આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
————
Posted July 4, 2006
સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
Best ગઝલ ગાયક ગની દહીંવાલા ની ગઝલ.
આ કયા ફિલ્મમાં ગવાયેલ ગઝલ છે??
જાણવું હતું
આ કોઇ ફિલ્મમાં લેવાયું છે?
અદ્ભુત.. M
વાહ! …
તમે રાજ રાણી ના ચિર સમ . . .
બહુજ મસ્ત છે . . આ ગજલ . .
પોતના પ્રિયતમ ને જુદાઇ મોં શુ સમજવા ? ?
વાહ ગની સાહેબ . .
ંમે ગઝલ એક સાથે દસ વખત સાભળી મન ભરઈ ગયુ……… અદ્ભુત …..! ગઝલ ડાઊનલોડ કયાથી કરૌ સકાય્.. ? ……..ખુબ ખુબ આભાર્”…….
supebb
સ્રરસ ગઝલ
I WAS THINKING REGARDING SMALL AISHVARYA! BUT I MUST SAY SHE IS BRIGHT MUSIC STAR OF GUJARAT.
અદભુત ! ખુબ જ મજા આવી સાંભળવાની . ખુબ ખુબ આભાર આવી ઉત્તમ રચનાઓ એક જ વેબસાઇટ હેઠળ પીરસવા બદલ પરન્તુ ક્યા થિ ડાઊનલોદડ કરવુ ?
કોઇના મિથા મિલાન થકિ ચ્હાલ્કાય ચ્હ્હા આખો જે ઘનિ દહિવાલા સામેલ કરો
Very nice. Got to self by own self.
Very nice. All compliments to everyone send me.
અદભુત અદભુત અદભુત ! ખુબ જ મજા આવી સાંભળવાની . ખુબ ખુબ આભાર આવી ઉત્તમ રચનાઓ એક જ વેબસાઇટ હેઠળ પીરસવા બદલ .
સલામ ગની તને
very nice it is really very nice .
aa gazal na vakhan karva mate koi pan bhasa na khajana ma paryapt shabdo j nathi!!!! pan toy excellent marvelous melodious ek j gajal ma gani bhai na divana thai jaye puri life ma gani bhai aa ek j gazal lakhi hot to pan great shayar tarike tenu nam hot
Ii is really very good songs to here.in tahuko.com i have some songs after very long tome.you should be congratulate for putting good good songs on thiswebsite
excellent presentation
IT IS REALLY WONDERFULLY LYRICS BY GHANI SAHEB AND EQUALLY FINE COMPOSED BY PURSHOTTAM UPADHAYAY BUT IT IS SO PERFECTLY SUNG BY MOH. NO WORDS FOR APPRECIATION
Superb, excellent effort
we can also have collection wrt emotions.
Supporting fully
Samir Dave
અશ્રુભીની આંખે સપના ના વિખરાયેલા પાન લઈને એકલો ભમતો હું.
આશા ઓ ના નવાકીરણ,અશ્રુ ના ઝાકળ માં અટવાયીને રહ્યા.
પરિચિતો માં પણ અપરિચિત,એવો અણગમતો હું.
બસરિ નુ ઓરેમહાપ્રાણ તથા રીતુ રુડી રુડી મારા રા પોસ્ટ પર મુકવા વિન્તી.
Amazing! Adbhoot!
there is another ghazal probaly of gani dahiwal i am not sure about is but one of the stanza is as below. i would be obliged if you can help to have the same posted here.
કાયા માયા ઈચ્છા સપના તૃષ્ણા પીડા આંશુ,
સાત છલોછલ દરીયા ઉછળે તાર મારી વચ્ચે
Many thanks
સાચ્ચે જ આંખના ખુણા ભીના કરી ગયુ આ ગીત્….
આ ગઝલ એશ્વર્યા મજમૂદારના અવાજમાં સાંભળીને બહુ આનંદ થયો.
today there are 101 comments for this gazal…that proves the popularity of it.Still it will be liked by many..
Let the words speak itself let not clssical touch disturb the shabd against sur.pan maza aavi gai.