સ્વર: રાજુલ મહેતા
ગીત-સંગીતઃ નીનુ મઝુમદાર
ચિત્રપટઃ ઓખાહરણ (૧૯૭૫)
.
પિયુ આવો, ઉરમાં સમાવો,
આવો આવો, ઉરમાં સમાવો
અંગે અંગો તમને પૂકારે,
સૈંયા આવો ઉરમાં સમાવો,
તનડું ડોલે ને ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયાં
જનમોજનમની પ્રીતિ પ્રીતમ જગાવો
પ્રેમથી ભરી દો જીવન અમી વરસાવો
સૈંયા આવો ઉરમાં સમાવો…
અર્પણ કરું છું તમને ભવોભવ સારા
સાગરે સમાઈ જેવી સરિતાની ધારા
ઉમંગોની ગૂંથી માળા લિયો કંઠ ધારી
સર્વ અભિલાષા આજ પૂર્ણ કરો મારી
સૈંયા આવો ઉરમાં સમાવો…
*****
(આભાર – માવજીભાઇ.કોમ)
ખુબ સરસ
Waah….Ati saras….
નીનુ મઝુમદાર મારા ગમતા ગીતકાર અને સ્વરાનન્કન આપનાર કવિ. રાજુલ મેહતાના કન્ઠે સાન્ભળવાની મઝા પડી.
સરસ ચિત્રપટ રચના, પહેલી જ વાર સાંભળી, આભાર….
ખુબ સરસ રચના.
ખૂબજ સરસ ભાવસભર રચના, અને ગાયકી. ગમ્યું.
ઉમંગોને ઉરમા સમાવતું કે જગાવતું !!
સુંદર પ્રેમ-ગીત.
awesome