એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.
પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે.
તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
હા મહીં હા, ભણે તો ભણવા દે.
ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે.
એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે.
મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.
તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.
– મનોજ ખંડેરિયા
વિરહને ખણવાની અને સાથે તારા ગણવાની વાત…! એક મિનિટ મન વિચારે ચડી ગયુ..વાહ વાહ – શબ્દો અને કલ્પનોનુ અનેરૂ નકશીકામ
ગઝ્લ સરસ
સુંદર ગઝલ છે.
મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે
આ વાતનો મર્મ શ્રી મનોજભાઈ જ સમજતા હતા, આ ગઝલ દ્વારા એમણે સુચન કરી દીધૂ જ છે કે તને સમજ પડે એમ કામ કરતો રહી મંઝીલ પર પહોંચી જા…..સરસ ટુકી બહેરની ગઝલ….
વાહ કવિયાણી માર્ગી વાહ. . . શુ કવિતા લખી છે.આવીજ કવિતા લખતા રહો.
વાહ… મજાની ગઝલ… પણ આપણને તો ભાઈ, આ શેર ખૂબ જ ગમી ગયો:
મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.
તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.
x-cellent
atyant sundar gazal….majaa aavi
તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.
સરસ ગઝલ
કવિશ્રીએ અહીં કાફિયા અને રદિફનો મેળ સાધ્યો છે એ ધ્યાનર્હ રહ્યો…
સરસ ગઝલ.
Typo- મોલ લીલો લણ (લણે) તો લણવા દે.
ઉપરથી હળવી લાગતી પણ ગંભીર ગઝલ. Double-barreled rhyming પણ કુશળતાથી યોજાયું છે.
ખુબ જ સુન્દર ગઝ્લ .એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે
મનોજભાઈની ટુંકી (નાની બહેરની) અને ચોટદાર ગઝલ વાંચી આનંદ થયો.
અભાર.
સરસ ગઝલ..
હાહાહાહાહા
મસ્સ્ત્….
તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
હા મહીં હા, ભણે તો ભણવા દે.
khumari sabhar vaat chhe
બહુ જ સરસ ગઝલ