મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી

ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત – આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…

શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.

———————-

Posted on August 1, 2006

(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)

આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.

ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ અને માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર

મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
-ઝવેરચંદ મેઘાણી

127 replies on “મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી”

  1. સાંભળતા આપોઆપ ડોલી ઊઠવાનુ મન થાય. શબ્દ અને સુરનો સુંદર સંગમ.
    શૈલા

  2. આતો કૈક અદ્ ભુત વેબ સાઈત ચ્હે !! ફાલ્ગુનિ એ પહેલિ વખત મને તહુકો દોત કોમ વિશે વાત કરઈ, ત્યરે જ હ ઉત્તેજિત થૈ ગયો હતો અને તરત્જ ઓપેન કરિ. મારિ હોબિ લિસ્ત મા એક પ્રવુત્તિ ઉમેરાઈ. અભાર ફાલ્ગુનિ નો અને તહુકો નો.

  3. Loksagar na moti CD kya thi malshe.Mare teni badhij edition 1-2-3- joie che.Pls address aapva vinanti.

  4. મોર બની થનગાટ કરે…મારે આ ગીત ડાઊનલોડ કરવુ છે.કેવી રીતે આ ગીત ડાઊનલૉડ કરવુ ??? પ્લીઝ કોઇ તો લીન્ક મોક્લો મને આ ગીત જોઇઍ …….

  5. I would like to listen this song in late Hemu Gadhavi’s Voice.What a voice! Voice coming out of mountain!

  6. લન્દ્નન મા રહિ ને ગજર્ર્ત યાદ આવિ ગય્…ગુજ્જ્રર્રાત નુ ગૌરવ યાદ આવ્યુ..આજે રોવા નિ મજા આવિ.આજે ઘર યદ્દ આવ્યુ…

  7. વાહ…ઝવેરચન્દ મેઘાણી…….વાહ ચેતન ગઢવી…….મોર બની થનગાટ કરે…

  8. મન મોર બની થનગાટ કરે….’ આ તો ભાઈ જેને પ્રેમાળ ઢેલ જેવી જીવનસાથી મળી હોય એનું મન મોર બની થનગનાટ કરે. બાકી જેવાનાં નસીબમાં ઢેલને બદલે કોઈ વઢેલ ભટકાઈ હોય ત્યારે મન મોર બની ક્યાંથી થનગાટ કરે? વહુના સાદમાં જ વર-સાદ દબાઈ જાય ત્યાં શું થાય?

    -વાહ પ્રજ્ઞાબેન ! તમે તો હસાવી હસાવીને પેટ દુઃખવી કાઢ્યું. તમારે તો હાસ્ય-લેખિકા બનવાની જરૂર હતી ! ઢેલ-વઢેલ, વહુ સાદ- વર સાદ…ક્યા બાત હૈ !

  9. મન મોર બની થનગાટ કરે….’ આ તો ભાઈ જેને પ્રેમાળ ઢેલ જેવી જીવનસાથી મળી હોય એનું મન મોર બની થનગનાટ કરે. બાકી જેવાનાં નસીબમાં ઢેલને બદલે કોઈ વઢેલ ભટકાઈ હોય ત્યારે મન મોર બની ક્યાંથી થનગાટ કરે? વહુના સાદમાં જ વર-સાદ દબાઈ જાય ત્યાં શું થાય?
    કવિવર રવીંદ્રનાથની રચના અને અનુવાદ ઝવેરચંદ મેઘાણીનો હોય પછી જોવું જ શું!
    કેવી સુંદર પંક્તીઓ
    મન મોર બની થનગાટ કરે.
    ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે.
    નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
    નવ દીન ક્પોતની પાંખ ખૂલે.
    મઘરા મઘરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
    ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
    આ રચનાઓ પણ માણવા મળે ,,,!
    મેઘાણીની ‘મન મોર બની થનગાટ કરે’, ‘આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વિજળી રે’, ‘આતમની હે ગણ ઉપર જાગે અનુભવ જાગે’, ‘આભમાં ચાકલાને ચંદરવા, આંભલા કોણે ભર્યા રે લોલ’, દુલા કાગની ‘ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ કાઢ્યો.’ ‘કે પગલાં ખરક્યાં ને ડુંગર આથમ્યા.’ ‘ૃદય વાડીમાં રોમીયા જેણે બાવન ફુલનાં ઝાડજીનો સમાવેશ થાય છે.’

  10. I want to hear this song in voice of late Mr. Hemu Gadhvi. Please provide the same if possible or advice me from where it is available. No doubt it is worth to listen in voice of chetan but
    hemuji is hemuji.

  11. વાહ !! આ સોના જેવું ગીત સંભળી ને મન પ્રફુલ્લીત બની ગયું.
    પણ મન તો માગણ છે, વર્ષો થી એને હેમૂભાઈ ગઢવી ના અવાજમાં આ ગીત સાભળાવું છે, હેમૂભાઈ ના અવાજ માં તો આ ગીત અમૃત થઈ જાય !! પણ કાઢવું ક્યાંથી ?
    અમિત ન. ત્રિવેદી

  12. Dear All,
    એક્દમ મજ્આ જ આવિ ગઇ અહિ,

    I want to listen
    એક રજકણ સુરજ થવાને શમણે,
    ઉગમણે જઈ ઉડે….

  13. Hi Jayshree…
    Fantastic Song…Thank U So Much…
    Can U Plz tell me That where Can i Get This Album.. “Lok Sagar Na Moti” ? Plz Ans..
    Thanx..

  14. તમારો ખુબ ખુબ આભાર…………..
    જિંદગી માં જ્યારે પહેલી વાર આ રચના વાંચી ત્યાર થી આ રચના સાંભળવા ની બહુ જ ઇચ્છા હતી પણ કયાંય આખી સાંભળવા મલતી નહોતી. આજે આપણા દેશ થી બહુ જ દુર ં બેઠા બેઠા સાંભળવા મળી એ બદલ તમારો આભાર.ગીત સાંભળી ને મન મોર બની થનગનાટ કરે એવુ રુડુ ગીત છે.રવિન્દ્રનાથ ટાગોરનાં બંગાળી કાવ્ય “નવ વર્ષા” નો ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો ને આ ગીત પ્રાપ્ત થયું. અને ગઢવીભાઇ નો તો રાગ જ નીરાળો હોય !!! ભાઇ ભાઇ …..ઘણા ને આ સાંભળી ને નાચવા નું મન થયુ પણ સાંચુ કહુ મે પહેલી વાર સાંભળ્યું ત્યારે આંખ માં ઝરઝરીયા આવી ગયા હતા. આમેય મેઘાણી મારા Favourite છૅ અને આ રચના પણ મારી બહુ જ ગમતી છે. અને ગાવી પણ બહુ જ અઘરી છે ચેતનભાઈ નો પણ આભાર આટલુ અધભુત ગાવા બદલ………………….ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.

  15. in fact i was starving to listen this song & today my wish is fulfilled. my suggestion:- pl put wordings of the song on screen so while listening the song we can also read it. thanks.

  16. it is very nice to hear such lovely folk song of
    shri meghani bhai
    thanks tahuko for maintaining our trasitional culture
    alive

    falgun.pandya

  17. ખુબ ખુબ આભાર. I have been a fan of Zaverchand Meghani and all his literature, as hailing from Saurashtra and very proud to be hailing from Gujarat and INDIA. Sharing such wonderful memories… could not have been better. I heard this song quite some time ago and the moment I saw it, just clicked to hear this. Please keep up the good work

  18. આભાર જયશ્રીબેન.
    સુંદર. હું આજ શોધતો હતો. અને આજ અનાયાસ મલી ગયું. મન જોઇનેજ મોર બની થનગાટ કરવા લાગ્યું.

    ફરી આભાર.

  19. dear jayshreeji thanks a lot i used to organised full night dyro in mumbai wwith all welknown artists and every time i used to request for this sond have you hear the same in voice of abhesing rathod if no pl try to listen nodoubt i know chetangadhavi personally and he also has amazing voice youe web site helps the singers n usa to prepare many songs from your site reallly you have done a great job pl add abhesing radod in you salam kavi ne ma rohini

  20. Tamaro khub khub aabhar..
    Hu ghana samay thi aa kruti ni shodh ma hati
    Fari kahu ke aa ek anupam prayaas chhe, gujarati bhaasha ne loko sudhi pohchadvano..
    Amari shubhkamnao and aavnaar nav varsh ni pan..

  21. I am so glad to hear this song on internet. I found something that really touch my heart. This song make me to remember my uncle “Morardan Payak” who used to sing this song…
    Thank you very much.
    Kuldip Gadhvi

  22. Thx Jayreedidi,
    I very like your website…
    Thx for this song…
    u r great…
    & also thx to Chetan Gadhvi.
    What a Harmony
    “Rang Chhe Deviputra…”

  23. વાહ…ઝવેરચન્દ મેઘાણી…….વાહ ચેતન ગઢવી…….મોર બની થનગાટ કરે…….

  24. ભાઈ કોઇક ની પાસે મોર બની થનગાટ કરે નુ “લીરીક્શ”્…. હોય તો ઈ-મેલ / પોસ્ટ કરવા વીનન્તી.

  25. ખુબ સુન્દર વેબ સાઇટ છે.જે મનમા ગીતો હતા પણ મળતા નહોતા તે તમે લાવ્યા છો.

  26. ગિત મા જે સમય બતાવાય ચ્હે તે કાઊન્ટ્ડાઊન્ થિ દર્શાવો

  27. જયશ્રીજી, તમારો ખુબ ખુબ આભાર…………..
    જિંદગી માં જ્યારે પહેલી વાર આ રચના વાંચી ત્યાર થી આ રચના સાંભળવા ની બહુ જ ઇચ્છા હતી પણ કયાંય આખી સાંભળવા મલતી નહોતી. આજે આપણા દેશ થી બહુ જ દુર U.K. માં બેઠા બેઠા સાંભળવા મળી એ બદલ તમારો આભાર. ઘણા ને આ સાંભળી ને નાચવા નું મન થયુ પણ સાંચુ કહુ મે પહેલી વાર સાંભળ્યું ત્યારે આંખ માં ઝરઝરીયા આવી ગયા હતા. આમેય મેઘાણી મારા Favourite છૅ અને આ રચના પણ મારી બહુ જ ગમતી છે. અને ગાવી પણ બહુ જ અઘરી છે ચેતનભાઈ નો પણ આભાર આટલુ અધભુત ગાવા બદલ………………….

  28. હા ખરેખર વિહંગે કીધુ એ પ્રમાણે મારું ગમતું આ ગીત સાંભળવાની ખુબજ મજા પડી…..આ ગીત પ્રાપ્ત થયું.આભાર………….

  29. પ્રિય જયશ્રીજી,
    આજે પ્રથમવાર તમારાં બ્લોગમાં પ્રવેશવાનો અનુભવ રોમાંચક રહ્યો. મારું ગમતું આ ગીત સાંભળવાની ખુબજ મજા પડી. રવિન્દ્રનાથ ટાગોરનાં બંગાળી કાવ્ય “નવ વર્ષા” નો ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો ને આ ગીત પ્રાપ્ત થયું.આભાર………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *