હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ

ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!

સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ

——————————

Posted on October 16, 2007

રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!

મને ખૂબ જ ગમતું આ બાળગીત, તમને પણ એટલું ગમશે.. !!

સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : મેઘધનુષ (શ્યામલ – સૌમિલ મુનશી)

ટહુકો ફાઉન્ડેશનનાં “સૂર શબ્દની પાંખે” કાર્યક્રમમાં આરુષિ અને શ્રાવ્યા અંજારિયાએ આ મજાનું ગીત પાછું હોઠે રમતું કર્યું.સાંભળો અને જુઓ ટહુકોની યુટ્યુબ ચેનલ ઉપર

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…

( આભાર : લયસ્તરો )

Happy Birthday, Rashi..!!

55 replies on “હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ”

  1. Thank u very much Jayshreeben, this is my favorite balgeet during my childhood, but I remembered only first two lines presently, hence I was searching this song, my good luck it find here. now I will sing it in front of my 6 years old son, to be him interested in Guajarati poems.
    Thank you very much once again.

  2. i m basically MARATHI but i hav studied through gujarati medium .right now i m staying at mumbai here we r taking free Gujarati classes for English medium student …i like to know u tht we hav teach them this KAVITA n they liked it so much n on our last day of class they made one act on this …..tnx tnx for this lovely poem …

  3. ધોરન ૫મા સાભલ્યુ હતુ તે આજે ફરિને મજા કરાવિ ગયુ.

  4. my daudghter dance on this snog with her friends,thissong was introduced and sung by mrs Rekha Trivedi.thanks for bringing back good and sweet memory.

  5. બાળપણ યાદ આવી ગયું…… ખુબ મઝા આવી ….ધન્યવાદ

  6. હું ને ચંદુ કાતરિયામાં -ગીત સાંભળવાની મઝા આવી ગઈ.

  7. બહુ મજાનું ગીત. વારંવાર સાંભળું છું. ધન્યવાદ.

  8. અ રે આવા ગિતો મને ખુબ જ ગમે ચે
    મોજ આવિ ગ ય

    ખુભ આભર

  9. તમે બાલપન નિ યાદ તાજિ કરાવિ દિધિ.મે અને માર પતિ બન્ને એ ખુબ મજા લિધિ.

  10. જયદીપ ભાઈ નો કર્ણપ્રિય અવાજ એ આ ગીત માં જાદુઈ અસર કરે છે
    અભાર જયદીપ ભાઈ

  11. ફરિ વાર મજાનું ગીત સંભળાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર…પેહલીવાર તો શ્રી શ્યામલભાઈ અને સૌમિલભાઈ પાસે ખુબ મજાથી સાંભળેલુ..તે પણ યાદ આવી ગયા.

  12. ઘણા વખતે સામ્ભડયુ,મઝા આવી.
    ધન્યવાદ.
    સ્વ પરેશ ભટટ નુ એક બીજુ સુન્દર ગીત ‘ઝિન્દગી નો તાપ કંઈ એવો હ્તો પીવુ પઙયુ’ ક્યારેક સમ્ભઙાવજો.

  13. વાહ….બાળપણની યાદ આવી..
    સરસ ગાયકી..આરોહ અવરોહ..

  14. હુ જ્યારે પણ લેપટોપ ઊપર કામ કરતો હોઉ અને મારી પૌત્રિ આવે તો આ ગીત સાભળવુ ફરજીયાત હોય છે

  15. hi i just love this song i am born n brought up in delhi thats why very poor in gujarati specially in balgeet. thanks for this lovely lyrics.

  16. હું ટહુકો પર જ્યારે જ્યારે ગીતો સાંભળતો હોઉ અને મારો બાબો આવે તો મારે આ ગીત સંભળાવવુ જ પડે.

  17. dear Jayshree and Tahuko team, maare maari bahen ne tena lagna prasange ek card banawi ne aapwu hatu.. card bani to gayu, pan kaik khutatu hatu.. tyare paheli vaar Tahuka no parichay thayo.. ghana geeto joya ane chhelle maari najar aa geet par ataki gayi.. ane maari bahen nu wedding card amara baalpan na aa sambharna thi sadhdhar thai gayu… thanks a lot….

  18. Thanks for Hun Ne Chandu. Iwrote to you yesterday only to place this in Jaydip Swadia’s voice. hanks.

  19. ખુબ ખુબ આભર

    આ ગેીતો સમ્ભર્વ હુ કેત કેત્લે વેબ સોધ્ય પન આજ સમ્ભર્વ મલ્યા

    Thanks A lot

    can you email the following songs so that i can sav to my computer and mobile

    Hu ne Chandu
    Hu TU TU TU

  20. thanks a lot.
    it is a nice treat , mind goes back to surat college musical evenings with all this song combo .
    i think , it must be the same respcted shri paresh bhatt , our sciece college musicaly talented professor???

  21. મારા બા પણ આવા જ જોડ્ક્ણા ક્હેતા મજા આવી ગઈ.

  22. Hello Dr. Sharvari,
    તમે યાદ કર્યું એ ગીત : ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહી બરાબર… – થોડા દિવસોમાં ટહુકો પર આવશે…

    અને બીજું ગીત – હુ તુ તુ તુ…. જામી રમતની ઋતુ.. – https://tahuko.com/?p=571

  23. What a lovely introduction to this column. I just heard about this site, and when I opened it for the first time, there was this article on “hun ne chandu”. For me the song brought back memories of my friends in Austin TX where I heard it from Shri Rasbihari Desai and Smt. Vibha Desai. They were touring with a show, and this was a new song at that time. Imagine being in this country as student, doing research and cut away from India for so long, suddenly hearing this number. It was so much fun. Another awesome number was “gujarati thai gujarati pan bole nahin barabar” or similar lyrics. And the never forgotten “hutututu”. Thank goodness for gems from our poets. Thanks for posting wonderful articles on this site. Keep it going.

  24. Hi Jayshree,
    Peter again.
    The song Hoon ne chandu chhana mana is a very old composition by Lt.Paresh Bhatt of Surat.  thanks.

  25. THANK YOU ver very much !This was my favourite balgeet !!I enjoyed this song very much and it is always sung in the musical evenings at Surat.Thank you Jayshree didi…!!!1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *