સંગીત : ડો. ભરત પટેલ
સ્વર : પ્રીતિ ગજ્જર
.
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
ધરતી એ લીલી ચુનર પર,
ધરી લીધાં છે સહેરા…
સૂરજ મનમાં મીઠું મલકે,
ઝૂલે વાયુ પાનની પલકે.
મધુકરના ગુંજારવ સામે,
ખુશ્બુ ભરતી પહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
મંદ પવનનું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું.
ભમરે ધારી શામની મૂરત
ફૂલ બની ગ્યા દહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
પ્રીતિ ગજ્જરના અત્યન્ત મધુર અવાજમા આ સુન્દર ગેીત
ની મજાં માણી. ખુબ ખુબ આભાર.
Mohan Vadgama
(camp: London)
nice wordings and nice composition and sunder Gayaki. Jay Ho Bhaskerbhai, Bharatbhai, Pritiben and Jayashreeben.
ખુબજ સુન્દર શબ્દો અને એતલિજ સુન્દર ધુન.ખુબજ આભાર.
ખરેખર સુન્દર રચના ચ્હે ,
This is actual duat song and composed by other music director (Forgot the name). Do you have that one coz its too lovely to hear that !!!
ફોટોગ્રાફ જોઈને શ્વાસ થંભી ગયો…. આવી જ એક પળ આ વર્ષના પ્રવાસમાં કેમ ચૂકી ગયો હોઈશ એનો વસવસો થઈ ગયો…
દરેક ફુલ એક ભાવ આપે છે; દરેક ફુલ એક ચહેરો પ્રગટાવે છે; દરેક ફુલ એક કાવ્યને નીમંત્રે છે !
ગુઁજારવને કે ખુશ્બુને અટકાવવાની તાકાત કોની ? એ જ તો કાવ્યના વિષય બની બેઠાં છે !( એ બંનેનો સંબંધ છેલ્લી કડીમાંવધુ સાર્થક થયો છે. ભમરો શ્યામ બને {શ્યામ જ તો છે !} પછી ફુલો મંદીર બને જ ને !
સરસ રચના.