દરિયા સાથે દોસ્તી મારી – સુરેશ દલાલ

ઘણીવાર કોઇ કવિતા.. કોઇ શેર વાંચીને થાય – અરે! આ તો મારી જ વાત…. પણ આ ગીત માટે તો ૧૦૦% નહી, ૨૦૦% એવું જ થાય… આ એક ગીત સાથે તિથલનો દરિયો. અને બીજું કેટકેટલું એક સાથે યાદ આવી જાય..!

સ્વર – સ્વરાંકન : નયનેશ જાની

દરિયા સાથે દોસ્તી....  Mendocino Coast, CA - Nov 2008
દરિયા સાથે દોસ્તી.... Mendocino Coast, CA - Nov 2008

દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો,
છલાંગ મારતાં ઝરણાં સાથે હું તો ગીતો ગાતો.

લીલાંછમ આ વૃક્ષો વ્હાલાં
પ્હાડો મારા ભેરુ,
વ્હાલું મને લાગે કેવું
નાનું અમથું દેરું.

આંસુઓની પાછળ જઈને કયારેક હું છુપાતો,
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો.

ફૂલ ને ઝાકળ, દળ વાદળ
ને હર્યુંભર્યું આ ઘાસ,
મારો સૌની સાથે કેવો
સહજ મળે છે પ્રાસ.

સરોવરના આ હંસ કમળની સાથે કરતો વાતો,
દરિયો સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો.

– સુરેશ દલાલ

17 replies on “દરિયા સાથે દોસ્તી મારી – સુરેશ દલાલ”

  1. આ ખરેખર સરસ અદ્ભુત વ્ય નેી રચ્ના. એક વાર જોવાનિ ક વાચ્વાનિઇ ઇચ્હા થૈ જ જય્.

  2. વાહ. સરસ. સુરેશભાઈ તો હંમેશા વાગોળવા ગમે તેવા શબ્દોની પટારી સાથે ઉભા હોય..તૃપ્તિ જ આપે. ને આવી મજાની વાત માં તમો ઉત્તમ વાહક,,thnx ever.

  3. જયશ્રીબેન,
    દરિયા સાથે દોસ્તી મારી – સુરેશ દલાલ
    કવિ કલ્પી શકે પણ દોસ્તી માટે બંન્નેના હાથ અને સાથ ભેગા થવા જરૂરી છે તે વાસ્તવિકતા નો ઇન્કાર કોઈ ન કરી શકે.જાપાનના દરેક ટાપુઓને દરિયા સાથે જન્મ થી જ દોસ્તી છે. પણ કોણ જાણે દરિયાને વિફરવાનું કેમ મન થયું. પણ ભલી માણસ જાતે દરિયાને તોફાની ન કહેતા તેનું સુંદર નામ આપ્યું “સુનામી” ઝરણાં સાથે છલાંગ મારી શકાય પણ પાણી છલાંગ મારે તો તેની સામે શું થઈ શકે? લાચારી……હવે જાપાનનો કવિ કેવું ગીત બનાવશે તે કલ્પના કરવી મુશ્કેલ છે.
    બાકી જાપાનના દરિયાએ તેના પાણી નું તો પાણી બતાવી દીધુ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. “દરિયો સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો”

    જન્મજાત કવિશ્રી સુરેશ દલાલની કવિતા અફલાતુન જ હોય છે. આ પણ સુંદર કવિતા છે.

  5. દારેસલામમા રેહનારા જ્યારે નાના દરિયા ને મોટા દરિયાની વાતો કરે ત્યારે સાલૂ જેલસ થયા વગર રેહવાય નહી… થાય કે દરિયા કિનારે મોટા થાવૂ તે અનેરો અનુભવ હશેજ !!!..તે વાતને અહીશ્રી સુરેશભાઈયે ખુબ સુન્દર ગીતમા લખી છે ….
    દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો,
    છલાંગ મારતાં ઝરણાં સાથે હું તો ગીતો ગાતો.
    સમુદ્ર કિનારે મોજ માણ્વાનો અનેરો આનંદ અહી માણ્યો…

  6. છલાંગ મારતા ઝરણાં સાથે હું ગીતો ગાતો,
    શ્રી સુરેશભાઈ જ કહી શકે, સો સો સલામ્,
    સરસ સ્વરાંકન, કર્ણપ્રિય સંગીત, આનદ આનદ થઈ ગયો,

    ખુબ આભાર….શ્રી જયશ્રીબેન………

  7. ખુબ જ સરસ કવિતા…like my own words. I really like it very much. This whole nature is my friend but I never explain like this.Wonder full.

  8. બહુ સરસ વાત . દરિયા નિ દોસ્તિ . Height of imaginations.

  9. CHI. BEN JAYSHREE ANE AMIT BHAI…I WAS WATCHING AND LOOKING AND WAITING FOR YR …ITEM..AND I GOT “DARIYA SATHE DOSTI MARI…”SURESHBHAI ,NAYNESHBHAI…CONGRATULATION….SUPERB…RUNNING AND EXITING MUSIC COMPOSITION AND V O I C E ..SIMLY WONDERFUL..MY REGARDS TO TEAM TAHUKO ALSO I AM SURE EVERYONE WILL LIKE THIS AND WE R GOING TO LISTEN THIS …AGAIN AND AGAIN SEVERAL TIMES…I REMEMBER CHOWPARI!S HOSPITAL WHERE I WAS BORN 79 YEARS AGO & MORBI CITY…MACHHU RIVER!S FLOWING WATER..I CAN NEVER FORGET..I WAAS LOST ..IN MY PAST LIFE OF CHILD HOOD…THANK YOU ….JSK.RANJIT 12 .20 A.M.24.3.11.THURSDAY…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *