ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

કુંવારાને તો પરણવાની ઇચ્છા થઇ જ જાય, પણ પરણેલાઓ ને પણ ફરીથી પરણું પરણું થાય, એવું મસ્ત મજાનું ગીત છે. અને નાનકડી ઐશ્વર્યાએ શ્રી આશિત દેસાઇના સંગીત પર આબાદ રીતે આ ગીત રજું કર્યું છે. ‘પછી તમારી ઘરવાળી હું, તમે જ મારા વરજી..!!’ આ શબ્દોમાં પણ એના અવાજમાં એક મુગ્ધા જેવી શરમ, અને સાથે સાથે પ્રેમનું સમર્પણ અને આધિપત્ય આવી જાય છે.

અને આવા સુંદરગીતો compose ત્યારે જ થાય ને, જ્યારે કવિ પોતાની કલમ ચલાવે… કવિ મુકેશ જોષીના શબ્દોને પણ એક સલામ…!!

મને તો હમણા ઇંટરનેટ પરથી ખબર પડી કે આપણી ઐશ્વર્યા – સ્ટાર ટી.વી. ના છોટે ઉસ્તાદ કાર્યક્રમમાં તમને મળી જ હશે.

એના માટે થોડું વધારે જાણવા – અને એને vote આપવા આ વેબસાઇટ પર ક્લિક કરો.

pic024.jpg

( ફોટો : ગાયિકા – ઐશ્વર્યા અને સંગીતકાર ગુરૂ – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય )

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

113 replies on “ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી”

  1. She is too good singer in too young age.. but credit of this song also goes to writer of the same shri Mukesh Joshi.. What a wonderful wordings..

  2. wah wah wah maja pade aem che jyare pan dimag kam na kare tyare dimagne REFRESH karva mate kharekhar uttam ane biju to shu kahevu bhai…bhai….hare!!!!…hare!!!!…

  3. the lyrics of this song is amazing and its like icing on cake when the song gets the voice of ashiwariya.

    She is child really blessed by god

  4. Lyrics , compsition & singing its mind blowing.
    khub j sunder & adbhut rachna chhe . var var sambhalvi game rachana chhe .ેAishwarya sings very well……. very emotional touch in this song……

  5. ઐશ્વર્યા મજમુદારના ગીતો તારા ટહુકા પર મૂકીને તેમજ સુંદર કવરેજ આપવા બદલ ખૂબ ખૂબ આભાર..
    મને ખાતરી છે કે ઐશ્વર્યાને પણ આ સંકલનમાંથી તેમ જ અભિપ્રાયો દ્વારા ખૂબ પ્રોત્સાહન મળશે.. અને
    ખૂબ આગળ વધશે..જય

  6. અલ્યા ઇન્દ્ર તું ધરા પર એકવાર આવી તો જા,
    ભુલી જઇશ તું સ્વર્ગ ને, સાંભળીશ જો ઐશ્વર્યા!

    મહાજાતિ ગુજરાતી!!!
    Really aishwarya is great proud for gujarat. The whole world is praising her . simply great………..

  7. અમદાવાદની આ કોયલે તો આખા દેશમાઁ ટહુકો રણકાવ્યો !
    વાહ ઐશ્વર્યાબહેન !ધન્ય તમને,માતાપિતાને,ગુરુને,બહેનશ્રેી જયશ્રેીબહેનને,સૌ ઉત્સાહપ્રેરકોને !ઘણુઁ જીવો ને પ્રગતિ કરો !

  8. કેટલું સુંદર!!! આ અવાજ એટલે કોયલ નો ટહુકો.

    અલ્યા ઇન્દ્ર તું ધરા પર એકવાર આવી તો જા,
    ભુલી જઇશ તું સ્વર્ગ ને, સાંભળીશ જો ઐશ્વર્યા!

    મહાજાતિ ગુજરાતી!!!

  9. એક અદ્ભુત રચનાનો પિરચય કરાવવા માટે આભાર જયશ્રીબેન! અમદાવાદની ઐશ્વર્યાના અવાજનો જાદુ આખા ભારતદેશ પર છવાઈ ગયો. ” છોટે ઉસ્તાદ ” નો િખતાબ જીતવા બદલ તને હાર્િદક અિભનન્દન! તારા જેવી દીકરી સૌ માતાિપતાને મળે અને તારા માતાિપતા જેવા માતાિપતા સૌ દીકરીને મળે. God Bless you sis!

  10. ભઈ વાહ જયશ્રીબેન! આ હીરલો કઈ ખાણમાથી શોધી લાવ્યા? રેશમી અવાજનો જાદુ અને પ્રેમની આરઝૂ! પરાણે વ્હાલી લાગે એવી આ મીઠડી દીકરી ગુજરાતની ઠકરાત છે. ઘણુ જીવો ઐશ્વર્યાબેટા, ખૂબ પ્રગિત કરો અને આપણા અમદાવાદનુ, ગુજરાતનુ અને ભારતદેશનુ નામ રોશન કરતી રહો.

  11. hi Jayshree. m very much fond of Gujarati kavita, sahitya and samgeet. m a regular visitor of this site but writing to u 1st time. Amazing voice Aishwarya! Heartfelt felicitations for having won the “Chhote Ustaad” trophy. Long live dear…Hats off to your parents and your Guruji also.

  12. બહુ જ સરસ ગાયુ . મને તો બહુ જ ગમ્યુ.

    ======
    હિરેન અરવિન્દભાઈ સોની

  13. આટલા સુન્દર ગીત ન્ી પોસ્ટ માટે આભાર જયશ્રીબેન. સાચેજ આજના યુગની રુક્િમની ની આરઝઊ. અદ્ભુત રચના મુકેશભાઇ!! અદ્ભુત સ્વરાન્કન્ ગુરુજી!! અદ્ભુત સ્વર ઐશ્વર્યા!! આ તો અમારી અમદાવાદ ની જ દીકરી છે એટલે વધારે વહાલી છે. જેવા મહાન ગુરુજી છે એવીજ મહાન િશષ્યા પણ નીવડશે એમા કોઈ શન્કા નથી.

  14. Excellent in every aspect:Shabd,Svar ane Sangit! Ever since I hv listened to this song, can’t help listening at least once whenever I connect to the net. Thanks a million Jayshreeben. I have been following Amul SVOI Chhote Ustaad TVShow regularly and voting for Aishwarya.If possible, all ‘tahuko’ lovers should also vote for her & make her get the crown. At the age of 14, she sounds very mature with pronunciations,emotions and expressions in her singing with great confidence in rendition and presentation. With singers like her, our Gujarati Sugam Sangit will reach the sky. Keep it going Aishwarya…….

  15. એક સુન્દર ગઇત અને અન્થિયે સુન્દર અવાઝ. પણ નામ ના અન્ત મા આ નિ મત્રા શા માટએ. શબ્દ તો ઐશ્વર્ય છએ.

  16. Poetry: Beautiful!
    Composition: One of the greatest creations!
    Rendering: Excellent-especially for her age!
    I had a chance to listen to her last year in Vadodara. I was amazed to see her confidence and presentation. With singers like Aishwarya, our Sugam Sangeet will continue to be very rich in the years to come! She is indeed blessed by the Almighty!.
    Congratulations to Jayshriben for posting this wonderful song!

  17. મુકેશભાઈનાં કાવ્યસંગ્રહમાં જ્યારે આ ગીત પ્રથમવાર વાંચ્યું હતું ત્યારે જ મને ખૂબ જ ગમી ગયું હતું… અને મને ય ત્યારે એવું જ લાગ્યું હતું કે જાણે રુકમણીજી જ આમ કાગળ લખીને કૃષ્ણને બોલાવે છે…!!

    આજે આ ગીતને ખૂબ જ સૂરીલા અવાજમાં સાંભળવું ખૂબ જ આહલાદક લાગ્યું…! ખરેખર એક જાદુ છે ઐશ્વર્યાનાં અવાજમાં…!! ‘વાહ…!’ સિવાય બીજા કોઈ શબ્દો જ નથી…

  18. very good song, in every aspect… written, composed and sung…i am listening 3-4 times a day since i found it on site…best wishes to all…keep the good work going by site administrator…

  19. KHUB J SARAS GEET CHE,ANE AISHWARLYA E ENE GANI J SUNDAR AWAJ MA GAYU CHE,EK VAR SAMBHDYA PACHI PAN VARMVAR SMABHDVANU MAN THAI CHE..AMARA BEST WISHES AISHWARYA SATHE CHE KE E JIVAN MA GANI AAGAD AVE SUR AND SANGEET MA……

  20. She really has a very sweet, beautiful voice full of expressions and gayaki.
    Everything – lyrics, music composition, singing – is excellent.
    Thank you Jayshreeben for making this available on your website for all music&poetry lovers!

  21. Yes!a very promising singer!Many young girls sing well but they can not emote,they just sing tune.Here she certainly sounds matured.I can only recall Geeta Datt nee roy who had sung” Mera sunder sapna beet gaya” at the age of 15 but she sang like a very matured person.Wish her the best.

  22. shree, i think first line ma ” hari ! tame to..” avse..
    tamarathi ” hari! have to..” lakhaye gayu che..

  23. hii shree.. thanx for posting this song sung by aishwarya.. m following SVOI chote ustad since beginning.. n my fav singer is aishwarya.. m voting for her. n i request all tahuko lovers to vote for her. she is just amazing.

  24. ઐશ્વર્યા ને ઘણી શુભેચ્છાઓ. હું સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા નિયમિત જોઉં છું અને ગર્વ છે કે આપણા ગુજરાત માંથી આવો હીરો આખા જગત મા પ્રકાશ ફેલાવી રહ્યો છે.

    ઐશ્વર્યા ના માતા-પિતા પણ ધન્યવાદ ને પાત્ર છે જેમણે આવું સુંદર વાતાવરણ એને આપ્યું.

    જય શ્રી બેન તમારો જેટલો ધન્યવાદ કરીયે એટલો ઓછો છે.
    આભાર
    કેતન શાહ

  25. ZABURDUST, ADBHOOT. You don’t know, what a great job you have done….CONGRATEs and THANKS A MILLION TIMES

  26. વિવેકભાઇ,
    મને તો આ ગીત સાંભળીને રુક્મણી યાદ આવે છે.
    અથવા – એમ પણ કહી શકું કે – મહાભારત સિરિયલનો એ એપિસોડ યાદ આવે છે – જેમાં રુકમણીજી હરિને કાગળ લખે છે, અને એક ખૂબ જ સુંદર ગીત પણ છે સાથે – વિનતી સુનિયે, નાથ હમારી..!! (બાકીના શબ્દો યાદ નથી આવતા, પણ કોઇ પાસે હોય અને મને આ ગીત અથવા તો શબ્દો આપી શકે તો ગમશે.)

  27. એશ્વર્યા આપણાગુજરાત નુ ગૌરવ છે..અટલેી નાની ઊમર મા સિદ્ધિ મેળવવી ઍ પ્રશંશનીય છે …!!!

  28. Jayshree,
    Amazing song….I think the writer of the song also need to be given credit beyond the singer and the composer, will you do the onus please? I think by mistake it is printed in the beginning of the song as’ hari have to…’ but it is in fact ‘ hari tame to…’

  29. ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
    લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
    પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
    એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

    વાહ… ખરેખર અદભુત અવાજ
    રાગ અને લયનો સુમધુર સઁગમ

  30. ખૂબ જ સુંદર ગાય છે…..
    live performanceમાં પણ
    એનાથી મોટા-
    ઉંમર અને અનુભવ બન્નેમાં તો પણ
    એનું performance વધુ સારું હતું.

    simply great !!
    ને પાછી અમારા અમદાવાદની- તો વ્હાલી વધુ જ હોયને !!

  31. સારુ યાદ કરાવ્યુ. આ પોસ્ટથી કદાચ ઐશ્વર્યા ના વોટ્સમ ઘણો બધો ફરક પડશે. હુ તો શરુથી જ આ કાર્યક્રમ જોવ છુ અને મને તો એવુ લાગે છે કે આજ સુધેી કોઇ પન બેીજા સન્ગેીત ના કાર્યક્રમમા ઐશ્વર્યા અને અન્વેશા જેવા પ્રતિસ્પર્ધિઓ જોયા નથી. આશા રાખીયે કે ૫ એપ્રિલ એ આપડી ઐશ્વર્યા જ આ સ્પર્ધા જીતે. Best of Luck Aishwarya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *