આજે સાંભળીએ ઓસ્માન મીરના જાદુભર્યા અવાજમાં આ ગઝલ… બે અલગ-અલગ રેકોર્ડિંગ.. અને બંને એટલાજ મઝાના… પહેલું રેકોર્ડિંગ ઓડિયો – ૨૦૦૮ના કાવ્ય-સંગીત સમારોહની રજૂઆત..!! એક ગુજરાતી ગઝલના મત્લાથી શરૂ કરીને આ કલાકાર રાજસ્થાનની ભૂમિમાં આપણને જે રીતે લઇ જાય છે – એ ખરેખર એક મઝાની સફર છે..!
સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર
.
અને સાથે માણો આ બીજું એક રેકોર્ડિંગ – બીજા થોડા શેર સાથે..!
ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.
આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.
જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.
એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.
– કિરીટ ગોસ્વામી
સાચે જ અ દ્ ભૂ ત રચના અને એવોજ સુંદર કંઠ અને કોમ્પોઝિશન !
મારી પાસે એક લાઇવ રેકોર્ડિગ માં એક શેર વધારે છે.
છે ભગવાન નામ એ જ વ્યક્તિનું,
જે બધાની ભલાઇ માગે છે
કાશ વધારે શેર હોત પરન્તુ લાજ્વાબ ઓસ્માનભાઇ કમાલ અભિનન્દન્
ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે….
વાહ…વાહ…વાહ!!!
એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે….
તને મળવાની એક જ છે ઝંખના,
મળતી નથી તું, મને થાય છે વેદના…Mehmood ભાઈ ની સાથે નમ્રતાથી મારો પણ સુર મિલાવુ છું..
Very Nice
ખૂબ સુંદર ગઝલ અને એવી જ મસ્ત ગાયકી!
આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.
એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે….
–
સરસ ગઝલ છે.
એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે….
તને મળવાની એક જ છે ઝંખના,
મળતી નથી તું, મને થાય છે વેદના.
આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.
વાહ વાહ
માર મિત્ર નિ ગઝલ માનવાનિ મજા આવિ
Fakat dil ni safai mange chhe ,
Prem knyan panditai mange chhe,
Jayshriben aa rajuaat karine had kari nakhi
બહુ જ સરસ અને અદભુત રચના
After listening Gazal…& Rajasthani rachana…”Kesariya…balama..padharo mare desh…” WE ENJOYED SEVERAL TIMES AND again to day…repeatedly….again n again….we enjoyed deeply from our heart…now one more request, one more Rajasthani Rachana,…” MARO CHHEL BHANVARDO KANKACHIYO …PANHARA LE GAYEE RE…” if possible or found…please…please…we want to listen….one more my pending…request…”Phul kahe bham rane…madhav kyay nathi madhuban maa….” sung by Shree HARISH BHATT this ,my/our request is still …pending…Smt Hemaben !s incomplete…recording we have enjoyed several times but our item sung by HARISH BHATT is still pending…pl help any else have this ..record/cd pl…ease reply every one will enjoy this Shree Krishns..bhajan…JSK INDIRA,RANJIT & several others…!! who have written in earlier comment..!!
બહોત ખૂબ.
ખૂબ સુંદર ગઝલ અને એવી જ મસ્ત ગાયકી!
સુધીર પટેલ.
સરસ ગઝલ અને એવીજ સરસ પ્રસ્તુતિ…માણવાની મજા આવી.
ખુબ જ સરસ….. દરેક શેર દીલને સ્પર્શી જાય તવા છે…
સરસ !
દિલના ઝખ્મોમાંથી લાગણી આંસુ બની ટપકે છે.દિલ સફાઇ પણ ન માંગે કે ન માંગે બેવફાઇ.પ્રેમ કશુ ન માંગે.
દીલની સફાઇ એટલે પ્રેમ્
જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે
This is the best version of Kesariya baalam I have ever heard. Could you please upload more from this singer, Osman Meer? He is amazing.
બહુ ખબર નહિ પણ જે કાઇ છે એ બહુ મસ્ત છે