ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ – શુકદેવ પંડ્યા

નિશા ઉપાધ્યાયના મધુર કંઠમાં ગવાયેલું આ ગીત – એક ખાસ મિત્રની ફરમાઇશ પર. આશા છે કે સૌને ગમશે. પણ એક ફરમાઇશ હું કરું? (તમે એકની પરમિશન આપો છો ને? – તો હું બે ફરમાઇશ કરી લઉં)

એક તો – આ ગીતના શબ્દો સાંભળીને લખ્યા છે. એટલે કશે જોડણી (કે આખા શબ્દની) ભૂલ દેખાય તો ધ્યાન દોરશો.
અને બીજી ફરમાઇશ.. આ ગીતની નાયિકાના ભાવને તમારા શબ્દો આપશો?

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : નયનેશ જાની


.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
તમે બોલો આ મીંઢણ હું બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

લચી પડે છે હજુ લીલીછમ યાદો
ને પાંપણમાં પોઢી છે રાતો
હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો
જો ને અલી છે ને રંગ રાતો

અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને
હું નાડાછડીથી કાં બાંધુ?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ
આ રાતા તે રંગમાં શું ભરવું (?)
સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા
સપનાનું મારે શું કરવું?

પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ
મનની ચોપાટ કેમ માંડું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
પડે ભવભવના ફેરા નક્કામા
આગળના રસ્તાને ભાળે શું આંખ
મળે વીત્યાના પડછાયા સામા

કાડું તો બાંધું બે તમારા કહેવાથી
હૈયાને કેમ કરી બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

62 replies on “ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ – શુકદેવ પંડ્યા”

  1. સાતમે પાતાળ સાવ રેશમમાં “વીતેલા” નહિ “વિંટેલા”

    અને

    કાડું તો બાંધું -{“બે” નહિ (કદાચ) }”દેવ”- તમારા કહેવાથી

  2. એક્દમ સુન્દર રચના આ ગીત ક્યાથી download થશે તે જણાવશો………….

  3. અતિ ઉત્તમ રચના અને એટલું જ સુંદર સ્વરાંકન પણ . અભિનદન . ગીતને સંપૂર્ણ સુગમ બનાવનાર સમગ્ર ટીમ ને

  4. આ દર્દ ને વેદના તો જેને જિરવિ હોય તેજ જાનિ શકે. વધુ લખતા હૈયુ ભરઇ આવે ચ્હે.

  5. આ ગઝલ મે ફાલ્ગુનિ પાસે લાઈવ સાભળેલિ ખુબ મજા આવેી હતેી

  6. namaste naineshbhai,
    I still remember the small concert u and nishaji did at nigamben residence along with kashyapbhai and at that time i listen to this lovely song what a great composition………..& great voice yours & nishajis jugalbandhi is best no words to describe u two r the best…..after along time i heard this song & enjoyed a lot it took me to my golden days…..naineshbhai any way if i can get this song on cd your son has mentioned he has the copy………if u can arrange for the same i would highly appericiate….i am in florida. if u can arrange for cd u can inform nigamben or email @ ABC grocers @ hotmail.com
    thanks a million to tahukoo site for sharing this song
    keep in touch & eagerly waiting for the c.d & one more song i need is chomasu kyak aas paas chhe sung by nishaji….. this two songs would be like a treasere & a gift for a life time…….thanks and take care….soham

  7. નિશ ઉપધ્યય નુ અલ્બમ્બ “નિશાનિ ” બહાર પદેલ ચ્હે?
    “ભિતે ચિત્રેલ”, તથા “રાધા નુ નામ્ તમે વસદિ ના સુર માથિ,” આ ગિતો કેવિરિતે મલિ સકે?

  8. એક અદભુત રચના…ગેીત , સંગીત અને ગાયકિ….બધુ જ સુન્દર …નયનેશભાઈ, શુકદેવભાઈ તથા નિશા ને અભિનન્દન્…

  9. ગુજરાતિ સન્ગિત ને વધુ લોક્પ્રિય બનવવા માતે ખુબ લખુબ આભાર્

  10. ગુજરાતી સુગમ સંગીત નાની હતી ત્યારથી સાંભળું ને કૈક થાય …એને અતિ આનંદ ની અનુભૂતિ કે એક અંદરની શાતા કહો, તૃપ્તિનું નામ આપું કે ધન્યતા, હું હજારવાર એક જ ગીત સાંભળું તોય એટલી જ thrilled ને ખુશી થી છલછલ, ગદગદીત…..હાશ, આવા કવિઓ, ગાયકો, ને ગીતકારો મળ્યા આપણને, ને એ માટે યોગ્ય કાન પણ ! વારસો સુધી નોટમાં ઉતારું, લખું, સુધારું, rewrite કરું શીખું ને મારામાં જ મ્હાલું…. પણ જયશ્રીબેન, તમે તો આટલો ખજાનો આપી જાણે સુગમ ગીતો સાથે ના નાતાને સરળ બનાવી ને ન્યાલ કરી દીધી. હું મારી દુનિયામાં એકલી છતાં તૃપ્ત ને ખુશ. thnx a lot!

  11. બહુ જ મસ્ત ગીત છે.આ ગીત કઈ કેસેટ મા છે પ્લિઝ જણાવશો. thanx to naineshbhai for this beautiful song

  12. ઈફ જો તમે નિશાઆએ ગાયેલુ ગેીત “મારુ ચોમસુ કયાક આસપાસ” ઉપ્લોદ કરિ શકો તો મઝા આવિ જાયે

  13. nayneshbahi,u hv composed gr8 music.really…..gr8…..
    i listen ds song n i likd it so much…..
    in my college life i sung ds song in youth festival….awesome lyrics ….
    its really touch my heart…also nisha mam sung it very well…….

  14. Nayneshbhai, You have composed great music. Your music is making this song more powerful. I feel inside my soul.

  15. I am very grateful to all friends and I am also thankful to this website.
    I feel happy by seeing above comments and fellings of music lovers.
    thank you.

  16. Thank you sooooo much for posting this song, I have been looking for this song for years. Thanks for this wonderful site. Keep it up.

    First time I have heard on durdarshan 7-8 years ago. From that time I was looking for this song. Can you please let me know how I can download this song?

  17. This is really nice song. I heard this in TV channel competition and after that
    I was searching for this song since 4 or more years. Really heart touching…. My most fav guj. song.

  18. Namaste . My father has composed this song . I have d soft copy when this song performed first time on the stage by Nisha aunty. I have large collection so it will be my pleasure if some one need d words and tracks

    THanks

  19. My most favorite song of Gujrati sugam..
    I just love this song..
    I can feel it..
    Pehla prem ni vytha ne kavi a aabehub raju kari che. .
    Chahavu koine ane parnavu koi bija ne a pida ni adbhut abhivykti..
    Aatla sundar shabdo mate kavi ne ane Atli j sundar rite swarbaddh karva mate swarkar ne abhinanadan aapiye atla ocha che..
    Khub j sundar rachna..
    Thanks a lot..

  20. હ્રદયસ્પર્શી રચના. કવિશ્રીને અભિનંદન. શિવાલીબેન તથા પીન્કીબેને આપેલી સમજૂતી વાંચ્યા પછી ગીત માણવાનું ઘણું સરળ બન્યું. જયશ્રીબેનનો અને તમારો બંનેનો પણ આભાર.

  21. khoob karnpriy geet.
    fari fari sambhalavu game tevu.
    kavi na shbado ane svarankan ek bija na purak.
    abhinandan

  22. the song is toooooooo gud, have heard it long time back, keep it up, doing a wonderful job, keep it up, thx.

  23. ખુબજ સરસ ! ડાઊનલોડ કરવા શું કરવું ??? Please tell me…
    I need this song..

  24. અતિ સુંદર ગીત. સુંદર શબ્દો ને એવીજ સુંદર બાંધણી તથા સ્વર. બહુ મજા આવી.
    હવે આપની પ્રથમ ફરમાઈશ પુરી કરું.
    ‘હું નાડાછડીથી કાં બાંધુ’ ને બદલે ‘હું નાડાછડીથી કેમ બાંધુ’ એમ હોવું જોઈએ.

  25. Thank you for a beautiful song.
    One question, can someone tell me what is
    kanchava (int he first line)!!!

  26. કાડું તો બાંધું બે તમારા કહેવાથી
    અહી બે ની જગ્યા પર દેવ છે

  27. શુકદેવભાઈની ખુબ જ સુંદર રચના.
    નૈનેશભાઈએ એમાં પ્રાણ પૂર્યો છે

    નજર સમક્ષ ખડું થતું અદભુત દશ્ય

    અમિત ત્રિવેદી

  28. Thanks for this song but you should have put it twice because every time Nisha has to sing it twice !!!!! Only Nisha can sing it to this level.
    Thanks a lot for this song

  29. શુક્દેવભાઈ એ નાયિકા ની વ્યથા ને સુંદર વાચા આપી છે. આપણી રુઢિચુસ્તતા ને લીધે કેટલીય યુવતિઓ ને આ પ્રશ્નસભર ગીત મનોમન ગાવું પડતું હશે!!
    ભાઈ નયનેશ ની આ સુંદર સ્વરરચના નિશા ના સ્વર માં સાંભળીને વિશેષ આનન્દ થયો!

    કલ્પક
    Toronto

  30. had heard the song long back..liked it very much…this time better understood the lyrics…..
    Thanks Jayshree!! 🙂 was looking for the song since the time I hared it!!

  31. મીંઢળ….
    નાડાંછડી…
    રેશમમાં વીંટેલા…આ સિવાય લેખન ઘણું શુધ્ધ છે.
    સુંદર અવાજમાં મઘમઘતું ગીત
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  32. ખુબ જ સુંદર ગીત. પીન્કી ની વાત સાથે પણ હું સંમંત થઈશ. મન ભવભવ ના સાથી જોડે મળ્યુ છે અને સાત ફેરા લઈ સાત જન્મ નો નાતો બીજા જોડે કેમ કરીને બાંધું. નવા સફર ની શરુઆત કેમ કરી ને થાય જયાં વીત્યા સમયની યાદોના પડછાયાની બેડીઓ પગમાં હોય. તેની સરસ અભિવ્યકતિ નીચેની પંકતિ માં કવિ એ કરી છે.

    ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
    પડે ભવભવના ફેરા નક્કામા
    આગળના રસ્તાને ભાળે શું આંખ
    મળે વિત્યાના પડછાયા સામા

    હું નાણાછડીથી કેમ બાંધુ? (કાં ના બદલે કેમ છે)

    આ રાતા તે રંગમાં શું ભરવું (?)
    આ લીટી માં નાયિકા આગળ કરેલા રાતા રંગની વાત કરે છે,
    હળુહળુ હેતમાં હેળવેલા હોઠનો
    જો ને અલી છે ને રંગ રાતો

    આ રાતા તે રંગ માં શું ભરવું? તે કહે એ રંગ છે ત્યાં સુધી પીઠીનો રંગ ચઢવાનો નથી તો પછઈ પીઠી ચોળવનો શુ અરથ?

  33. આ મધુર સ્વરે ગવાયલું સુંદર ગીતની પીંકીની સમજુતી વાંચ્યા બાદ વધુ ભાવભરેલું લાગ્યુ-માણ્યું આંખ મીંચીને અનુભવ્યું

  34. નાયિકાના લગ્ન લેવાયાં છે પણ તેના મનનો માણિગર તો કોઇ ઓર જ છે. પોતાના મનની વાત તે બીજાં કોઈને તો કેમ કરી શકે તેથી ભીંતે ચીતરેલા ગણેશને જ કહે છે કે, – “તમે બોલો આ મીંઢળ હું બાંધું ? ”

    કેમેય ના રોકાતા આ વ્હાલના વંટોળને નાડાછડીથી કાં બાંધું ?
    પારકું પાનેતર ઓઢી લઈશ પણ મનને કેમ સમજાવીશ ?
    ચોરીના ચાર ફેરા તો ફરી લઈશ પણ આ સાત ભવના ફેરાનું શું ?

    નીનુ મજુમદારની દીકરી સોનલ દવેએ પણ આ ગીત ગાયું છે.

  35. ખૂબ સરસ ગીત!

    ભીંતે ચિતરે રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંઢણ હું બાંધું? આખા તે આયખાના મઘમઘતા કંચવાને પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
    લચી પડે છે હજુ લીલીછમ યાદો ને પાંપણમાં પોઢી છે રાતો હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો જો ને અલી છે ને રંગ રાતો
    અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને હું નાડાછડીથી કાં બાંધુ? આખા તે આયખાના મઘમઘતા કંચવાને પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
    પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ આ રાતા તે રંગમાં શું ભરવું (?) સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા સપનાંનું મારે શું કરવું?
    પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ મનની ચોપાટ કેમ માંડું? આખા તે આયખાના મઘમઘતા કંચવાને પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
    ચોરીના ચાર ફેરા ફરું તો કેમ? પડે ભવભવના ફેરા નક્કામા આગળના રસ્તાને ભાળે શું આંખ મળે વીત્યાના પડછાયા સામા
    કાડું તો બાંધું બે તમારા કહેવાથી હૈયાને કેમ કરી બાંધું? આખા તે આયખાના મઘમઘતા કંચવાને પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

  36. thank you so much for posting this song, i have been looking for this song for years.
    Eagerly waiting to read comments on the hidden meaning of the words… wanted to see if it matches with mine or not.
    thanks again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *