દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

130 replies on “દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા”

  1. ગઝલના શબ્દો જે આપ્યા છે તેમા ભુલો છે. સુધારવા વિનન્તી

  2. સારી ગઝલ – અત્યન્ત સારા શબ્દો ને પોતાની સન્ગીત ને રાગની જાણકારી ના પ્રદર્શન માટે ઠેકાણે કેમ કરી શકાય તેનો ઉત્તમ નમુનો એશ્વર્યા મજ્મુદારે ” દિવસો જુદાઇ ના….” ગાઇ ને આપ્યો. એશ્વર્યાબહેન આપની રાગની જાણ્કારી સારી છે તે કબુલ્યુ, પણ સરસ ગઝલ અને તેના મર્મ ની મઝા માણી શકાય તેવી પ્રસ્તુતી થાય તો ગઝલ અને ગાયકી બન્નેને દાદ આપી શકાય. પોતાની આવડ્તના પ્રદર્શન માટે આવો અત્યાચાર ન કરવા ક્રુપા કરશો.

  3. ખરે ખર ખુબ સુન્દેર ગઝલ મહમદ રફિ નિ આવાઝ મ આને ગની દહીંવાલા ના સબ્બ્દો નિ કમાલ , ખુબ સુનદર

  4. Jaishree Ji,

    Ghano Ghano Abhar, tamne khabar nathi ke tame ketli moti seva kari rahya cho Gujarati Sahiyta ni and Gujarati Bhasha ni.

    God Bless You.

  5. ગઝલ ને સાંભળવાની એક મજા હોય છે. જે શબ્દ હૃદય સુધી ઉતરી જાય છે. તો એનો સંદેશ પણ આંતરમન માં અજવાળુ પાથરતો હોય છે. આ ગઝલ શ્રુતિપ્રિય તો છે સાથે એનો સંદેશ પણ પોઝિટીવ છે. વિપરીત સંજોગો જ સફળતા સુધી લૈ જાય છે એ પણ એક સંદેશ આપી જાય છે આ ગઝલઃ (મુજ શત્રુ ઓ જ સ્વજન સુધી….)

  6. Aa gazal Ghana samay pela moraribapu na avaazma saambhadeli tyaarthi gazal pahechaan thai,maara maate aa gazal khub j khaas chhe….B.K. Ek ehsaas

  7. ગુજરાતી સાહિત્યની અમર રચનાઓમાની એક્ આ રચના છે. બહુ જૂજ કવિઓ દ્વારા ખેડાયેલ “કામિલ” છંદમાં આ રચના મારી અતિપપ્રિય રચનાઓ પૈકી એક છે. આ છંદ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. બહુ કઠીન છઁદ હોવા છતાં આટલી સરળ બાનીમાં આટલી બળકટ રચના આપવી બહુ જ કપરુ કાર્ય છે. ગની સાહેબને સો-સો સલામ છે.

  8. આ ગઝલ મૈં મુહંમદ રફી અને સોલી કાપડિયા ના સ્વર માં સાંભળી છે…wit all due respect to …શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય… આ ગઝલમાં ઐશ્વર્યા પ્રયત્ન કરતી સંભળાય છે… કોઈ પણ કડીને સુરમાં લાંબી ખેંચવાથી એ કર્ણપ્રિય નથી બની જતી….

  9. જય્શ્રિ બેન્,ગનિ દહિવલા નિ આ સુન્દર ગઝલ્,સભદિ દિલ ખુસ થૈ ગયુ,

    શ્રિ બર્કત વિરનિ નિ ગઝ્હલ મુક્સો.

    તન્સુખ મેહ્તા ચેન્નૈ.

  10. આ મારી પ્યારી ગઝલ છે.મઝા આવી ગઈ.પરંતુ “હજી પાથરી….યમન સુધી” અને “છે અજબ…..ન ટકી શકાય…..”.સાંભળવા મળે તો ….!!!!

  11. જયશ્રી
    આ ગઝલ મારી અતિશય ગમતી છે .. આ ગઝલ થી તો મારા જીવન ની શરૂઆત થઇ હતી એટલે કે મને ગાયકી હરીફાયી માં સૌ પ્રથમ પુરસ્કાર મળેલ
    આભાર
    રાજેશ વ્યાસ
    ચેન્નાઈ

  12. સરસ અજે પણ ફરિ ફરિ સમ્ભલવિ ગમે// વાહ શાયર વાહ

  13. Wordings of the Gazal simple and natural so touches your heart but not well sung by Rafi. Any Gujarati singer like Pankaj Udhas would have done better.

  14. પ્રિય જયશ્રી,
    આટલી બધી comments જોઈને આજે તને ખુબ જ આનંદ થયો હશે.
    સુંદર ગીતો અનેગઝલૉ લોકો સુધી પહોંચડવા માટે જે તું પ્રયત્ન કરે છે તે સાર્થક થયો લગે છે.

  15. કેતલુ સરસ.કેસલિય વર સાભદવ ૬તા દરેક વખતે વધારે ને વધારે મજા આવે……thanks for such a gud work of putting it on ……..thanks a lot

  16. આ મારી સૌથી પ્રિય ગઝલ છે .. હું ઘણા સમય થી જાણે કે તે સંભાળવા તરસતી હતી
    આજે તમારી site પર મળી ગયી …ખુબ જ આભાર ..

    ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
    ફકત આપણે તો જવુ હતું, અરે એકમેકના મન સુધી.

    માનવી ચાંદ પર પહોંચી શકે પણ કોઈના મન સુધી પહોંચવું ખરેખર મુશ્કેલ છે, ઘણીવાર તો અશકય છે.
    જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
    કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
    અદભૂત શબ્દ રચના ……

  17. બહુ જ સરસ ગઝલ ચે….આ રચના મા કવિ નિ કલ્પ્ના બહુ જ સરસ ચે..
    મે આ સ્વ. રફિ સાહેબ ના કન્થે પન સામ્ભલ્યુ ચે અને ગનિ દહિવાલા નિ રચના પન સામ્ભલિ ચે…

    *માત્ર જાનકારિ માતે આ ગઝલ ના title મા ગનિ દહિવાલા નુ નામ ચે.

  18. મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

    Your relatives are your greatest enemy!
    And be wary of friends-they will betray you too, never put too much trust in friends, learn how to use enemies.
    old sayings:
    “the enemy of my enemy is my friend”.
    “Keep you friends close and your enemies closer”.

  19. best site which is keeping gujarati sugam sangeet alive in the hearts of all gujaratis. heartily congratulations for doing so noble work.very good song by rafi,i wish i can hear a gazal -jara ankh minchu to cho tame ne ughadu aank to khwab che

  20. શુ કહેવુ? કેત્લ સુન્દેર શબ્દો અને સુન્દેર સ્વર !

  21. I love this gazal as i am big fan of Rafi ji,I have meet all three people who created this gazal, during my college days in Kavi samelan I meet Gani Dahiwala and he was very creative and funny at a times with his presentations, then I meet Rafi Ji at Tardeo recording studio where my relative worked and it was like meeting Saint and last while in USA garba in Edison high school, New jersey I went to get autograph on my old audio cassette label of Purshotaam Upadhaya, he was not happy to autograph but anyways he did sign it, so as Gani Ji said ..Divso Judai na jayee che but we always cheriesh those old memories.

  22. If music is a religion then definately RAFI SAHAB is the god!!!!!!!!!!!
    salute to the hindi music legend………………….
    means there’s no any music beyond RAFI SAHAB’S talent!!!!!!

  23. The more you hear the song the more it develops its place in our hearts……………………salute to RAFI SAHAB……………

  24. thanks a million for this song…

    i heard this song for a millionth time now and its as fresh as it can be…

    this is one of the composition wic can make u smile and cry at the same time….wat a lyrics,wat a voice,and wat a composition.

    hats off to the masters…

  25. જે ગીત રફી સાફાબ ગાયે તે મિથુ તો એમજ બનિ જાય……………

  26. ગની દહીંવાલા
    ને મારા પ્રનામ આટલિ સારિ ગઝ્લ માટે
    અને આ નિચે નિ બે લાઇન માટે તો આફ્રરિ ન

    “તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
    તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.”

  27. ચન્દ્ર,
    રફિસાહેબનિ ગઝ લ =દિવસો જુદઈના જાય છે ,,,,સામ્ભ્ડી,,,
    અનહદ આનન્દ થયો…..

  28. ખુબજ સરસ રચના જોવા મળી.ખુબ ખુબ અભિનંદન. જ્યોતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *