આજે કવિ શ્રી જવાહર બક્ષીને એમના જન્મદિવસે અઢળક શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ ગઝલ – અને સાથે ધવલભાઇનો ‘expert opinion’ 🙂
આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો
દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો
ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો
કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો
ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો
આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો
– જવાહર બક્ષી
આ ગઝલના શેર સુંવાળા તો છે જ પણ લપસણા પણ છે. કાળજીથી ન વાંચો તો અર્થ ચૂકી જવાની ગેરેંટી ! આમ તો આ પ્રતિક્ષાની ગઝલ છે. રાહ.. વિરહ.. સ્મરણ આ ગઝલમાં ચારે તરફ વેરાયેલા છે. કવિ એમાં પણ નવી અર્થછાયાઓ સર્જવાનું ચૂકતા નથી. “દૂરતા ઓગળી…” શેરમાં સ્પર્શ વચ્ચે ઘર કરી બેઠાની, તદ્દન અલગ પ્રકારની, ફરિયાદ આવે છે. સંબંધમાં સ્પર્શ એક નડતર બની ગયાની વાત કેટલી સિફતથી આવી ગઈ ! આ એક જ શેરના દસ જુદા જુદા અર્થ કરી શકાય એમ છે. “કેટલા કારણો…” શેર પણ અર્થની દ્રષ્ટિએ અનેક રીતે જોઈ શકાય. કવિતાના જેટલા વધારે અર્થ એટલી કવિતા વધારે મુક્ત. આ ગઝલ આમ તો આસક્તિની ગઝલ છે પણ છે એ એકદમ ‘મુકત’ !
– ધવલ શાહ (આભાર – લયસ્તરો)
ખુબ જ ગમે આવિ ગઝલ .. વાચવા વાલા દરેક ને સ્પર્શ કરિ જાય તેવિ..
શ્રી જવાહરભાઈ,
આપતો ખરેખરા જવાહરજ-(ઝવેરાતજ) છો અને એ ઝવેરાત ગઝલના આભૂષણમા
જડાઈને કેવુ શોભી ઉઠ્યુ છે એતો ભાવકજ સમજી શકે. આપેતો ગઝલ રચીને ભાવકના હાથમા રમતી
મૂકી દીધી,એની કિમતતો આસ્વાદકજ જાણે.વિરહ અને વિરહની ફલશ્રુતી એટલે આપની ગઝલ.
આ દુ;ખ સહુ પ્રેમિ જનો પામે , આ જ અવસ્થા ને બહુજ સરસ રજુવાત , કોઇ મહાન કવિ રજુ કરિ સકે , આભાર ………..ધન્ય્વ્વ્દ , જય્શ્રેી બેન ,
જવાહરભાઈની ગઝલો અને ધવલભાઈનો આસ્વાદ કેવી મજાની જુગલબન્દી રચે છે…To me, JB is a trendsetter in popularising new dimensions of romance & sadness. Philosophies of life, universe, our being penned just in a few lines, with the choicest words…..He has started writing late & has written less, but all his gazals are absolute gems of our beloved literature…
સ્નેહેી શ્રેી….આભાર આપ્ નો …જન્મ દિવાસના …………..