દીવાનખાનાના ખૂણે સજાવેલાં ફૂલ પર
જો પતંગિયાં ઊડી શકે તો માનજો કે
આપણે ફોન પર સાચું બોલીએ છીએ!
ટ્રાફિકમાં અટવાઈ ગયેલાં લંગડાતા કૂતરાને
હવાલદાર હાંકતો હોય ત્યારે જો કોઈ
ઊંચકી લે તો એને દંતકથા ગણજો!
લાગણીને નામે મહેફિલો માણતાં
આપણે, આપણા વંશજોને
પુસ્તકોને બદલે પાંઉભાજી આપતાં જશું –
વિડિયો જોતાં જોતાં કદાચ એમને
ભૂખ લાગશે તો ?!!!
– મીનાક્ષી પંડિત
વાહ…! મિનાક્ષ આન્ટી… મિત્રોત્સવમા છેલ્લે સાંભળેલી… આજે ટહુકો ઉપર જોઇ – વાંચી… બહુ મજા આવી…
લાગણીને નામે મહેફિલો માણતાં
આપણે, આપણા વંશજોને
પુસ્તકોને બદલે પાંઉભાજી આપતાં જશું –
વિડિયો જોતાં જોતાં કદાચ એમને
ભૂખ લાગશે તો ?!!!
હાલનુ તાદ્રુશ્ય ચિત્ર
આપણે ક્યાં છીઍ અને
કઈ તરફ જઈ રહ્યા છીએ
તેની તરફ ઈશારો આ કવ્યમાં છે.
કટાક્ષ દ્વારા આજના જમાનાના માનવીની મનોદશા અને લાચારી સમજાવે છે.
આ વેધક કાવ્ય ગમ્યું.
ટ્રાફિકમાં અટવાઈ ગયેલાં લંગડાતા કૂતરાને
હવાલદાર હાંકતો હોય ત્યારે જો કોઈ
ઊંચકી લે તો એને દંતકથા ગણજો!
સરસ કટાક્ષ કાવ્ય
અભિષેક
સરસ છે.