આજના આ ગીતની પ્રસ્તાવના ઊર્મિ તરફથી.. અને કવિના પોતાના અવાજમાં આ ગીતનું પઠન – મારા તરફથી…! 🙂
અને હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
પોતે કોઈને ભુલી ન શકવાની બિમારી તો મોટે ભાગે બધા જ પ્રેમીઓમાં હોય છે… પરંતુ ગીત સ્વયં જેમને શોધતું આવે છે એવા આપણા વિનોદભાઈ તો અહીં સાવ જુદી જ વાત લાવે છે. “મને ભૂલી તો જો…!” કહેવામાં ઝળકતો અખૂટ વિશ્વાસ અને ચમકતી (અને પાછી બ્હાવરી) ખુમારી તો એક પ્રેમીજન જ સમજી શકે…!! સાવ સરળ લાગતું વિનોદભાઈનું આ ગીત સીધું ને સોંસરવું છેએએએક અંદર લગી ને અંતર લગી ઉતરી જાય છે…!
– ઊર્મિ
કાવ્ય પઠન – કવિ શ્રી વિનોદ જોશી
મને ભૂલી તો જો…!
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તું ય હજી આંજે અણસાર, જેમ મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોશી
મને ભૂલી તો જો…!
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તુંય હજી આંજે અણસાર અને મારામાં હુંય ભરું ડાયરો
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
આ બે પંક્તિઓ આમ જોઈએ ,
આંખોમાં તુંય હજી આંજે અણસાર અને મારામાં હુંય ભરું ડાયરો
અને –
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
– વિનોદ જોશી
અનુભવ્યુ હોય એનેજ આ કાવ્ય સમજાય.
મજા આવી ગઇ વાંચવાની ખુબ જ !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
પ્રિયજનની આવી ધમકી પણ કેટલી મીઠી લાગે…ભુલીતો જો ..!!
કવિના પોતાના મુખે ગવાયેલ કાવ્ય સાંભળી આનંદ આવ્યો.
સૌનો આભાર
કવિતા ઘણી જ ગમી. ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવંત રાખવા માટે “ટહુકો” નો ફાળો પ્રશંસનિય છે.
રે કહ્રેખર મજા આવિ ગૈ સહેબ્.
આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ
ખુબ જ સરસ
ખુબ સરસ કવિતા છે.પરન્તુ, ક્વી ને સાંભળતા,લખવા માં “બે ભુલો” જણાઈ. આશા છે, તરત સુધારશો.
આભાર.
આ કવિતા ઘણી સારા છે એમ તો મને લાગે છે.
પણ ઘણી કવિતાઓમાં હું બધું સમજી શકતો નથી.
સ્કુલમાં હતો ત્યારે પણ તેમ હતું. તેથી મને કવિતાઓ માં રસ ના પડતો.
પણ મને ગણિત વિજ્ઞાન બાધગમતું.
હજીયે તેવું છે.
પણ કવિતા નો પણ એક સદ ઉપયોગ છે
તેથી મને કવિતા વડે વાત કરવાની રીત પણ હવે ગમે છે.
આ કવિતામાં મને આ ના સમજાયું કે કવિ શું વાત કહેવા માંગે છે.:
” લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તું ય હજી આંજે અણસાર, જેમ મારામાં હું ય ભરું ડાયરો ;”
ભાષા કે કવિતા કે ચિત્ર પોતાના વિચારો કે સંવેદના ઓ બીજાને કહેવાનું સાધન છે તેમ મારું માનવું છે.
તેથી સીધી ને સરળ રીતે કહેવાને બદલે કોઈ લેખકો, કવિઓ, કે ચિત્રકારો અઘરી રીતે કેમ કહેતા હશે તે મને સમજવું મુશ્કેલ છે. એક લીટીના અનેક અર્થો નીકળે તો કયો અર્થ સાચો તે સવાલ થાય. તો વાતચીત નિષ્ફળ જાય.
કદાચ કોઈ કલારકારો ને બીજા ને ગોટે ચડાવી દેવામાં મજા આવતી હશે.
હું ગોટે ચડી જવું તો મને તો નાં ગમે.
કોઈએ ગોટે ચડાવવાનું પણ નાં ગમે.
try to forgot me !
mind blowing boss superb….!
હોઠના હિસાબ હશે હૈયામા,
કો’ક દિ’ વસૂલી તો જો !!!!
કવિશ્રી વિનોદ જોશીનુ કાવ્યપઠન અને શબ્દો અફલાતુન લાગે છે, ગુજરાતી સદાકાળ જીવંત રહેવાની પુરી શ્રધ્ધા બની રહે છે…..આપનો આભાર્………….
વાહ ભાઈ વાહ…….. શ્રી વિનોદભાઈ દિલ ને તર-બતર કરી ગયા….. શુ..શબ્દો છે….શુ ખુમારી છે….!!!!
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !…….
વાહ્!!સરસ..વિનોદભાઈની ખુમારી કહેવી પડે!!!સહુને વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના.
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો
ગીત જેમને સ્વયં શોધતું આવે તેવા કવિ વિનોદ જોશીની આ સુંદર રચના તેમના જ અવાજમાં માણવાની મજા આવી.
વિષ્વ માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાના સાઈટસ ત્થા બ્લોગ્સ ચલાવી માતૃભાષાની સેવા કરતા આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ!!!!!!!!!
દિનેશ પંડ્યા
વાહ,સરસ.
મારા બધા ગુજરાતી મિત્રોને વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના
સેજલ શાહ
Very Good