ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત – આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…
શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.
———————-
Posted on August 1, 2006
(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)
આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.
ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી
.
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ અને માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે
નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર
મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
-ઝવેરચંદ મેઘાણી
આજે ફિલ્મ જોય ”રામ-લીલા” તેમા શરુઆત મા ‘મન મોર બનિ થનગાટ”કરે સામ્ભળી ને ટહુકો. કોમ પર આજ ગીત ફરી થી સામ્ભ્ળ વા નુ મન થયુ……
wah shu song che adbhut yr…gajabna shabdo che zaverchand meghanijina shu kehvu kai j samaj nath padti.
pan ha ek vat kaish k aa song aakha gujarat j nai india j nai pan aakha vishvni andar mara param adarniy mitra Dr. Narendra shastri sivay koi j sari rite gai nathi shaktu.pan te sambhalvu pan ek nasib ni vat che.ek var tamne pan teno labh male to saru.
Nikunj vyas
રામલીલાના ગીતથી ફરીથી આ ગીત ગુંજવા લાગ્યું. શ્રી ઝવેરચંદ મેઘાણીના અમર ગીતોમાંનું ઝુમી ઊઠે તેવું એક મસ્ત ગીત.
આ ગી સાભંળીને ખરેખર મન મોર બની થનગાટ કરે,
સ્કૂલમાં હતા ત્યારે આ ગીત સાંળ્યું હતું પછી તો રીતસર ગીતની શોધ આદરી દીધી
આટલા સમય પછી જયારે સાંભળવા મળ્યું ત્યારે ખરેખર મનપ્રસંન થઇ ગયું.
એમા પણ મોરના ટહુકા તો અદભૂત
juna divasao yad avi gaya,
thanks to jayshree
પલળી ગયેલી પાંખે
આ ધોધમાર વરસાદમાં
હવે પંખીને ઊડવું નથી
પાણીમાં બૂડવું ય નથી
માળામાં ય ક્યાં પવન ટકવા દે છે ?
વંટોળ તાણી લાવે છે જળ જળ અનરાધાર ઝીંકાય છે વૃક્ષ પર
દબાઈ દબાઈ લપાઈ લપાઈ
પંખી આ ઝીંક ઝીલે તો કેટલી ઝીલે ? મગના દાણા જેવી આંખ ઊંચી કરી
પંખીએ આકાશ ભણી માંડી
તેજ નથી છે ભેજ !
વરસાદને વાળવા આંખ કઈ રીતે મથે ? પંખીએ પાંખ ખંખેરી, માથું ધુણાવ્યું
ને ધોધમાર વરસાદમાં ઊડવા માંડ્યું-
હવે વરસાદ તો નથી
છે વરસાદથી ભરેલું આકાશ ! પહાડ વટાવવાનો છે
વન વીંધવાનું છે
દરિયા પર થઈ પછી આગળ…. પહાડ વન ને દરિયાને પાંખમાં ભરી
પંખી જાય….એ જાય…. દૂર દૂર….. અહીં ધોધમાર વરસાદમાં
જળ વચ્ચે ફસાયેલો હું યે
પંખીની જેમ હામ ભીડું છું…. એક નાનકડું પંખી જેવું પંખી
મને આટલી બધી હામ આપશે
એવું મેં કદી ધારેલું ?
જેની શોધ કરી રહ્યો હતો તે મલી જતા અત્યન્ત આનન્દ થયો. આભાર
ગુજરાતિ ને સમજવા મેઘાનિ ને સાભ્લ્વા પરે
હુ પોપટ સાલીકીયા જે ભાવનગર ના હતા તેની નયન ઘારા પુસ્તક જો કોઇ પાસે હોય તો જણાવશો… ૯૮૨૫૭૬૫૫૯૯ રાજુ જાની રાજકોટ
હેમુગઢવી એ ગાયેલુ આખ્ખુ આ ગીત મારી પાસે છે..અને અન્ય હેમુગઢવીએ ગાયેલા લોકગીતો પણ મારી પાસે છે..૯૮૨૫૭૬૫૫૯૯ ઉપર કોલ કરો…
રાજુ જાની રાજકોટ
રાજુભાઈ, તમે હેમુગઢવી એ ગાયેલુ આ ગીત ટહુકો ના વાચકો સાથે વહેચવું હોય તો મને write2us@tahuko.com પર ઈમેલ કરજો.
ખુબ જ સરસ્……….મજા આવિ ગઐ
ઘણુ સારુ કલેક્શન
મેઘાનિજિ સાચે મહાન છે..
SHREE MEGHANI BAPA NA KOI PAN GEET NA SHABDO ANTER NE ANDER THI DHANDHOLE CHE.
SHREE TARU BEN KAJARIA NE MSG. PAHOCHADSHO KE AAP MUMBAI MA GHANAA PROGRAM ARRANGE KARO CHHO, TO SHREE MEGHANI BAPA NO KHAAS PROGRAM ARRANGE KARO. THANKS
મને આપ્નો કવ્ય સન્ગ્ર્હ ખુબ ગમ્યો! મને ઝવેર્ચન્દ મેગહ્નિ ન ગિતો ન શબ્દ જોઇયે ચે. મલિ સક્સે?
aavo saras geet to meghani saheb sivay lakhi sakva ne koi samarth nathi,gayak a pan saras kanth aapyo te badal gujrat aap nu aabhari rehse……
મન મોર બની થનગાટ કરે…
મૂળ આ રચના બંગાળના રવિબાબુની.. (વિશ્વકવિ રવિન્દ્રનાથ ટેગોરની).
આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ કાવ્યનો મર્મ પકડી કેવો સુંદર ભાવાનુવાદ કર્યો છે!ગીત વાંચી એમજ લાગે કે આ ગુજરાતી ભાષામાં રચેલું છે!
અમારા કલકત્તાના અને મેઘાણી પરિવારના એક સભ્ય (ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા) રમણીક મેઘાણી આવા અનુવાદને અનુસૃજન કહેતા !!!
લાખાભાઇ ગઢવી ના કંઠે આ ગીત સાભળવાની અલગ મજા છે
સુન્દર ગિત
song refered to by me is sung by HEMU GADHAVI and not by Chetan Gadhavi Narendra
what an imagination by the greatest poet and “PAHAD NO PUTRA”
આટલા બધા લોકો નિ કોમેન્ટ પછિ મારે હવે કાઈ કહેવાનુ રહે છે?
it’s raining here and listening this lokgeet …..woow super
મન મારુ… નો લ્હેકો વાહ
ઝવેરચન્દ મેઘાનિ જિવન ના અનેક વર્શો લોક સહિત્ય નિ સોધ મા વિતાવ્યા.જો લોક સહિત્ય આવુ અદભુત હોય તો સો જિવન એનિ સોધ મા કુર્બાન્.
મજા આવિ ગઈ. અદભુત રચના.. ખુબ ખુબ આભાર
ગુજરાતના ગૌરવ મેઘાણીભાઇ !
અને ગઢવીભાઇ ,,,બહેન શ્રી.
આપ સૌનો આભાર હઁમેશાઁ અધૂરો
જ રહેશે !મન મોર બની થનગાટ
કરી ગયુઁ!ગીત પુનઃ સાઁભળ્યુઁ.
મોજ આવી ગઇ ભાઇ મોજ
મોજ આવિ ગઈ
ચેતનભાઈ
રામકબિર. મજા આવિ ગઈ
Gujarati ma lakhta thodi taklif padi etle english ma lakhu chhu.
Its really nice to hear such a grate song in such a grate pahadi voice. I was searching this song since long time. Thankyou Jayshreeben Tamaro khub khub abhar.
શુ વત કર્વિ, સવર ન વર્સદ ચલુ હતો, અને આવુ સુન્દેર ગેીત્ સાભદિ ખરેખર મરુ દિલ્,
મન થન્ગત કરઆ મન્દ્યુ,
Maan Thanghat kare……
What a wonderfull song .Excellent Congrates Jayshree
Hasmukh Gor
બહૂજ સરસ
જય માતાજિ
ભાઈ ભાઈ મોજ આવિ ગઈ
hello, mane gujrati howano garve che.
aaje accaanaq ek khajano haath lagyo che, gujrati sahitya ane gujrati loksaahitya no aa khajano, kharu phucho to rashtra ni dharohar che, ane aapne sau gujratio, ee dharohar na rakhwala chiye. but jiveen ma aanand mate sahitya premiyo, aa khajanane, manta rahooooooooooo.
જય માતાજિ આનિ સિડિ આપસો
આ ગિત ગાનાર ને અભિન્દન
મારે મોર બ્ની થન્ગાટ ક્રે નુ એમ .પી થૃ જોઇએ છે આપ્શો…..
I also listen this song on you tube in Jitu Dad Gadhavi’s voicer. I think that is good version….can you load that one…
JAISHREE,
MOR NE ANE MANNE BANNENE THANGAT KARAVYO,
KHUB KHUB AABHAR,
SHANTILAL THACKER
વાહ વાહ.. જુગ જુગ જિવો મારા દેસના કવિઓ .. બત્રિશ કરોદ દેવતા તમારિ સહાય કરે..
કુન્તિ અભિમન્યુને બન્ધે અમર રખદિ ગેીત મોકલ્શો
Another version of this song on Kesuda.
http://www.kesuda.com/mag03/song1.htm
This version sung by Nitin Devaka sounds more energetic and ‘tabala’ by Ramesh Bapodara is just awsome.
A must listen song…
Malay
આ ગીત મોકલાવવા વિંનતિ કરુ છું…………..
ખુબ ખુબ આભાર આ સુંદર રચના નેટ પર મુકવા બદલ
મારે આ ગીત Download કરવુ છે.જો તમારી પાસે હો તો મને આપશો?
અથવા બીજા કોઇ પાસે હોય તો મને લિંક મોકલાવશો
આ મારુ પ્રિય ગીત છે.
આભાર
આ ગેીત સાઁભળેીને મન ખરેખર મોર બનેી થનગનાટ કરવા લાગે. આજે ફરેી સાઁભળ્યુ. વરસાદેી વાતાવરણમાઁ આનઁદમાઁ વધારો કરે છે. ખુબ ખુબ આભાર જયશ્રીબેન !
[…] ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ – એમાં પણ કંઇક આવો જ અનુભવ થાય..!! (અને હા, […]
ગુજ્રતિ સહિતય બહુ જન્તો નથિ પરન્તુ મને જિગ્નશ બહુ ચે અને જવેર્ચન્દ મેઘનિ વિશે તુ કહ્વૈ ચે કે ગુજર ન સિર્મોર સમ અને જેને ગુજ્રત ને દુનિય મ ગુજ્રતિનિ લોક સન્ક્રુતિ નિ વ્વતો દુનિય ને બતવિ અને ઝવેરચન્દ મેઘનિ વિશે તો હુ બઇજુ સુ કહુ પબ પન એમ્નિ લોક સહિત્ય નિ વાતો ગમે ચે અને હુ એનો બહુ આદર સમ્મન કરુ ચુ
ગુજરાતી સાહિત્યથી ભલે અપરિચિત હોવ પણ ગુજરાતી ભાષા એટલી તોડીમરોડીને શું કામ લખો છો ભાઈ!!
એક મેઘ
અને
એક મેઘાણી
શું લખું
મારીતો મતી મુંઝાણી
– કિશોર નળિયાપરા
A RE BHAI LAKHA KA E B LAKHAO KALM TAMARI SALU RAKHO ,,,
AMETO KALAM NA MANIGAR BHAI,KALAM NAJADUGAR,BHAI KALAM NE KHETAR MA PUKO CHE TO HAVE A ROKAV NA JO A BHAI ,,,,