હતી રાત થોડી અને વેશ ઝાઝાં – રવિ ઉપાધ્યાય

ગાયક : આશિત દેસાઇ, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…

ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

શબ્દ રચના: રવિ ઉપાધ્યાય (http://raviupadhyaya.wordpress.com/), ગાયક : આશિત દેસાઇ, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા : ડો. જગદીપ ર. ઉપાધ્યાય. ઓડીયો / વીડીયો સીડી ” મંઝિલને ઢૂંઢવા…”

10 replies on “હતી રાત થોડી અને વેશ ઝાઝાં – રવિ ઉપાધ્યાય”

  1. અસમ્ભવમ હેમમ્રુગસ્ય જન્મ, તથાપિ રામઃ લુલુભે મ્રુગાય

    પ્રાયઃ સમાપન્ન વિપત્તીકાલે ધિયોપિ પુમ્સામ મલિનીમ ભવન્તી

  2. યાશિતદેસાઇ નુ સિન્ગિન્ગ બહુજ ઉતમ છે… હજી સરસ ભક્તિ પદો બન્તાજ રહે તેવી શુભ ભાવના…

    રાધેશ્યામ

  3. હજું જીવવુંને જીરવવું’તું બાકી,
    હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
    પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
    જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

    Very nice.. Words are touching the heart.
    A commited poet writes till the end of his life.
    End of life is in God’s hand.

  4. સાંભળવામાં મજા આવી ગૈ. શરુઆતમાં વિવેચન પણ યોગ્ય.સરસ શબ્દો, ગમી જાય એવી બંદિશ અને કર્ણપ્રિય ગાયકી ઉત્તમકક્ષાનાં રહ્યાં.
    જયશ્રીબેનને આપણી ગુજરાતી ભાષાની આવી સુંદર કૃતિ મૂકવા માટે ધન્યવાદ.

    રતિલાલ વોરાના જય શ્રીકૃષ્ણ

  5. હજું જીવવુંને જીરવવું’તું બાકી,
    હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
    પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
    જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

    હું સ્વ. રવિભાઇને ઓળખતો હતો. એના જેવા જન્મજાત કવિ જ આવું લખી શકે. પુત્ર પ્રકાશભાઇએ મજાની સંગીતરચના કરી છે. ડો. જગદીપે પણ બહુ યથાર્થ પ્રસ્તાવના કરી છે. આશિત દેસાઇ જેવાં ધુરંધર કલાકાર જ સરળતાથી ગાઇ શકે અને ભાવ લાવી શકે. સહુને અભિનંદન

  6. ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
    લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
    કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
    જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

    આ પંક્તિ સાંભળી વર્ષો પહેલાં મહેન્દ્ર કપુરે ગાયેલા એક ગીતમાં આવી જ વાત હતી એ યાદ આવી.. શબ્દો કાંઇ આવાં ” કર્મની ગતિ કોણે જાણી ? મૃગ સોનાનો નથી જગતમાં તોયે રામજી લોભાણાં…”

  7. નિહાળી ને વર્તન હુ પસ્તાઈ બેઠો,
    થતુ,મે દોસ્તી મા ઉતાવળ….વાહ…વાહ્,,,,રવીભાઈ…વાહ

  8. મજા મસ્ત મહેફીલની માણવાંને ,
    નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
    નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
    થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

    ખુબ સાચિ વત કરિ. I enjoy it. I read it again and again. It reveals reality of life.

  9. Excellent !!!
    Very nice wordings & music composition. Singing by Ashitbhai is also very good.
    Good introduction.
    – Uma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *