સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા
.
આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….
ખુબ સરસ્.
આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
વાહ વાહ
સુમધુર સાંભળતા જ રહીએ તેવી ગઝલ
Sambhali ne jaam chalkay che hriday ma mara. Aava gazalo che nahi aaje.
very nice
હો નર્ક જ મરુ ધામ ભલે પન સ્વર્ગ મા મ્રારુ નામ હસે.Superb.
જ્હે માર્ગ મા માર્યો ત મુજને એ માર્ગ પર મારુ નામ હશે.
વાહ અમરભાઈ.
સરસ!!!
ખુબ સરસ …
સરસ ગઝલ છે.
સુન્દર ગઝલ્…
શ્રી અમર પાલનપુરી મારા સુરતના અને મારા સ્નેહી હોવાથી સીડી-રેકોર્ડીગ મને પ્રાપ્ત થયુ હતુ એટલે આજે ફરીથી સાંભળવા મળતા આનંદ થઈ ગયો, સ્રરસ સ્વરાંકન, સરસ ગાયકી, અને ગઝલ તો સરસ જ છે…. આપનો આભાર
સરસ. મનગમતુઁ આશ્વાસન મળે તો આરામ મળે. આભાર.
મજા આવી ગઈ .
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
ગાયકી પણ સરસ……
very nice
સરસ ગઝલ્!!કે ગીત?
સપના
Excellent gazal by amar palanpuri.
ગુણગુણાવતા રહી એ શબદાળી રચના….
Gazal quite ordinary but the singer has a good voice and potential.
સુંદર ગઝલ… ગાયકી અને સ્વરાંકન પણ સુમધુર થયા છે…
બહુ મજાની રચના ! શબ્દો અને ગાયકી બેઉ કાબીલે દાદ !!
wow… loved this… quite catchy music…very nice voice…