એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

અને હવે તો કવિ સાથે વાત કરવાનો લ્હાવો પણ તમે લઇ શકો છો – બસ એક ક્લિક પર : morpichh@yahoo.co.in

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. :)

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

સ્વર: શ્યામલ મુનશી
સંગીત: શ્યામલ – સૌમિલ

(’હસ્તાક્ષર’ આલ્બમમાંથી સાભાર…)448262173_102aa8901d_m

.

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

86 replies on “એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ”

  1. હેલ્લો તુશાર સર,
    તમારુ ગીત- પુછી ને થાય નહિ પ્રેમ- એ મારા દિલ ને ખુબ જ નજીક છે….
    આ ગીત મારા દિલ મા ઉન્ડુ ઉતરી ગયુ છે….

    આભાર!!!!!!!!!!!

  2. બહુ સરસ…મને બહુ ગમ્યુ…તુશારભાઇ…અભિનન્દન તમારા વિમોચન નિમિતે….

    ખુબ પ્રેમ…

    જયનાથ

  3. Thank you all..one good news..my book ” puchhine thaay nahi prem ” by Nav bhaarat will be reaching book stalls as a second edition shortly..without any Vimochan or a push..just because of you all. thanks again.

  4. એમ પૂછીને થાય નહીં પ્રેમ….પ્રેમ કરવો અને પ્રેમ થવો ..બન્નેમા જમીન-આકાશનુ અન્તર છે. સરસ રચના..

  5. ખુબજ સ્રરસ ગીત….

    દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
    એમ પૂછીને થાય નહીં પ્રેમ….

    પ્રિત ક્યારેય પરાણે ન થાય..

  6. hello
    how are you nice gazals we found i had attended the live concert of Hastakshar in Navsari
    Regards
    Rashvin Tailor
    Lecturer
    GIDC Rajju Shroff ROFEL Institute of Management Studies Vapi

  7. I have listen “em puchhine thay nahi prem -Hastakshar ” i very like it , i feel to listen it for many times

  8. yes thats true em puchhi ne thai nahi prem!….. its my fevourite song .in india i m hearing this song many time but in usa i hear a first time.thats fine .very nice…..keep it up tushar bhai

  9. This is a very beautiful gujarati song.

    When ever i heard this song i always feel that when two person fall in love it is a natural process which no one can arrange.

    Love happen automatically.

    Once again heartly congratulations to the writer of this song.

    kevu pade Dear Gujarati Tushar.Shukla.

    From : Tushar C.Jani.

  10. ખરેખર , એમ પૂછીને થાય નહીં પ્રેમ. . .
    તુષાર શુક્લ ની ખુબ જ સુન્દર રચના છે,
    મને આ ગીત ખુબ જ ગમે છે.
    આ ગીત ના શબ્દ , સ્વર અને સંગીત
    ખુબ જ સુન્દર અને મન ને મોહિ લેય તેવુ છે.

  11. ખરેખર હધ્ય મા કાયમ વશિ ધબક્તા સુરો સાથેન આ ગિત…
    મને ખુબજ ગમ્યુ ….
    કવિ, ગાયક, સગિત કાર અને પ્રસ્તુતક્રતા ને મારા હધ્ય પુર્વક અભિનન્દન

  12. હેલ્લો સર મે જ્યારે આ ગઝલ જોયિ ત્યારે મને બહુ ગમિ અને આ ગઝલ લખ્નાર અને ગાનાર બન્ને ને મારા સલામ્….
    અને તમે પ્લિઝ મને આ ગઝલ નુ સોન્ગ ઈમેઇલ કરિ આપસો તો તમારો ખુબ ખુબ આભાર્…

  13. બહુ સરસ આ ફર્મિશ મરિ ઘના વખત થિ હતિ તે આજ પુરિ થૈ આભાર ખુબ ખુબ આભાર

  14. ખુબ જ સુન્દર ,websight mate pan etlaj abhinandan. paheli var TAHUKO joi khub j anand thayo…
    akhiye tim ne abhinandan
    – Jayesh Vaghela , Jamnagar
    M-9426955423

  15. આરતીબેન્, શ્યામલ, સૌમીલ અને તુષાર શુક્લ – અમદાવાદ સુગમ સંગીત ” ઘરાના “ના ઘરૅણા જેવા કલાકારૉ

    ખુબ જ સરસ્

  16. તુષાર શુક્લે અને શ્યામલ-સૌમિલ મુનશીએ ગુજરાતી સુગમ સંગીત પર કરેલા કેટલા સનાતન ઉપકારોમાંનો આ એક…

    ગીત જેટલું સીધું અને વેધક, ગાયકી પણ એવી જ મસૃણ અને હૃદયસ્પર્શી…

  17. અમદાવાદમાં ક્ષેમુ દિવેટીઆ જેવા અનેક તજજ્ઞોની હાજરીમાં શ્યામલ મુનશી ગાતા હોય અને તુષાર શુક્લ જાતે સંચાલન કરતા હોય-તેમના આ ગીત રજુ કરતા પહેલા અને પછી પ્રેમની ફીલસુફી તથા તેમના અનુભવોની જે કોમેંટ આપે – તે સાથે આ ગીત માણવાની મઝા ઔર જ હોય છે!શક્ય હોય તો આવી વીડીઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *