કવિ શ્રી કૃષ્ણ દવેની આ ખૂબ જ મઝાની રચના… એમની પાસેથી જ આનું પઠન સાંભળવાની શું મઝા છે..!! હમણા તો મારી પાસે રેકોર્ડિંગ નથી – પણ એકાદ દિવસ ચોક્કસ લઇ આવીશ..!! કૃષ્ણભાઇની કવિતા એમના એકદમ અસરકાર કટાક્ષ માટે ખૂબ જ જાણીતી છે – અને સ્ટેજ પરથી જ્યારે કૃષ્ણભાઇ એમની કવિતા રજૂ કરે – તો presentation ની એમની આગવી રીત મંત્રમુગ્ધ કર્યા વગર ના રહે..!!
આજે અહીં અમેરિકામાં Thanksgiving…! આમ તો આભાર માનવાનો આ દિવસ – પરંતુ જેમ ચંદી પડવો એટલે ઘારી – ઘારી.. એમ અહીંયા Thanksgiving એટલે Turkey Turkey… .. ખાણી પીણી અને જલસા..!! એ હિસાબે પણ આજના દિવસ માટે food વિશેની કવિતા relevant કહેવાય..! અને બીજી એક વાત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી નથી શકતી (આ ફાસ્ટફૂડની વાત સાથે એ યાદ આવી..)
હમણા થોડા દિવસ પહેલા જ એક મિત્રના કહેવાથી ‘Food Matters‘ નામની એક documentary જોઇ..! (Netflix પર ઓનલાઇન streaming). એના વિશે વધુ વાતો નથી કરતી.. નહીં તો ગાડી આડે પાટે ચડી જશે – અને ખોટ્ટા મારે માથે માછલા ધોવાશે કે કવિતાને બદલે ભાષણ ક્યાંથી આવ્યું? 🙂 તમે જો એ જોવાનું નક્કી કરો તો પણ આ ગીત સાથે ચોક્ક્સ યાદ આવશે..!!
********
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
– કૃષ્ણ દવે
વાહ વાહ જમાના ને લગતી વાત ………
હાલ ને કાનજેી કે. જેી. મા જઇએ. કાવ્ય મુકો પ્લેીઝ
સુંદર વ્યંગકાવ્ય છે. કાંઈક નવું વાંચવા મલ્યું.આનદ આવ્યૅ
સરસ કાવ્ય્.મજા આવી. સુંદર વ્યંગકાવ્ય છે. કાંઈક નવું.
we may not only enjoy the skillful uses of the words but think and act the warning indicated
it is time now to change drastically without fear.
parashar
SARAS KAAVYA.
I MAY PRESENT FEW LINES FROM MY POEM.
‘ MANE MAARO CHAHERO AAPO, HUN SAAV FACE-BOOK THAYEE GAYO CHHU
MANE RANGO NA SAATHIYA AAPO, HUN FIKKO STICKER THAYEE GAYO CHHU
MANE MAARA PANCHIKA AAPO HUNPANCHATIYO THAYEE GAYO CHHU,
MANE ROTALO NE CHATANI AAPO, HUN MC DONALD NO PIZZA THAYO CHHU,
MANE KOI VAACHA AAPO , HUN MOBILE NO SMS THAYEE GAYO CHHU……..
THERE ARE MORE LINES OF THIS POEM.
THANKS
PARASHAR
આતિ સુન્દર રજુઆત.
લીમડાને આવી ગ્યો તાવ.
Really, આજની food fashion અને food fusion જોઈને આપણુ પેટ પણ confuse થાય છે.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
છતા પણ fast food નો craze ખુબજ fast વધે છે.
ફક્ત વાંચવા માટે નહિ પારંતુ જીવનમાં ઉતારવા જેવું.
ડોક્ટર ને ન ભાવે એવુ કાવ્ય , એવુ લાગે તમને ? મને જામ્યુ !
its fantastic
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ? સરસ મજ| નિ વાત
મઝાનું વ્યંગ ગીત. કવિ કૃષ્ણ દવેના વ્યંગ, કટાક્ષ કાવ્યોની તાજગી એમના બાળગીતોની જેમ સ્પર્શી જાય એવી હોય છે. કવિનો સાંપ્રત સાથેનો નાતો પણ એમના કાવ્યોમાં વારંવાર અનુભવાય છે.
સુંદર વ્યંગકાવ્ય છે. કાંઈક નવું વાંચવા મલ્યું. જોકે ડોક્ટરો પણ જાણતાં હોય છે છતાં પણ તેઓ ફાસ્ટ ફૂડ ઝાપટતાજ હોય છે! મજા પડી ગઈ. આવા આવા બીજા કાવ્યો પણ આપતા રહેશો.
ખડખડાટ હસાવતી વ્યંગ વ્યંજનોથી ભરપુર મનોરંજક બોધપ્રદ રચના.
ફાસ્ટફૂડ ખાવ ફાસ્ટ.
બેસો ડોક્ટરની લાઈનમાં લાસ્ટ.
આભાર અને અભિનંદન. .
વહ બહુ જ સરસ જયશ્રિ બેન
વાહ વાહ જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ
બહુજ સરસ.
આમ પણ કૃષ્ણભાઈ ની રચનાઓ આજ ના વાતાવરણ ને આબેહુબ દર્શાવતી હોય છે.
આધુનિક યુગમા બધાના હાડકા હરામ થઈ ગયાછે એમ કહો અથવા તો કોઇની પાસે
સમયજ નથી બધાને દોડવુજછે એટલે જે ઝડપથી મળે અને ઝન્ઝટ વગર મળે તે ખઐ લેવુ અને
પેટ બગાડવુ એ આજનો ગુરુ મન્ત્ર થઈ ગયોછે. દાદાની શિખામણ કોને ગમે?
ખુબજ સરસ કટાક્ષકાવ્ય.
આજના જમાનાને અનુરૂપ સુંદર વ્યંગ-કાવ્ય.
સ-રસ !!
વાહ…ખૂબ સરસ
ક્રુષ્ણ દવેની કવિતા આમતો ફાસ્ટફૂડિયા અને કમ્પયુટર યુગને જ સ્પર્શે છે પરંતુ તેમાં પ્રતીકાત્મક વ્યંજનાનો વ્યાપ કાવ્યત્વના સીમાડાઓ સર કરે છે. અભિનંદન કૃષ્ણભાઇ.
વાંચવાની મઝા આવી ગઈ,અને ક્રૂષ્ણ દવે ને પ્રત્યેક્ષ સાંભળેલ તે વાત ની યાદ તજી થઈ ગઈ.
બહુ સુન્દર વ્યન્ગ કાવ્ય છે આજ્ની પેધિ માટે.