એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી
હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
રાધાનું નામ એક સાચું,
ઓધાજી બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનો કે કોઇ
અહીં વારેવારે બદલે ના નામ.
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.
– હરીન્દ્ર દવે
ગીત ગાવાની પણ મજા અનહદ.સુપર રચના. આહા
wow! This is priceless. આ ગીત હું ઓછામાં ઓછા ૨ વર્ષથી શોધતી હતી અને આજે નસીબે યારી આપી. સ્કૂલ ટીચરે વર્ષો પહેલાં શીખડાવ્યું હતું આ. તા.ક. એ ટીચરનું પોતાનું ગાયેલું એક ગીત પણ અહીં ટહુકો પર છે. એમનું નામ અનંત વ્યાસ. 🙂 થેન્ક યુ જયશ્રી બહેન!
આનુ ઓડેીઓ મળેી શકે પ્લેીઝ્???
ગેીત વાઁચે મારી બલ્લા એમ તો ના જ
કહેવાય ને ? આભાર સૌનો !!
ખાલી શબ્દો જ – Play button appear નથી થતુ
રજુવત ; હરિન્દ્ર ભૈ જ આ વિ સરસ ર્જુ કરિ , ક્રિશ્ન પ્રેમ્નો મહિમા , વધુ કસુજ નહિ , આબ્ભાર ……જય્શ્રેી બેન , આ ના જેવિજ રજુવત કર્ત્ર રહો , હર્દિક સુભચા…..
love this sight