be samesite as others. but this is somthing. i just dont feel like leaving this site. thanks a lot.sorry i got to go and enjoy some more gazals.
Jayshreebehn & Tahuko
Wow…I had the whole Ghazal by Begum Akhtarji in one of my most precious cassettes nearly a decade and half ago … I was so so excited that I lent it to a friend (did not think of copying) … it never came back. I LOST and I have been reeling under that loss and anyone going to or coming from Gujarati, I ask them … please, please, get me that wonderful Ghazal … what a combination, Befamsaheb and Begumsaheba, what voice … TODAY, I have got back my lost possession back … Thanks (words are not enough to describe what I am feeling right now).
Himanshu Trivedi from New Zealand
Jayshreeben,
Thanks for another jem. I believe the second line of the third sher is mistyped. It should be…
“આશ માટીમા મળે છે…”
Regards,
Prashant
જયશ્રેીબેન
Thanks heaps for fulfilling my thirst for this particular Ghazal and responding to my Farmaish so very quickly. As usual, loving Tahuko more and more and it has now become part of my daily routine.
Thanks and regards.
Himanshu
Hi Jayashreeben,
This is Nehal Shah fron Bangalore. First of all my heartly congratulation for conduncting such noble activity on ‘Tahuko’. It is really boon for all Gujarati Ghazal lovers and i don’t have any words for this. Really fantastic activity and i already suggested it to so many friends and they all are enjoying this website like anything.
I have onething to say..I have soo many gujarati ghazals but i don’t know how to send it accross…Kindly inform me regarding this so other people can enjoy it.
With regards
મજાની ગઝલ… બેગમ અખ્તરની ગાયકી કોઈની વચન-ફરામોશી યાદ કરાવી ગઈ અને એક મીઠી ટીસ હૈયામાં ઊભરી આવી… મૈસુર મહેલનો આ ફોટોગ્રાફ તેં જાતે પાડ્યો છે કે?
બેગમ અખતર ની વધારે ગુજરાતી ગઝલો હોત……..
અંતિમ સ્વાસ નુ પ્રવાસ સ્થાન પણ અમદાવાદ
નિલમ ગામડિયા સાથે ની મૈત્રી પણ મારી જાણમાં છે
અલગારી સ્વભાવ અને સદાય હસતો ચહેરો જેણે
નજીક થી જોયો હશે તેઓ નો અવતાર ધન્ય થૈ ગયો
સ્વાભિમાની પરંતુ લખનવી વિવેક ની મૂર્તિ નેનમન
…..