સ્વર : મન્ના ડે
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : તાનારીરી (૧૯૭૫)
.
ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ઝીલે ન છાયા એ દલદલ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
ચાલુ હું તમને સથવારે
બાંધેલી લયના અણસારે
તાલ ચૂકી ને તૂટી પડેલું
ગીત ગંગાનું હું આભૂષણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
જ્યોતિ ધરું જલું અંધારે
અજવાળે અટવાવું મારે
તેજ તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
– કાંતિ અશોક
Super
” જ્યોતિ ધરું જલું અંધારે
અજવાળે અટવાવું મારે
તેજ તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું ”
જેને ગુરુ છે તે જ ગુરુ થવાને લાયક છે
ગુરુ ના ગુરુ આદિ ગુરુ શ્રી ક્રિશ્ણ છે
તેવા સદગુરુ નુ શરણ તે ભગવનનુ શરણ છે
તેમ શરણે ગયેલા બ્રહ્મ જ્યોતિમા પરમ આનદ માણે છે
જ્યા તેજ છે ત્યા અન્ધકાર નથી
અન્ધકાર નથી તો અટ્વાવાની શક્યતા નથી
અન્ધકારને પોતાનુ અસ્તિત્વ નથી.
કોઈ દિવાએ અન્ધકાર કદિ જોયો નથી
તમે તો સમજ્શો, વધુ કહેતો નથી
ચાલુ હું તમને સથવારે
બાંધેલી લયના અણસારે
તાલ ચૂકી ને તૂટી પડેલું
ગીત ગંગાનું હું આભૂષણ છું
જ્યોતિ ધરું જલું અંધારે
અજવાળે અટવાવું મારે
તેજ તિમિરના તાણે વાણે
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું
ગૂંચવાયેલું ચંદ્ર કિરણ છું….વાહ કાંતિભાઈ મજા આવી ગઈ…!!!
જ્યોતિ જેમ જલું અંધારે, અજવાળે અટવાવું મારે,
તેજ તિમિર ને તાણેવાણે, ગુંચવાયેલું ચંદ્રકિરણ છું…
(એક શબ્દ સાચો ગોઠવાય તો પંક્તિ નો સુંદર મતલબ મળે છે… માફ કરશો)
ખુબ સરસ મજા આવિ ગૈઇ
nice poem . i like it.