સ્મરણ જો એમનું થાશે – નીતિન વડગામા

હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.

નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.

નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.

બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.

અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.

– નીતિન વડગામા

18 replies on “સ્મરણ જો એમનું થાશે – નીતિન વડગામા”

  1. કવિ જિ ને મારા હાર્દિક અભિનન્દન સ્મરન વગર નુ અપ્નુ જિવન અધ્રુરુ હોઇ

  2. સન્સ્ક્રિત શ્લોક્ , મુકમ કરોતી વાચાલમ પન્ગુમ લન્ગયતે ગિરીમ્

    યત ક્રુપા તમ્હમ વન્દેપરમાનન્દમ માધવમ ! આગઝલ્

    વાચતા યાદ આવી જાયપણ એનુ સ્મરણ થવુ બહુ અઘરુ છે કારણકે–સુખમા સાભળે

    સોની ને દુ;ખમા સાભળે રામ. સરસ ગઝલનો સરસ પ્રાસ.

  3. નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
    બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે…

    You’re the
    Light of my life
    You’re the beat of my heart
    When I am lost
    When you’re lost I know
    You’ll see me shining
    Shining in the dark
    You’re the light of my life

  4. સ્મરણની શક્તિ કેટલી હોઈ શકે તેની કલ્પના ખુબ સુંદર.

  5. Jayashree been.

    I am very much Thankful to you and your efforts which enables us to be in touch with Gujarati songs.

    I am a regular reader and listener of the post on tahuko.com
    Can you please song sung by Hemu Gadhvi.

    Songs like

    1)Ghadvaiya mare Thakorji nathi thaavu

    2) Ho Raj mane lagyo kasumbino rang.

    (I have in the voice
    of Praful Dave)

    Thank you very much

  6. ખુબજ સુન્દર્.
    કલાપિ ની “જ્યા જ્યા નજર મારી ” યાદ આવી ગઇ. વિજય ભાઇ તમે તો ગઝલ ને એક અલગ જ રન્ગ આપી દીધો. વાહ્.

  7. જેવી આ રચના વાચી કે તર જ્.. બીબો કાફિયા સ્ફુર્યો…!
    કવિની ક્ષમા યાચના સાથે… થોડો ફેરફાર…! વિદ્વાન વાચકો પ્ણ માફ્ કરે..મારી ગુસ્તાખી…!

    હટી જાશે બધા પથ્થર તો સ્મરણોનું શુ થાશે?
    થશે એકેક ક્ષણ અવસર તો સ્મરણોનું શુ થાશે?

    નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
    બધા દીવા થશે અંદર તો સ્મરણોનું શુ થાશે?

    અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
    સહજ રીતે થવાશે પર તો સ્મરણોનું શુ થાશે?

    નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
    હિસાબો થઈ જશે સરભર તો સ્મરણોનું શુ થાશે?

    બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
    જરા ઝીણી થશે ઝરમર તો સ્મરણોનું શુ થાશે?

    નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
    થશું સુંદર અને સદ્ધર તો સ્મરણોનું શુ થાશે?

    અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
    પછી પંગુ થશે પગભર તો સ્મરણોનું શુ થાશે?

  8. Hello Jaishree Ben like Mr. Ankit I am also searching the same the play name is Chhel Chabilo Gujarati where one line of this song is there “mane ek var radha banavo mara kanji”

  9. નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
    હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.ખુબ જ સુન્દર ………..

  10. hi jayshree
    nice song once again
    can u pls look if u can find the song “mane ek var radha banavo mara kanji”
    i heard a bit of it in one of the gujarati play and since i m trying to find tht song jst cant find it ic u could find it tht would be gr8
    thnks

  11. વાહ, સ્મરણનો મહિમા કહેતી મસ્ત ગઝલ!
    સુધીર પટેલ.

  12. નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
    બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે…

    સરસ વાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *