મને આ સફર મળે – વિવેક મનહર ટેલર

આ અને સાથે બીજી થોડી ગઝલો સાથે વિવેકે ૨૯ ડિસેમ્બર, ૨૦૦૫ ના દિવસે બ્લોગજગતમાં પ્રવેશ કર્યો.. ખરેખર તો ત્યારે આ ‘બ્લોગજગત’નો હજુ પાયો ચણાતો હતો..! અને એ પછીની એની સફરના આપણામાંથી ઘણા સાક્ષી છીએ..!! તો આજે જ્યારે એની એ સફર એક અગ્ત્યના પડાવ પર આવી છે, ત્યારે વિવેકને અઢળક.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, ફરીથી એકવાર અભિનંદન આપીએ …!! Congratulations દોસ્ત..! કાશ કે હું ત્યાં આવી શકી હોત તારા પ્રથમ કાવ્ય સંગ્રહો પર સૌથી પહેલો ઓટોગ્રાફ લેવા માટે… 🙂

*******

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

– વિવેક મનહર ટેલર

19 replies on “મને આ સફર મળે – વિવેક મનહર ટેલર”

  1. કાશ આવુ લખવા માટે મારિ પાસે દિલ અને દિમાગ નો સન્ગમ હોય્. પણ આ તો કુદરતનિ કરામત રે…….

  2. Shree Vivekbhai…Vadhamana….ane abhinabdan…thodadivaso pahela aapni kadi dvara me mara mitrone surat na function vishe apyu hatu teo gayaj hashej aaje paheli,biji ane chothi kadina vishe vanchyu…phota pan joya,nutan ben na pan joya emne gayela geeto no aavaz kai aur chhe!!”PRIYATAM MARAPRIYATAM” ANEKVAAR AME SAMBHALY HAM NAJ…AAPNI TRIJI KADI KAICHHE?AMNE JAAN KARAJO JAYSHREEBEN ANE AMITBHAI PAN SURAT HASHEJ !! AMNE KEM KHABAR PADI JAANVUNCHHE? YAAD KARO…!!!JSK RANJIT AND INDIRA VED FROM CA/USA

  3. શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
    ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

    વાહ વાહ ,,, સરસ્
    મજા આવિ …

  4. hello vivekbhai,

    so nice ceremony of your “vimochan”

    thx. to giving me autograph. jayshreeben ni jaga par mane aa labh malyo……

  5. Dear Vivekbahi,
    yesterday night, i really enjoy your lunching ceremony of yr books, and one thing i noticed, you had done all programing with blessing of your mother. Again wish you a very best of luck, keep the traveling journey of success.

  6. હુ થોદિક પુર્તિ કરુ?
    ભેળાઈ જતા આ હરિયાળા બાગને
    સુભાષ ગાંધી સમા જો પ્રહરી મળે .
    સ રેં આમ દુસાશનો પીડિત કૃષ્ણાને
    ઉગારવાને હવે તો કૃષ્ણ સખા મળે.
    પ્રલંબ તદ્રામાં સુતેલ અસ્મિતાને
    હવે તો કોક ધન્વન્તરીનું નિદાન મળે.
    આવ મંદિરોના વિલાસી ઘરને છોડી
    જગતને હવે તો થોડોક તો કરાર મળે .

  7. પોતીકાનાઁ વખાણ શાઁ ? શ્રેી. રેખાબહેનની રચનાઓ
    ખૂબ જ ગમી.એમને મારાઁ અભિનઁદન પાઠવશો ?

  8. વિવેકભાઈ,

    શબ્દોના રસ્તેતો અમે આપને મળતા રહ્યાછે ને મળતાજ રહીશુ પણ આજે આપના પુસ્તકો

    અનેસિ.ડી.નાવિમોચન પ્રસન્ગે હાજર રહી આપને પ્રત્યક્ષ સાભળવાનો અમૂલ્ય લાભ નથી લઈ શકતી તેનો

    વસવસો છે. આપને શબ્દોની સફર તો મળીજ છે પણ એ સફરની સાથે સાથે ખૂબ ખૂબ સફળતા મળે એવી

    આજના આપ્ના આપ્રસન્ગે ઈશ્વરને અભ્યર્થના સહ આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.

  9. ઈચ્છું છું હર જનમ માં મને પણ કવિતાની આવી સફર મળે….!!!

  10. ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી…
    અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર..
    પુષ્પાંજલી કવિતાની અર્પણ કરવા આવી છું…
    ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારું છું…
    રમત રમી ખો-ખો ની પણ સંતાકુકડી યાદ કરું છું….
    સુખના સરનામાની શોધે બાઈ-બાઈ ચાંયણી…
    પેહરી ચશ્મા જડે જો ઝાંપો,હું તો ડેલે હાથ દેવા આવી છું…
    રુપેરી ઝરણાં ને કહી સસલીએ કવિતા,
    દોટ મુકી અટક્યુ બસ અમારી જ આંખમા…
    સુતરના બે ધાગાની રાખડીને રુડી રુપાળી બાંધણી..
    નાડાછડી ના બન્યા ગણેશ ને, સાબુમા કોતરેલા પેલા રમકડાં..
    મુલાકાત વગરના સંબંધોને ઉછેર્યા અત્તરના પુંમડાથી…
    ઉંમરે ઉભી સાંભળુ ઉરના ધબકાર,હેઠી ઉતરી સ્પર્શે મુગ્ધ થાંઉ છું…
    રેખા શુક્લ (શિકાગો)

    વિવેકભાઈને ખુબ અભિનંદન ને સાથે આજની તાજી મારી કવિતા અહીં મુકુ છુ…!!!!!

  11. વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
    માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

    વિવેકભાઈ ખુબ સરસ…!!!
    ઉપરોક્ત પંકતિઓ વાંચી ને અહીં મારી કવીતા રજુ કરુ છું….કે ધકેલાંઉ છું..!!

    પદવી આપીને મોટો કરાયો છું, આગળ વધુ છું કે બસ ધકેલાંઉ છું..!!
    વ્યથા છે કે મુંઝવણ છે, સગપણે સમજ્ણ છે કે પાછો ધકેલાંઉ છું..!!
    નાની બેનના આગમને જીવ મોટો કેહવાઉ છું
    જીવન જીવું કે માણું તે પેહલા બસ ધકેલાંઉ છું..!!
    સ્કુલમા આવે નંબર પેહલો, રમતનુ આવે સ્વપ્નું,
    મોનીટર બનાવી ખુશ કર્યો કે હું ધકેલાંઉ છું..!!
    યુવાનીની મજાની ગંભીરતા કળી ન શક્યો,
    તે પેહલા લગ્નમા મગ્ન કે પાછો ધકેલાંઉ છું..!!
    કોલેજ ના દિવસો માં જાગતી આંખે સ્વપ્ના,
    શરમાય પેહલા પાંપણે ધકેલાંઉ છું..!!
    પાછો મળ્યો છે હોદ્દો ને જીવ ખુશ કરુ છું,
    વધતી મોંઘવારીના સંગાથે રેઇઝ ધકેલું છું..
    મુંગી નથી મારી વ્યથા તો ય ગુનેગાર ગણાયો છું,
    લાગણીની ઓઢી ચાદર તો કબર સુધી ધકેલાંયો છું..!!
    નામ અમારું તકતીમાં સોનેરી પાંદડે કંડારાયો છું,
    કો’ક વાર વિચારું છું કે ક્યાં ક્યાં ધકેલાંયો છું..!!
    રેખા શુક્લ(શિકાગો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *