હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે – દિનેશ ઓ.શાહ

આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..! મને તો ગીતની શરૂઆતનું સંગીત જ ખૂબ ગમી ગયું. કોયલની વાત સાથે સ્વરકારે ટહુકો પણ કેવો મઝાનો પૂર્યો છે આ ગીતમાં..! અને ગીતના શબ્દો પણ એટલા જ મઝાના છે.

બળદ વિનાનું ગાડું... Photo: discoverperiyar.com

સ્વરાંકન અને સ્વર: કર્ણિક શાહ

હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે
પ્રભુજી તારી લીલાને હું તો નવ જાણું રે! ….હે જી મારું

ગોળ રોટલો મૂકી તેં ભરી દીધું મુજ ભાણું રે
અમૃત જેવો સ્વાદ તારી થાળીનો હું માણું રે… તારી લીલાને

રુદયે ટહુકે કોયલને આકાશી રંગો લ્હાણું રે
દુનિયાના કોલાહલ વચ્ચે ગાતો તારું ગાણું રે…તારી લીલાને

ખુબ કમાયો ખુબ ગુમાવ્યું શું રે બચ્યું નાં જાણું રે
જીવનની સોનેરી સાંજે તું જ હવે મુજ નાણું રે…તારી લીલાને

સઘળી ચિંતા છોડીને કરતાલ હું વગાડું રે
તારા ભરોસે આગળ હાકું હું બળદ તું બળ મારું રે …તારી લીલાને

દિનેશ ઓ.શાહ, ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ,એસ.એ.

*****

ચલો, આજે એક pop quiz – 🙂 તમારામાંથી બળદગાડામાં કોણ બેઠું છે? હું ઘણી જ નાની હોઇશ ત્યારે કદાચ મમ્મી સાથે બેઠી હોઇશ. પણ મને તો કંઈ યાદ નથી. તમારી પાસે કોઇ સંભારણા છે વહેંચવા માટે?

29 replies on “હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે – દિનેશ ઓ.શાહ”

  1. ખુબજ સુંદર કાવ્ય, મજા આવી ગઈ.

    ગાડામાં હું પણ બેઠેલો છું. મારા ગામમાં જે મહોલ્લામાં અમે રહેતા હતા ત્યાં કેટલાક પટેલ પરિવાર પાસે ગાડા હતા એટલે ગાડામાં બેસવા ઘણીવાર મળ્યું છે.

  2. હવે તો બધિ ચિન્તા મુકિ દૈ ને, પ્રોફ્ દિનેશ્ભૈના સોજ્જા મન્ને ભાવતા Gai Ne Divaso Saras Jayye chhe !!!

    Darek Divas Dineshbhai no Janma Divas Ja Hoi,Tem Ame To Jyare Jyare Dineshbhai nu Geet Tahuko par Jova male ane Pahela Sambhali ne tarat Sukhadi Mara Srematee ne Banavavanu Kahu Chhu ane pachi Sukhadi Vahenchiye chhiea.Khushi Ma !!!
    Uttakantheswar gayela,three decades ago,from Ghameej via Bahiyal,tyare,Ratre Modoo thai gayu,chalavana honsh nohata.Rastta Ma Ek khedut ne vinanti kari ke,Ghameej utrya cheeye,kai vyavstha kari apone.Chhokrao Nana chhe,Be no chali nathi shakti.Te tya re ja khetare thi avelo and Balad ne Gade thi chhodi ne,pani ane Khana Mukato Hato.PurniMa ni Raat,chandarnu Hatu.Thodi var thobhava kahyu ne pachhi Gadu Jodyu ne Badha Betha.Gadu Hankaryu.Nalia ma zadzpa thi gadu Bhagavyu ne Ghameej Pugee gaya.Kheduta ne Mota Be Tarbuch Apya.Noto leto.Pana,Chadani Raat ni E Gada ni Musafari,jeevan nu Meethu Sambharnu Chhe!!!
    Aa Dinesh bhai No Atma ja koi Judi Mati no Banelo Chhe!!!

    Long Live ..Hug You Dineshbhai !!!!!!!!

    25th August 2012………URN

  3. ગડા મઆ તો હુ પન બેથો છુ.યાદ આવે છે મારા દાદાના મિત્ર ના ઘરે પોક ખાવા ગયા હત્તા.ુ તો આગલ આને પાછલ એમ બે બજુ લગાદેલ બલદ વાલા
    ગાડા મ બેથો છુ. ટ્યરે બહુ નનો હતો અન્એ આવિ બે બજુ બલદ વાલિ બલદ્ગગાડિ જોઇ બહુ ખુશ થ્યો હતો.
    દિનેશભઈએ કાવ્યનિ શરુઅત્મો બલદ અન્એ અન્ત્મ બલદ શબ્દને બ્હુ ચતુરાએ પુર્વક વાપર્યો છે. શરુઆત મા બલદ વિનનુ એતલેન્તે કોઇ બલ આપ્નર નથિ.પરન્તુ અન્તે તેમને આ બલ આપ્નાર કોનછે તે સમજ પદે છે. બલદ શ્બદ નોઆ ર્થ જ એ છે કે જે બલ આપે તે બલદ. સન્સ્ક્રુત મા શબ્દારથ જ એ છે. આને આપ્ણા ને બલ કોન આપે છે? એ પરમ તત્વ્નુ બલ જ છે ને? કેનોપ્નિશ્દ નો એ શરુઆત નો ચોતદાર્ પ્રાશ્ન ભુલિ ગયા? કોના થિ પ્રેરાએને આ મન પોતાના વિશ્યોમા લાગે છે? કોનાથિ પ્રેર્રાએને પ્રાણ ચહાલે છે? કોનાથેઈ પ્રેરૈએ ને માણસો વાણ્નિ બોલે છે? કોના થિએ પ્રેરૈએને આખો જુઅએ છે અને કાન સાભલે છે?

  4. હિન્દ ના વિભાજન પેહેલા ૧૯૪૬ મા હુ ડિસા(ઉ.ગુજરાત)મા હ્તો ત્યારે ગાડા મા બેસિ નિશાળે જ્તા. અડથો ક્લાક નો રસતો ગિત અને ક્વિતા બોલતા અને બળધ ને પણ સભળાવતા ૧૯૪૭ મા વિભાજન થતા કરાચિ મા માતાપિતા સાથે આવિગ્યો આજે ગાડા ઉપર આ ગિત વાચિને એ દિવસોનિ યાદ તાજિ થઇગઇ એ દિવસો ચિરકાળ યાદ રહેસે જિવ્ન તો વ્હેતિ સરિતા જેવુ છે પણ એ મિઠિ યાદો કેમ વિસરિ શ્કાય્? બળધ રુમ જુમ કરતો દોડે અને ઘુઘ્રા નો એ રણકાર આજે પણ કાનમા ગુજે છે.વિતેલા એ દિવ્સો કેટલા મ્ધુર હ્તા. અને આજે વેરઝેર.કાશ એ પ્રેમ અને નિખાલસતા ફરિ પાછિ આવે હિન્દ્-પાક વચે મન મેળ થાય તો આઝાદિ ના મિઠા ફ્ળ માણિ સકાય. અને બેય દેશોનિ પ્ર્જા સુખિથાય આ ભવ્ના બેય દેશોના નેતાઓને કોણ સમજવે ?

  5. જીવન યાત્રા ના ગાડા વિસય પર, ફેસબુક ની મારી પોસ્ટ મા, આ ગીત ની લીંક અને ફોટો વાપર્યો છે.

  6. ભાઈશ્રી દિનેશભાઈને તેમના જન્મદિન નિમિત્તે અનેક અનેક અભિનંદન સહ પ્રભુ તેમને ખૂબ તંદુરસ્તીભર્યું દીર્ઘાયુષ્ય બક્ષે એ હાર્દિક શુભેછા.
    કવિતા અને કવિ જગતમાં તથા ભારત ખાતે સાયંસ એકેડેમીના ક્ષેત્રમાં દિન પ્રતિ દિન શ્રેષ્ઠતા તેઓ પ્રાપ્ત કરે એ પ્રભુને પ્રાર્થના.
    હકીકત છે કે દરેક માનવનું જીવન ગાડું ઈશ્વરને ભરોસે ચાલે છે.

    મોટીબેન ( પદ્માબેન ), જીજાજી ને પરિવાર

  7. શ્રી દિનેશભાઈને જન્મ દિન મુબારક.સાથે એમનું બળદ વિનાનું(અને બળદ વાળું) ગાડુ સાથે એ ગીતનાં સુંદર શબ્દો અને લય સંગીત ગમ્યું.
    ખેડુતનો દિકરો બળદ ગાડાને શી રીતે ભૂલી શકે?બળડ ગાડું યાદ આવે એટલે બાળપણ અને બળદ ગાડાનાં હાંકેડુઓ ચુનીલાલને ગોપાળસિહ યાદ આવે.બીજું બધું ઘણુ ખેતરો, લચેલો જુવાર કપાસ અને મગફળીનો પાક યાદ આવે.
    હવે તે બળદઅને બળદ ગાડુંયે નથી અને જુવાર કપાસ,મગફળીનાં ખેતરોયે નથી.જમીનો ભાઈ બહેનોમાં વ્હેંચાય ગઈ.શેરડીઅને કેળાંના જંગલો ઉગી નીકળ્યા.ત્રેકટરો,મોટર સાઈકલ અને ક્યાંક કારો આવી ગઈ..
    પણ સ્મૃતિનાં ખેતરમાં હજી બળદ ગાડું,હળ,જુવાર,કપાસ,મગફળીનાં ખેતરો રમેછે.
    આભાર ઘણો આભાર ગીત સર્જક,ગીત ગાયક અને ટહુકાનો.
    મુહમ્મદઅલી વફા

  8. શ્રી ગણેશાય નમઃ
    હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે
    પ્રભુજી તારી લીલાને હું તો નવ જાણું રે! ….હે જી મારું
    ખુબ કમાયો ખુબ ગુમાવ્યું શું રે બચ્યું નાં જાણું રે
    જીવનની સોનેરી સાંજે તું જ હવે મુજ નાણું રે…તારી લીલાને
    દિનેશ ઓ.શાહ, ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ,એસ.એ.
    દિનેશ ભાઇઅની આ કવીતામાં જિવનનું સાતત્ય પ્રગટ થયું છે,આખું જિવન
    ઢસારડા અનૅ સંગ્રામ કર્યા બાદ જિવનનું અગમ્ય સત્ય જિવનની સોનેરી
    સાંજે કવીતાની ઉપલી કડીઓ જેમ સમજાય છે કે ઇશ્વર એકજ આપણને કામ
    આવે તેવી મુડિ છે જે નિર્વાણ પથની સફરમાં કામ આવસે, દિનેશ ભાઇ ખુબ સુંદર કાવ્ય રચના અભિનંદન,
    કવીતાના ભાવ સાથે સંગીત અને કંઠ્નું માધુર્ય પણ સચોટ રીતે અભિવ્યક્ત
    કરવા માટે ભાઇ કરણીક શાહને પણ અભિનંદન અભિનંદન.
    જ્યારે ગાડાની વાત નીકળી છે ત્યારે બધા પ્રિયજનોની જાણ માટે જુના
    વખત માં મારા જાણવા મુજબ પાંચ જાતનાં વાહનો હતાં
    ૧) ગાડુંઃ ગુજરાતમાં ગાડું લાંબુ અને બે બળદ નું હોય છે
    ૨) ડમણીયું ઃ ડમણીયું ગાડા કરતાં નાનું અને આકારમાં
    ચોરસ અને બે બળદ સાથે હોતું.
    ૩) એક્કો ઃ આકારમાં ડમણીયાજેમ ચોરસ પણ એકજ બળદ હોય,
    ૪) માફો ઃ આકારમાં ડમણીયાજેમ ચોરસ પણ ઉપરથી ઘોડાગાડી
    જેંમ કવર કરેઅલું હોય અને બે બળદ સાથે હોય.
    ૫) વેલ (વેલડી)આકારમાં ડમણીયાજેમ ચોરસ પણ ઉપરથી ઘોડાગાડી
    જેંમ કવર કરેઅલું હોય અને બે બળદ સાથે હોય.પણ ઉઅપરથી ખુબ
    શણઘારેલી મંદીરનીજેમ ઘુંબજ આકાર અને આગળ પાછળથી બંધ હોય
    પણ પાછળના ભાગમાં પ્રવેશ માટે બારણું હોય.અને આ વેલ નો ઉપયોગ
    પરણેલી કન્યાને વરાવામાં થતો,એટલે પરણેલી વહુને સાસરે મોકલવામાં
    થતો.
    આમ અવૈવિધ્યપૂર્ણ આપણો વાહન વ્યવહાર અને આનંદ દાયકા હતો
    એતો જેણે માણ્યું હોયતે જાણે, લગ્નવેળા જાનમાં જવાનો આનંદ અનેરો
    અને માણવા જેવો હતો.
    અભિનંદન અને જન્મ દિવસની શુભેચ્છાઓ.
    રમેશ પટેલ (પ્રેમોર્મિ)

  9. My God!!!!!!!!!
    Song was very good by Dineshbhai and Jaykant Jani too
    …and all above posts /comments / smarano……VERY VERY MUCH ENJOYED….
    Reminded me about my cart savari too in childhood….

  10. એટલુ તો ખબર છે હોં..! અતુલમાં ધાબાવાળા ઘર તો નો’તા, પણ જેના પર ચડવાની થોડીઘણી પણ શક્યતા હોય એવા કોલોનીના બધા જ ઝાડ પર ચડ્યા છીએ.! પણ ઝાડ પર પકડીને પકડીને તો ફક્ત ચડવાનું જ હોય ને, ઉતરવા માટે તો…

  11. જયશ્રીબેન સાંબેલા થી મસાલા નહીં પણ ચોખા છડવા પડતા’તા ત્યારે સારા ચોખા પર સરકાર મંદી હતી. હવે પાપડની વાત તમે લખી તો ચોખા ના પાપડ સુકાવવાનો ફાળો અમારે માથે, પણ એને ઉંધા કરવા જાતા બે ચાર તુટી ગયા’તા તો ખાવાની મજાય અમને મળતી…પેલા ચીનાઈ માટીના બાટલામાં બા ગોળકેરી ને બીજામા લીંબુ-મરચા ખાટા પાણીમા નાખતા તે યાદ આવ્યુ..ને હા પહેલી વાર સુપડાથી ઝાટકવાનુ કામ મળ્યુ ત્યારે પાછળ ઉભેલા બા ને મોટે થી હસતા સાંભ્ળ્યા કેમકે સુપડામા તો બધુ એમનુ એમજ હતુ પણ મારી કમર ગોળ ગોળ ફરતી’તી..જોકે ત્યારે સાચે કમર પણ હતી..!!અને ધાબા ઉપરથી ભુસકા પણ્ ઘણા મારેલા..હવે પુછશો નહીં કે ભુસકા એટલે શું?

  12. રેખાબેન… આ હા હા… કેટકેટલું અમે miss કર્યું છે..! મોર તો કેટલો વ્હાલો, પણ ભાગ્યે જ જોવા મળતો. વર્ષો પહેલા એકવાર સિલવાસા એક બગીચે ફરવા ગ્યા’તા – ત્યાં થોડા મોર હતા, અને એક મોર એવી મઝાથી કળા કરતો હતો – ૨-૩ કલાક સુધી બસ એને જોયે જ રાખ્યો..!

    અને હા – સાંબેલાથી મસાલા તો નહીં – પાપડનો લોટ ઘણો ખાંડ્યો છે. વેકેશમમાં ફોઇ ઘરે આવે થોડા દિવસ – તો પાપડ નો પ્રોગ્રામ થતો – અને થોડી નાની હતી – તો યે એટલી મઝા આવતી ખાંડવાની કે ક્યાં તો નીચે બેસવાનું, ક્યાં તો ઉભા રહીને સાંબેલું પકડવાનું – બે માંથી એક તો હું જ હોઉં!

  13. ખુબજ સુંદર જયશ્રીબેન… ખુબ જ ગમ્યુ આ સૂર અને શબ્દનો સુભગ સમન્વય…
    જ્યારે મારા દાદા હતા ત્યારે એમણે બળદ અને ગાડુ રાખ્યા હતા…
    એક બળદનું નામ ધોળીયો અને બીજાનું માંકડો…
    શું મજા આવતી દાદા સાથે બેસીને વાડીયે જાવાની…
    હવે તો અમારા સૌરષ્ટ્રમાં પણ બળદ ગાડાને લોકો ભુલતા જાય છે અને ટ્રેકટારો આવતા જાય છે…

  14. me to gandu chalavelu che .!!
    ane ha!!!
    jyare jyare diwali na vaction ma hu ghare jav chu tyare tyare hu mara pariwar jano sathe wadi e javu chu ane gandu hun j chavu chu!!

    ane ha !!!!!
    aa vat to karva ni rahi gay j !!!!!

    hu mara mitro sathe balad gandu kay ne ratre program karvwa jaiye j khub j maja ave

    mara ghare j balad gandu che !!!!!!!!!

    tema besva ni maja j kayak or j che (;’)

  15. ઘણૂ સરસ ગીત અને સુન્દર સન્ગીત – દિનેશ અન્કલને વર્ષગાંઠે ઘણી ઘણી શુભેચ્છાઓ…

    આ ગીત સાથે સાથે આપ સર્વે મિત્રોના અનુભવો અને અભિપ્રાયો (“POP-Quiz”) વાંચવાની પણ મજ્હા આવી. રેખાબેન શુક્લની post વાંચીને તો ભુતકાળ્મા સરી ગયી! કોલેજમા હતા ત્યારે St. Xaviers College માથી મિત્રો સાથે પ્રવાસે નિકળ્યા ત્યારે મોડાસા પાસે ના સરડોઇ ગામે ગાડામા બેસેલા – તે દિવસોની યાદ આવી ગઈ. હા, સાંબેલાથી મસાલા તો નથી ખાંડ્યા પણ મારી મા અને દાદીબા નાનકડી ઘન્ટિમા રઐ અને મેથીના કુરિયા બનાવતા, સુપડા અને ચારણાથી અનાજ સાફ કરતા – અને ખાસ તો સુપડામા રાઈના દાણા દોડવતા તે હજુ પણ બરોબ્બર યાદ છે.
    મોરબી ગામમા ઘણા વરસો રહ્યા એટલે મોરને ચારો પણ નાખ્યો છે – અને મચ્છુ નદી ને કાંઠે વિરડા પણ ગાળ્યા છે…

  16. નાની હતી ત્યારે મેંય ગાડું ચલાવ્યું’તુ હોં… 🙂

    દિનેશ અંકલને વર્ષગાંઠની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.

  17. દિનેશ ઓ.શાહ, ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ,એસ.એ.

    આપનુ ભજન ગમ્યુ
    નરસિંહ મહેતા નો વર્ડ પાવર આપની કલમ મા છે
    અભિનંદન અને જન્મ દિવસની શુભેચ્છાઓ.
    જયકાંત એન જાની, પારસીપેની ,ન્યુ જર્સી , યુ,એસ. એ
    તમારુ ભજન અમેરીકન માહોલમા લખવા
    પ્રયત્ન કર્યો છે
    કદાચ આપને ગમશે.

    હે જી મારું જોબ વિનાનું અટક્યુ અમારૂ ગાડું રે
    ઑબાજી તારી મંદી ના માહોલ ને હું તો નવ જાણું રે! ….હે જી મારું

    પિઝા બર્ગર મૂકી તેં ભરી દીધું મુજ ભાણું રે
    ફાસ્ટ ફુડીયો સ્વાદ તારી પ્લેટોનો હું માણું રે… તારી મંદીને

    આંખો થી ટપકે આંસુ ને વિન્ટરે સ્નોનુનુ લ્હાણું રે
    મન ના કોલાહલ વચ્ચે ગાતો સ્વદેશનુ ગાણું રે…તારી મંદીને

    ઓછુ કમાયો ખુબ ગુમાવ્યું શું રે બચ્યું નાં જાણું રે
    જીવનની ઢળતી સાંજે તું જ હવે મુજ છાણું રે…તારી મંદીને

    સઘળી ચિંતા છોડીને મન વતન હું ભગાડું રે
    તારા ભરોસે આગળ હાકું કેમ હું બળદ ગાડુ રે …તારી લીલાને

  18. યુથ હોસ્ટેલ ના ઉપક્ર્મે આપણી આ વિરાસત ને આન્તરરાષટરેીય બુલોક કાર્ટ ટ્રૅકિન્ગ્ના પ્રોગ્રામ તરિકે મુકવાનો પ્રયાસ સાસણ ના રુટ પર કર્યો પરન્તુ સન્જોગોવશાત શ્ક્ય ન બન્યો .
    અફ્સોસ થયો કે શક્ય ન બન્યુ.ખેર પ્રયત્નો ચાલુ જ રહેશે.
    ANANT PARMAR
    JAMNAGAR

  19. અને હાં….શ્રી દિનેશભાઈ ને જન્મ-દિવસ ની ખુબ-ખુબ શુભેચ્છાઓ…. ને આવો “ગાડાં” નો વિષય લાવી ને જુની યાદો તાજી કરાવવા બદલ ખુબ-ખુબ આભાર તમારો ને આ “POP-Quiz” વાળી જયશ્રી નો….ખાસ….!!!!

  20. શ્રી જયશ્રી….. હા મારી પાંસે ગાડા નાં ઘણાં સંભારણા છે. નાના હતા ત્યારે ગાડા માં ખુબ બેઠાં છીએ.. અમારું નાનુ એવું રળીયામણું “ઢાંકણીયા” નામનુ પંચાળ-પંથક નુ,માં ચામુંડા નાં ચોટીલા ની બાજુનુ ગામ, અમારી વાડિ માંથી ચોટીલા ચામુંડા માં નો ડુંગર દેખાય. અમે મુળ ગામ ધણી, તે બધી જ ખરીદી ચોટીલા,ભગત-નુ ગામ , સુરેન્દ્રનગર , વગેરે નાનાં-મોટાં શહેર માં કરવા જવાનું થાય….હું દરેક વેકેશનમાં ગામડે જતો, નાની મોટી બધી મુસાફરી ગાડાં માં થતી….સીમાડે દુર નાં ખેતરો માં ગાડા માં બેસી ને જતા. ગામ થી દુર ત્રણેક કિલો મીટરે બસ – સ્ટોપ…..!!!. કોઇ મહેમાન કે સગું-વ્હાલું આવે ત્યારે…પિતાજી ગાડું જોડી ને મહેમાન ને લેવા/આવકારવા અવશ્ય જતા ને તેમની સાથે હું પણ ગાડાં માં બેસી ને અવશ્ય જતો. ખરૂં કહું જયશ્રી….એ જે ગાડાં માં મજા આવતી હતી ને જે આનંદ આવતો તે અત્યારે મારી “AUDI-A4” ને “Camry-2.2i” માં પણ નથી આવતો…. કશુંક મેળવી ને ઘણું બધું ગુમાવ્યુ હોય એવું લાગે છે. અછત નાં ને સગવડતા વગર ના એ દિવસો માં આનંદ-ઊત્સાહ , લાગણી , પ્રેમ , ભાવનાં , માંણસાઈ ,હ્ર્દયનો ઉમળકો , કૌટુંબીક-ભાવનાઓ ,સ્નેહ-નીતરતી વ્હાલપ ,વિશાળ-હ્ર્દય,પોતીકા-પણું , નિર્દોષ-હાંસ્ય એ બધું ખુબજ પ્રચુર માત્રા માં હતુ. આજે આધુનિકતા નાં આવરણ માં આપણે… ભૌતિક-પ્રગતી તો ખુબ કરી પણ, હ્ર્દય-ગત અધોગતી કરી…. માણસ-માણસ વચ્ચે કાંટાળી દિવાલો ઉભી થઈ , પ્રેમ નાં તોલ ગયાં ને પૈસા નાં તોલ આવ્યાં…. ખાન-દાની,આબરૂં,મર્યાદા,લજજા ગયા ને સાવ લુખ્ખી સ્વછંદતા આવી…સ્ત્રી એ પુરુષ ની હરીફાઈ માં ઉતરી ને પોતાનું લાવ્ણય-ને-સૌમ્ય સ્ત્રીત્વ ગુમાંવ્યુ…. પુરુષ વૈભવ માં ડુબ્યો ને પોતાનું પૌરુષત્વ ગુમાંવ્યુ , બાળકો બિચારાં ટી.વી.- ગેઇમસ નાં રવાડે ચડી ને બાળ-પણાં નો સાવ નિર્દોષ આનંદ ગુમાવ્યો….!!!. ભણતર માં પણ દબાણ , ગળાં-કાપ હરી-ફાઈ આવી, બિચારાં બાળકો નાં વજન કરતાં વધારે સ્કુલ-બેગ નું વજન…!!!!. આપણી આધુનીક શિક્ષણ-પધ્ધતી પણ માત્ર ભૌતિક-જ્ઞાન લક્ષી….નોલેજ વધારો નો ભરપુર મારો… મને બતાવો આ વિષ્વ ની એક પણ યુનિવર્સીટ માં હાલ આંતરીક-ગુણો ને ખિલવવા માટે નો એક પણ પિરીયડ લેવાતો હોઇ…!!! જયાં પ્રેમ નું ને માંણસાઈ નું સિંચન થતું હોઇ….!!!! જ્યાં ધર્મ એ શિક્ષણ નોં પ્રાણ હોઇ ને વિજ્ઞાન એ શિક્ષણ ની પરિધી હોઇ…!!!. હા…જિવન માં આધુનીકતા જરુર હોવી જોઇએ પણ એ ધર્મ ની મર્યાદા વાળી હોવી જોઇએ…. હું આધુનીકતા નો વિરોધી નથી….પણ ધર્મ-વિહીન ને સારાં-નરસાં ની સભાનતા વગર ની આધુનીકતા નો પાક્કો વિરોધી છું. તો વિચારો મારા સુજ્ઞ ને જ્ઞાની મિત્રો… આપણે…ગાડું ગુમાંવી ને શું-શું મેળવ્યું…????. ઘણું બધું લખવું છે ને કહેવું છે….પણ વધુ આવતા અંકે….!!!! જો કયારેક વળી પાછી જયશ્રી આવી “POP-Quiz” મુકેતો…!!!. ખરું કે નહી જયશ્રી….?????.

  21. જયશ્રિ અને અમિતભાઈ, નદિયાદથી મારો ખુબ ખુબ આભાર સ્વીકારશો. આ ગીતની પ્રેરણા મને નરસિંહ્ મહેતાના પ્રભાતિયામાંથી મળેલી. તેમાં હું કરુ હું કરુ એજ અગ્નાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે..વાક્યમાથી થયો. ત્યારે મને લાગ્યુ કે આપ્ણે એવો જ વિચાર કરીએ કે આપણું ગાડું બળદ વગર્ જ દોડે છે તો પછી શ્વાન કે બળદ કોઇના અભિમાન નો પ્રશ્ન જ ઉભો ના થાય. આવા મનોમંથનથી લખાયેલુ આ ગીત સૌને ગમશે તેવી શ્રધ્ધા છે. આ ગીત અમારુ નેનોટેકનોલોજી સેટંર જે રીતે તૈયાર થઈ ગયુ તે વાત પણ આ ગીતમાં વણાઈ ગઈ છે. ફરીથી ખુબ ખુબ આભાર કર્ણીકભાઈએ દીલ નીચોવી સંગીત આપ્યુ છે.

    દિનેશ અંકલ, નેનોટેકનોલોજી સેટંર,ડી ડી આઈ ટી
    નડિયાદ, ગુજરાત

  22. Many many happy returns of the day to Dineshbhai.

    બળદગાડાની સહેલ કૈક ઔર જ હોય છે. નજીકના બસ-સ્ટેસનથી મારા સાસરાના ગામે પહોચવા ઘણી વખત એ લહાવો લીધો છે.

    એ ગાડાની સહેલ,એ સીમ,એ રોટ્લાનો સ્વાદ..આ ગીતે એ બધુ યાદ કરાવી દીધુ.

    Thanks jayshree.

  23. શ્રી દિનેશભાઈને જન્મદિન મુબારક…!!ગાડા માં બેસવાની મજા અલગ છે પણ આપણામાંથી ઘણા વિક્ટોરિયામા(ઘોડાગાડી કરતા પણ્ જુન વાહન) પણ નહી બેઠા હોય બરાબરને!!!!પણ્ આવુ જાતે બનાવીને પ્રદર્શનમા મુકેલુ મમ્મીએ ગાડુ,ખેડુત ને તેનુ પરિવાર,ભારો ઉંચકીને જાતી સ્ત્રી,ખેતર-ઘર ,સુન્ડલા બનાવતી સ્ત્રી,રેંટિયો ચલાવતી સ્ત્રી વગેરે વગેરે ના પહેરવેશ ને આભુશણો થી તૈયાર કરેલુ ૩ રુમની દિવાલો તરફ લાંબા ટેબલ પર મુકેલુ પ્રદર્શન ને બાળકો તેમજ તેમના વાલીઓ જોવા આવેલા ને બધાએ ખુબ વખાણેલું તે આ ગાડુ આજે શિકાગો માં બેઠાં યાદ આપી ગયું…અહી જ્યારે ગાડામા બેસવાની pop-quiz ની વાત થઈ એટલે યાદ આવ્યુ કે સાંબેલાથી કેટલાયે ખાંડ્યુ હશે? ઘરે નીચે બેસીને ઘ્ંટીપર કોણે દળ્યુ હશે? અરે
    છાપરે આવેલ મોરને ખોખા (શિંગદાણા)કોણે નાખ્યા હશે? ભોગાવાની પાદરે વિરડો કોણે ઉલેચ્યો હશે?…અરે વિરડો એટલે શુ તે પણ ઘણાને ખબર નહીં હોય…!!! આવી pop quiz ની પણ જરુર નથી લાગતી..????.મને લાગે છે ઘણા બધા પોતાને ગામે ચાલ્યા ગય કે શું?પણ આ બધુ યાદ આપણા જયશ્રીબેનને લીધે…ટહુકા ને લીધે જ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *