દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

130 replies on “દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા”

  1. શ્રિ મોહમ્મદ રફી સહેબ ના અવાજમા આ ગીત સામ્ભળવાની ખુબ જ મજા આવી. આવિ સુન્દર રચના સમ્ભળાજવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

  2. ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
    ફકત આપણે તો જવુ હતું, અરે એકમેકના મન સુધી.

    માનવી ચાંદ પર પહોંચી શકે પણ કોઈના મન સુધી પહોંચવું ખરેખર અધરુ છે, ધણીવાર તો અશકય છે. લોકો કહે છે સ્ત્રીના મનને જાણવુ અઘરુ છે પણ હમણાં જ જાણ્યુ કે પુરુષના મનને જાણવુ પણ ઘણુ અઘરુ છે.

  3. ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી

    ખુબ જ સરસ

  4. હિતેશભાઇ,
    આ ગઝલ આખી જ વાગે છે – એટલે કે સંગીતબધ્ધ થયેલી આખી ગઝલ.. ગઝલકારે લખેલા બધા જ શેર સંગીતબધ્ધ થયા હોય એ જરૂરી નથી.. અને આ ગઝલમાં પણ સ્વરકારે બધા શેર સ્વરબદ્ધ નથી કર્યા..!!

  5. hello there,
    very nice gazal. well, i’ve one question – why can’t we hear whole gazal in tahuko.
    I would like to hear the whole gazal & down load it too. So can u help me please.

  6. જયશ્રિબેન તમારિ વેબ્ પર્ સારિગઝલો મલિ, મારે કોક પેપ્સિ કે થમ્સુપ સામ્ભર્ વિ ચ્હે. તો તે મુકો તો મઝા આવે.આભાર્
    બન્સિ પારેખ

  7. hello there,
    very nice gazal. well, i’ve one question – why can’t we hear whole gazal in tahuko.
    I would like to hear the whole gazal & down load it too. So can u help me please.

  8. Request:
    Gujarati Movie “Vir Mangdawalo”
    Song:Suraj Ugta Santani……..

    Movie”Gher Gher Mati na chula”
    Song:Bas Ek vela Nazar thi Male Jo tari Nazar,
    Tankha Zare ke Fulda , E feslo manjur chhe…

  9. what a gajal.shabdo sabhali dil gardan gargdan thai gayu.Gani dahiwala ane Rafishaheb ne lakh lakh vandan.Jayshri ben tamaro thub abhar.

  10. ેBeautiful Song. It touches your heart, to say the least.

    @ Jayashreeben – great effort. i will be glad to help in any way possible to further improve the site.
    Please feel free to contact me.

  11. thank u…”tahuko.com”…i just found the site and got so many songs…..
    gujarati sahitya ni shrshth rachana no sangrah adbhut che…
    thank u very much…..
    it is like a trasure …thank u..so much

  12. ગની દહીવલાની હેમંતકુમારની ગાયેલી ગઝલ તમારા અહીં આજ પગલાં થવાના ચમન માં બધાને ખબર થૈ ગઈ છે એ પણ બહુજ સરસ ગઝલ છે

  13. જુનુ પિકચર જિગર અને અમિનુ સજન તારિ પ્રિતડી ગઝલ શોધિને મુકો તો સારુ તેના ગિતકાર કે ગાયક નિ ખબર નથિ.

  14. જયશ્રીબેન આપનો આભાર.. આ સાઇટ ચાલુ કરવા માટે.
    મારે
    મન્દિર તારુ વિશ્વઋપાળુ ….. પ્રાર્થના જોઈએ છે. જો મલે તો આપની ખુબ જ ક્રુપા.
    ડૉ. હિતેશકુમાર એમ. ચૌહાણ.

  15. ૈJaishreeben,
    mane afsos chhe ke aa site mane pahela kem na mali. ane aavi sundar site mate tamne mara hraday thi abhinandan. Kharekhar adbhut site 6.

    Ama 2 geet mane nathi malya, te chhe,
    1. Sagar nu sangeet,
    2. Pawan kan ma kahi ne chalyo, e he aavyo mehulyo re,  ( https://tahuko.com/?p=818 )

    aa bane geet shruti vrund Ahmedabad ni ke vassate ma me sambhlela.

    Please jo tamne kyay thi male to…..

    Thanks.

  16. let me know on which post / song you are getting that error, and i will correct that..
    or just comment on the post where you are getting that error.
    i just checked, and this post is working fine.

  17. ” ધરો કે એક સાન્ઝ આપને મલ્યા”કવિ જગ્દિશ જોશિ નિ અદ્ ભુત રચના ………..મને અહિ મલિ ગયિ. આવ પ્રયત્નો થિ ગુજરતિ સાહિત્ય સમ્રુધ ચ્હે.

  18. gujarati bhasa ni sauthi sari rachnao peki ni ek che.
    ne pacho gani dahivala ane mo. rafi sahab no sangam hoy to pachi to puchvu j shu ?

  19. its a mindblowing song. music by great shree purushottam upadhyay saheb and sung by legendary Rafi saab. Unique combination with magical result. Keep it up.

    Regards,
    Pratik

  20. આભાર જયશ્રીબેન !

    આ રચના હુ દિવસમાં લગભગ ત્રણ થી ચાર વખત સાંભળું છું.

    મારે આ રચના ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરવી? મને જરા તેના વિશે માહિતિ આપશો તો આભારી રહીશ.

    આભાર જયશ્રીબેન…………

    -ચન્દ્રકાન્ત જાદવ.

  21. Thank you Jayshreeben…

    Indeed this is really a masterpiece, written : Composed and sung by legends…This type of rare combination you dont come across too often.

    Bye the way, in RADIO TAHUKO also this is sung by Soli Kapadia and he has also done full justice. I recommend that if you get a chance then listen to that also because… you will feel the same but with some freshness.

    Regards,

    Dhaval Khamar

  22. આ ગેીતમ ગજબ નેી આશા રહેલેી છે. હકારાત્મક અભિગમ છે.
    kubh manyu aa geet… i love the song…
    And heads off to ppl who have done such a tremendous effort. Its a really tough to put all those songs with their lyrics in gujarati.. wow… once again head off to all.

  23. hi all,

    kem cho? mane hamna be divas pehla j aa site mali. khub j sundar rachna che………… thanks.

  24. I have heard Purshottam Upadhyayji before…but this ghazal composition must have made Mohmmad Rafi saheb feel fortunate to have sung under Upadhyayji…WHY SUCH MUSIC IS RARITY THESE DAYS…

  25. Really thankful, caz touching heart in this fast world we got smthing u hear my heart voice………

  26. ખુબ જ સરસ ગિત, ગિત બદ્લ ખુબ જ આભાર.

  27. આભાર જયશ્રિ બેન પણ મારે આ ગિત Download કરવુ છે તો શુ હુ તે કરિ શકુ?

  28. આહાહાહા!!!!
    હવે માનનીય PUના કન્ઠે સન્ભલાવો એટલે બેડો પાર.

  29. મારી પ્રિય ગઝલોમાંની આ એક ગઝલ છે…

    ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
    ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી.

    કેટલી સાચી વાત છે… સૌથી કઠિન રસ્તો તો કોઇ ના મન સુધી પહોંચવાનો છે.

    આભાર જયશ્રીબેન્..

  30. જયશ્રી
    નયના અનૅ ધનસુખ ભક્તા, મૉહાવી, California
    ના રામકબીર.

  31. રમેશભાઇ તમે સાચા ચ્હો. Music પુરુશોત્તમ ઉપાધ્યાય નુ જ ચ્હે.

  32. મારું માનવુ છે કે આ ગીત ના સંગીતકાર શ્રી પુરશોતમ ઉપાધ્યાય છે.

  33. સરસ!! સ્વર રફી સાહેબનો જ છે, સંગીતકાર મને ખબર નથી.

  34. આ ગઝલ ગુજરાતિ ભાશા નિ એક સર્વોત્તમ રચના ચે.

  35. તમે રાજરાણીનાં ચીર સમ,
    અમે રંક નારની ચુંદડી !!
    કેવી સુંદર કલ્પના ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *