પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

October 9th, 2006 માં મુકેશના અવાજમાં મુકેલી અવિનાશ વ્યાસની આ અમર રચના બે નવા સ્વર સાથે ફરી એક વાર…..

pankhida ne

સ્વર : મુકેશ
સંગીતકાર : અવિનાશ વ્યાસ

.

સ્વર-સંગીત : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com

.

સ્વર : વિલાસ રાજાપુરકર
Email : vilasrajapurkar@hotmail.com

.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

106 replies on “પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ”

  1. Can anybody help me in understanding the actual meaning of this awesome song?? how can we relate this song with human life?little bit confuse…here cage is a body and bird is a soul that is only i know so plz plz help me in understanding this song fully…

  2. માન માન ઓ પંખીડા, આ નથી સ્વજનની રીત;
    આવું જો કરવું હતું તો ન્હોતી કરવી પ્રીત રે…
    ઓછું શું આવ્યું? શાથી સથવારો ત્યાગે?

    ઉપરની ખૂટતી પંક્તિઓ મારા એક મિત્ર(ઊર્મિલ પરીખ) નાસંગ્રહમાંથી સર્વે ટહુકામિત્રો માટે

  3. I tried this website. Played some songs. When I selected the download, it did not work. Can any one tell me how do I download any of this songs?

    Thanks.

    દિનેશ્

  4. પ્રિય શ્રોતા ગણ

    જો કોઇ પાસે આ ગીત ની એમપી૩ અથવા સીડી કે ડીવીડી હોઇ તો જણાવશોજી.

    મારા ખ્યાલ પ્રમાણે કોઇ પાસે વીનઈલ રેકોર્ડ હશેજ.

    ખૂબ ખૂબ આભાર.

    નિલેષ બોસમીયા.

  5. mara mantvya mujab je pan geet jena origonal avaajma gavaayun hoy, tej geet anhin mukvun joiye, aava sunder geeto roj ghana baddha na sware gavaata hoy chhe, JEM AA GEET MA MUKESH NAA AWAJ MAA JE DARD,ANE MITTHAASH CHHE TENO AANAND J KAINK ALAG CHHE! JEMNE ORIGINOAL SAAMBHDYU NAA HOY TEMNE MUJVAN TTHAAY.

  6. ઘણા વર્ષો બાદ ગુજરાતીમાં મુકેશ્ ના અવાજમાં ગીત સાંભળવા મળ્યું. ખુબ જ આનંદ થયો. આ સાથે બીજા પણ ગીત જોયા. આ ગીત અમોને ફકત કમલેશ આવસ્થિ નાઇટમાં જ સાંભળવા મળે છે.
    ખુબ ખુબ આભાર.

    રાજેશ મિસ્ત્રી

    વડોદરા.

  7. dear J

    mukesh song excellent
    maja padi gai,plz send always send memorable songs

    thanks a lot
    luv chanda.

  8. ખુબ સારુ ગિત….સામ્ભલ્વાનિ મજા આવિ ગૈ.

  9. Bahu saras geet,
    lyrics ma thodi bhul che,

    સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
    હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
    પાગલના બન્યે ભેરુ, કોઇના રંગ રાગે
    બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

  10. જયશ્રીબેન,
    ખુબ સુંદર વેબ સાઇટ છે.
    કોણ કહે છે કે ગુજરાતી ભાષા નષ્ટ થઇ રહી છે…
    હવે તો ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ આખા વિશ્વમાં ફેલાયલ છે.
    જે કરવા માટે આપ જેવી વ્યક્તિનો ખુબ અગત્યનો ફાળો છે.

  11. પિંજરુ જુવાનો નું રુડું હોય અને વ્રુદ્ધોનું જુનુ પણ આખરે તે પણ જુનુ તો થવાનું જ ને?
    મમ્મી

  12. ત્રણેયના સ્વરમા ખૂબ સુંદર રચના ફરી ફરી સાંભળી

  13. What do I say? Thank you is not enough. How my father love this song! And I very well remember that a young 5 years old Sejal though loved to hear it but could never understand why papa was so very fond of this song. Only when I grew up to be a young girl and loved philosophical and SUFI song as papa had always loved, could I understand what it meant. And when for the first time, I told papa that I too have developed my understanding towards this song and added that the PANKHI was the soul and PINJARU was the body, he was very happy to hear that. And after understanding the meaning I loved this song all over again.

  14. Thank you so much Jayshree ben !!!
    You r doing amazing job..Carry on..
    thanks 4 putting my most favourite song on..

  15. To Jayshreeeben,
    Just Speecchless . cannot express by words-ONLY tears ,tears & tears. May God Bless you all Hapiness, Health, & peace in life.

  16. Adabhoot jayshree…
    I liked Mukesh the most melodious & precise… Keep it up…
    warm regards,
    Rajesh Vyas
    Chennai

  17. REALLY MAKE MY DAY THANKS A LOT FOR DOING SO KEEP IT UP ONLY THIS TYPE OF EFFORT CAN MAKE OUR PRESTIGIOUS LANGUAGE MORE GLORIOUS.

  18. અદૃભૂત …… હંમેશા તરોતાજા ગીત… એમાં પણ મુકેશજીના જાદુઇ ભર્યા સ્વર થી આ ગીતને વારંવાર સાંભળવુ અને ગુનગુનાવાનું મન થાય છે. . . . આભાર આવી સુંદર રચનાને ફરીથી મનોપટમાં તરોતાજા કરવા બદલ.

  19. લગભગ ૧૯૬૦-૬૨ ના સમયથી આ ગીત આકાશવાણી-મુંબઈ ઉપરથી સવારે ૮.૪૫ થી ૯ અને બપોરના ૧૨.૫૦ થી ૧ ના સમયમાં આવતાં ખાસ ગુજરાતી ગીતોના કાર્યક્રમ દરમ્યાન કેટલાય વર્ષો સુધી સાંભળ્યું, પણ પછી ટીવી આવ્યા પછી રેડિયો સાંભળવાનું ઓછું થતું ગયું, તે તમારા ‘ટહુકાથી’ આ માનીતું ગીત અને એ પણ ત્રણ-ત્રણ અવાજમાં ઘણા વખતે સાંભળવા મળ્યું. તમારો આભાર. મુકેશના જાદુભર્યા અવાજમાં મનને શાંતિ આપે તેવું ગીત છે.

  20. બહુજ સરસ ગિત … વારમ્વાર સાભલવાનુ મન થાય તેવુ..

    આભાર

  21. મારુ ઘણુજ ગમતુ ગીત.
    કોઇ પણ જીવ ને કોઇ પણ પ્રકાર નુ બન્ધન ગમતુ નથી.
    પછિ તે સોનનુ હોય કે રુપાનુ.
    દેહરુપી પિન્જર છોડી આત્માએ પણ એક દીવસ જવાનુજ છે.
    સરસ..
    દરેક વખતે નામ વગેરે લખવુ જ પડશે?

  22. Dear Jayshreeben and Shree Amitbhai,

    It is Fantastic and Mind Blowing Song. I have read / listen this Beautiful Wordings of this song, Nice to understand and Sweet to listen this song in my child hood. Thanks for reminding my child hod days. I must tell you than thanks for keeping in our tahuko.com.
    From Shrenik R. Dalal,
    Writer of book ‘kalam Uthave Awaz’.

  23. જયશ્રી

    આ ગીતની કેટલીક પંક્તિઓ મેં વાંચી છે.

    જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
    પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
    અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે

    પણ પંખી વાણી ઊચરે કે આખર જવું એક દાહડે
    આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
    પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે

  24. જય સ્વામિનારાયણ
    દેહ અને આત્મા: આ બન્નેના સ્વરુપ આ કવિતમા સમાયા છે. આ રચના સમજાય જાય તો સમાજમા ઘણી ભદ્રતા આવે , તેમા કોઇ બે મત નથી.

  25. આહ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્ આ ગેીત સામ્ભલ્વનિ ઘના વખત થિ ઇચ્હ હતિ સમ્ભલિને
    રુનન્વાદા ઉભા થૈ ગયા . ખુબ સારુ લાગ્યુ .

  26. Jayshree !!

    Khubaj ghudharth jo koi samji sakey to !!!!! Mukesh e to bas Mukesh j !!
    Bas keep listening again and again… ENDLESSsssssssss….

    Regards
    RAJESH VYAS
    CHENNAI

  27. અદભુત ………..
    મનુસ્ય સમજતો નથિ,આવા અદભુત શબ્દો અને દિલના અવાજને…….
    આથિ વધારે મનુસ્યનિ બદનસિબિ શુ હોઇ શકે….
    કશો વાધો નહિ…..
    આભાર, આવુ સરસ ફિલોસોફિકલ ગિત મુકવા બદલ
    અને આવિ સરસ વેબસાઇટ ચલાવવા બદલ……જૈશ્રિ બહેન

  28. હાસ્ય જોક્સ અને જુના લગ્ન ગીતૉ તમારી પાસે હોય તો સાઈટ પર મુક્વા વિન્તી

    ખાસ હાસ્ય જોક્સક્લાકાર જીતુભાઈ દ્વારકાવાલા, સાઇરામ,વસન્ત ઇત્યાદિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *