પ્રિયતમાનું વર્ણન – સૈફ પાલનપુરી

સ્વર – સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : આવકાર

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી,
એ જ સમજી શકે, એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

– સૈફ પાલનપુરી

( આભાર – મિતિક્ષા.કોમ)

19 replies on “પ્રિયતમાનું વર્ણન – સૈફ પાલનપુરી”

  1. this song makes every lady proud pf herself. It is written with ornamental language and sung with heart.

  2. ત્રણ પાડોશી ( એક ફળીના ત્રણ રહેવાસી) કાવ્ય ટહૂકો પર મુકવા વિનંતિ

  3. તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
    છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
    આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,
    અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

    કેવી સીધીને સાદી હતી વાત આ,
    કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
    બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
    કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

    દરેક પ્રિયતમાને અભિલાષા હોય છે કે તેનો પ્રિય મનગમતા બે શબ્દ કહે..

  4. વાહ! સૈફભાઈની ગઝલ અને મનહરભાઈની મધુરી ગાયકી.

  5. જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે, એજ ઉપમાઓ માગે તો હું શું કરું?? …
    પાલનપુરી મુસીબતમાં મુકાઈ ગયા…. પણ અંતે જવાબમાં કેવું સારૂં ને મનગમતું બોલી
    ગયા — સરસ ગીત, મનહર ઉધાસના સ્વરમાં સાંભળી આનંદ થયો.
    જયશ્રીબેન અને અમીતભાઈ, ધન્યવાદ
    પદ્માબેન અને કનુભાઈ શાહ

  6. સુંદર અને સાદા શબ્દોમાં ઘણી સાચી વાત અને સાથે અનોખા સ્વરનો સાથ…

  7. કોક બીજાની હોતે જો આ માંગણી,
    હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
    આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
    એવા સાહિત્યનું આજ સર્જન કરત.

    પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
    એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
    જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
    એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?
    વાહ્
    મધુરી ગાયકી

  8. સૈફભાઈની ગઝલ અને મનહરભાઈનો મખમલી અવાજ વારંવાર સાંભળવી ગમે એવી રચના……………..
    શ્રી જયશ્રીબેન આપનો આભાર…….

  9. Jayshree

    It is good one.. Lyrics are pretty good… Voice is good too….

    Music could have been more melodeous….I am not sure but still I feel some thing is missing in music composition… This is just my opinion..

    Kind Regards

    Nitin

  10. ‘સૈફ’ ભાઈની સુંદર રચના અને મનહરભાઇનો મધુર અવાજ !
    મઝા પડી ગઈ !

  11. બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
    કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

    ખુશામત ખુદાકોભી પ્યારી હોતી હૈ.

    ખુબ સુન્દેર છે આ ગવન!

  12. “શાન્ત ઝરુખે —-”
    સૈફ સાહેબનું આ વર્ણન પણ માણવા જેવું છે. મનહરનો મખમલી અવાજ ગીતને ઓર નશીલું બનાવે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *