રઇશભાઇના અમેરિકા નિવાસી ચાહકો…. આનંદો… રઇશભાઇ ૩૦ એપ્રિલ થી ૧૫ જુન સુધી અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે.. અને ઘણા શહેરોની મુલાકાત લેશે..! તમારા શહેરમાં એમના કાર્યક્રમ સંદર્ભે વાત કરવા આપ નીચેની રીતે એમનો સંપર્ક કરી શકો છો :
Email : amiraeesh@yahoo.co.in
Cell Phone : +91 9825137077
અને હવે માણીએ રઇશભાઇની આ પહેલાની એક અમેરિકાની મુકાલાત દરમ્યાન એમણે રજૂ કરેલી હઝલનું રેકોર્ડિંગ..!
પહેલાં એક સુરતી શેર માણીએ…
સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.
– હઝલ –
અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.
પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.
થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.
અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.
હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.
અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.
– ડો. રઇશ મનીઆર
હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.
ખૂબ મજા આવી ગઈ મનીયાર સાહેબ …
ખુબ જ સરસ્ . પહેલિવાર મલેલ. વિવેકે તમારો પરિચય આપેલો. આભાર.
Jayshree,
there is one more hazal of shri raees maniyar, which creates humor from the slang of surti gujarati. i heard it about 8 years back. don’t remember much about it but would be obliged if you can put it up for us.
regards
Sejal Shah
Sharadbhai,
Dr. Raeesh Maniar’s contact number is already given in the post.
Email : amiraeesh@yahoo.co.in
Cell Phone : +91 9825137077
ડો. સાહેબ ક્યારે અમેરિકા પધારે છે? તેમનો સંપર્ક ન્ંબર જો બને તો આપશો.
સર્સ્સ રજુવત , સમય ના અનુરુપ , આન્દ આવ્યો ,આ ભિનદન ,
રઈશ્ભઈ નુ ખુબજ સ્વાગત.
શિકાગો ના આર્ટ સર્કલ માં જ્યારે તમને સાંભળ્યા ત્યારે ખુબ મજા આવેલી અને એટલે જ આતુરતાથી રાહ જોઉં છું કે શિકાગો ખાતે ક્યારે અને ક્યાં કાર્યક્રમ થાશે તેની માહીતિ જો અગાઉ થી જાણવા મળશે તો પ્લાન કરવાનુ સરળ રેહશે.તમારી ગઝલ અને હઝલની સુન્દર રચનાઓનો લાભ રુબરુ મળે તે માટે તો લખેલું કે ….(તમે પાછા કેહશો કે કવિએ હંમેશા મરવાની વાત કરવી-પણ હમણાં કંઈ વિચાર્યુ નથી..જો જો પાછાં સાચુ નહી માનતા,અમારે તમને ફરિ ફરિ સાંભળવા છે)
ઘેર બેઠા ગંગાજળ મળે તો, મરવાનું મને પસંદ છે
કવિતાઓનુ રસપાન મળે તો, કવિ-સંબેલન મને પસંદ છે….
શિકાગોના પ્રાંગણે પગ તમારા પડયા છે,
હરખથી હૈયા નાનેરા ધબક્યા છે…!!!
રેખા શુક્લ
ગઝલ અને હઝલ એક સિક્કાની જ બે બાજુઓ લાગે છે! રઈશભાઈનો હું ચાહક છું. હઝલ ગમી.
નોર્થ કેલિફોર્નિયામાં એમનો કાર્યક્રમ ક્યારે અને કયા શહેરમાં છે?
–ગિરીશ પરીખ
મોડેસ્ટો કેલિફોર્નિયા
વેલ કમ રઈશભાઈ ઇન અમેરિકા, આપની આજની ગઝલ સાભળવાની મઝા આવી, સાથે
એટલી તો ખબર પડી ગઈ કે આપ માત્ર છોકરીમા જ રસ નથી ધરાવતા ખાવાનાપણ એટલા જ્
શોખીન છો, સુરતી છોને એટલે.હવે અમેરીકા આવીને તમે અમને કાવ્યરસથી ભીજવજો અને અમે
આપને ખાદ્યરસથી,પણ અહીના ખાવામા ગુજરાત અને તેમાય સુરતના જમણ જેવો સ્વાદ નહી આવે તો
અમે આપની રાહ જોઇએ છીએ.
રઈશભાઇને હેપી જર્ની….
કવિશ્રી રઈશભાઈનુ હાર્દિક સ્વાગત અને આશા કરીએ એ કેનેડાનો કાર્યક્રમ પણ ગોઠવે જેથી એમને મળી શકાય અને ગઝલ માણી શકાય, શ્રી જયશ્રીબેન અમને જાણ કરવા બદલ આભાર જેથી એમનો સમ્પર્ક કરવાનુ સરળ થઈ ગયુ, એમના અમેરીકાના કાર્યક્રમોની ઝલક આપતા રહેશો જ એવી શ્રધ્ધા છે…………
Really, this GAZAAL Of Raeesh Maniar gives us remembar of Bhavnagar’s favirout Gathiya-Jalebi.Dr. Maniar might have enjoyed Gathiya-Jalebi during his usa visit.
bhu saras kvita chhehu pan suratni chhu tethi to vdhare saras lage chhe
samanvay programme at kashiram agarwal hall from 12th to 16th feb.in ahmedabad